________________
સતી નંદયંતી
ખોટ છે કે આ અવસ્થાએ દેશાવર વેઠવા પડે! પરમાત્માની કૃપાથી લીલાલ્હેર છે તા એ ભાગવા ને મજા કરો. સમુદ્રદત્ત કહે, પિતાજી ! વિચાર કરી. આ ઉંમરમાં જે કાંઇ કરવું હોય તે થઈ શકે. પછી વૃદ્ધાવસ્થામાં શું ખની શકે ? માટે હું તેા પરદેશ જોઈશ ને સાથે પુરૂષા પણ અજમાવીશ. સાગરપાત શેઠને આ એકના એક પુત્ર હતા એટલે જરાપણ પોતાનાથી અળગા થાય તે ઇચ્છતા નહિ. તેણે કહ્યું: બેટા ! મારી આ ઉંમરમાં શું મને છેાડી જવા ઇચ્છે છે ? તારા વિના મારાથી ઘડીશે રહેવાશે ! સમુદ્રદત્ત કહે, પિતાજી !તમારા જોતજોતામાં તેા હું દેશાવર ખેડી પાછા વળીશ. એ દરમ્યાન મન મજબૂત રાખ્યા સિવાય બીજો શુ ઉપાય ! આમ ધણી ધણી ચર્ચા કરી સમુદ્રદત્તે માતાપિતાની રજા મેળવી.
દરિયાઈ જહાજ તૈયાર થવા લાગ્યાં. અંદર મહા માંધાં કરિયાણાં ભરાવા લાગ્યાં. મુદ્ભૂત ના દિવસ નક્કી થયા ને પોતાના સહદેવ નામના મિત્ર સાથે સમુદ્રદત્ત પ્રયાણ કરવા તૈયાર થયા. દૂર દૂરની સક્ર્ં જતા હાવાથી બધા તેને વિદાય આપવા આવ્યા. એક નઃયતી આવી શકી નહિ; કારણકે એ વખતે એ ઋતુમતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com