________________
પુત્રે પણ એવું જ કરવું જોઈએ? ધર્મ તે તે જ કહેવાય કે જેમાં જીવ દયા હેય. બધા પ્રાણીને સરખા ગણવા, કોઈને મારવું નહિ, તેનું નામ જીવદયા. આ જીવદયા પાળનારને ઘણું સુખ મળે છે. માટે ભાઈ! તું કાંઈક જીવ દયા પાળ. હરિબળને વાત સાચી લાગી, પણ માછલાં ન. મારું તે શું કરું એ સૂઝયું નહિ. તેણે કહ્યું. મુનિરાજ ! મારાથી શી રીતે જીવદયા પળાય ? હું જે આ કામ ન કરે તે મારાં બાયડી છેકરાં ભૂખે મરે. મુનિ કહે, આ. Nછે તદ્દન છડી ન શકે તે પણ ચેડા નિયમ તે લે. એમ કર કે જાળમાં પહેલું માછલું આવે તેને છોડી દેવું. આટલે પણ નિયમ પાળીશ તે ભવિષ્યમાં ઘણે લાભ. થશે. હરિબળે એ નિયમ આનંદથી ગ્રહણ કર્યો.
નિયમ તે નાને હતે પણ પહેલા જ દિવસે તેની કસોટી થઈ. જાળ નાંખી તેમાં પહેલા સપાટે એક મોટું માછલું પકડાયું. હરિબળે પિતાના નિયમ પ્રમાણે તેને જીવતદાન આપીને પાણીમાં મૂકી દીધું. ફરીથી જાળ નાંખીને બહાર કાઢી તે એનું એજ માછલું પકડાયું. તેણે વિચાર કર્યો. આ તે તેજ માછલું છે અને મેં જીવતદાન દીધું છે તે એને કેમ મરાય? પછી એને ઓળખવા માટે ગળે કેડી બાંધીને પાણીમાં મૂકી દીધું. અને ત્યાંથી દૂર જઈ જાળ નાંખી. પણ બન્યું એવું કે તેનું તેજ માછલું પકડાયું. એટલે હરિબળ એથી પણ દૂર ગયો. એમ ઠેકાણાં બદલતાં બદલતાં સાંજ પડી. “હજી સુધી કાંઈ મળ્યું નહિ. આજે શ્રી નક્કી બુરી વલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com