________________
અસ્તેયને મહિમા. સેમદેવ ને વસુદત્તની મિત્રતા જગજાહેર હતી. લેકે કહેતા કે આ સ્નેહ તો બે માજણ્યા ભાઈ વચ્ચે પણ ન હોય. વાત સાચી હતી. બંનેને એક બીજા વિના ગોઠતું નહિ. સોમદેવ વસુદત્તને ન જુએ તે કાંઈ કાંઈ થઈ જાય ને વસુદત્ત સેમદેવને ન જુએ તે કાંઈ કાંઈ થઈ જાય.
મિત્રતા સરખા વચ્ચે જ જામે છે ને સરખા સાથેજ ટકે છે. બંનેની ઘરની સ્થિતિ પણ સરખી જ હતી એટલે તેમની મિત્રતા એવી ને એવી ટકી હતી.
એક વખત સેમદેવને વિચાર થ: જેણે દુનિયા જોઈ નથી તેનું જીવતર નકામું છે માટે દેશ દેશાવર જેવા ને નવીન જ્ઞાન મેળવવું. વળી વેપારીના પુત્ર છીએ તે અનેક જાતના નવીન ધંધા પણ ખેડવા ને પૈસાની પ્રાપ્તિ કરવી. વસુદત્તની સલાહ લીધી. સોમદેવ પોતાનાથી દૂર જાય એ વસુદત્તને વસમું લાગ્યું છતાં તેણે આગ્રહને વશ થઈ હા પાડી. સોમદેવ શેઠ તે ઝપાટાબંધ વહાણ બંધાવવા લાગ્યા ને કરીયાણું એકઠાં કરવા લાગ્યા.
જ્યારે બધી તૈયારીઓ થઈ, ત્યારે સેમદેવ શેઠને વિચાર આવ્યું કે પરદેશ તો જઉં છું પણ મારે પુત્ર ધનદત્ત ઉખડી ગયેલ છે. નથી એને ઘરની પરવા, નથી એને કુટુંબની પરવા. એ તે ખાઈ પીઈને મસ્ત થઈને ફરે છે. એ તે ધન બધું ફના કરી નાંખશે. માટે લાવને જે કિસ્મતી વસ્તુઓ છે તે એકઠી કરી વસુદત્તને ત્યાં મૂકું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com