________________
જીવતા હતા. થોડા વખત પછી તેમના પ્રેમની સાંકળરૂપ એક પુત્ર થયો. એનું નામ પાડયું ઉદયન. અંતઃપુરની બધી સ્ત્રીઓ આ બાળકનું તેજ જેઈ અંજાઈ જવા લાગી ને કહેવા લાગી કે જરૂર આ પુત્ર કાયરના કાળજા થથરાવશે, વિદ્યા ને કળામાં નિપુણ થશે.
: ૩ : એક વખત શતાનિક રાજાએ મૃગાવતી પાસે ચિત્ર જોયું. તેને હાથમાં લીધું તે પોતાની જ મનહર છબી. તે બેઃ મૃગાવતી! આ ચિત્ર તારી પાસે કયાંથી? મૃગાવતી કહે, સ્વામીનાથ! એ ચિત્રે તો મને અને તમને જીવનના સાથી બનાવ્યા. “એટલે થોડા વર્ષ પહેલાં આવેલ પેલ ચિત્રકાર શું તમારી પાસે પણ આવ્યા હતા! રાજાએ જાણવા આતુરતા બતાવી. મૃગાવતી કહે, હા નાથ! તેણેજ આ ચિત્ર દ્વારા આપનાં દર્શન કરાવ્યા. શતાનિક કહે. ત્યારે તે ચિત્રકળા એ અદ્ભુત છે. જેમ મંત્રીઓ, મુસદીયે. લડવૈયાઓ ને ધર્માચાર્યો રાજ્યની શોભા છે તેમ આ ચિત્રકારે પણ રાજ્યની શોભા છે. ચાલે એવા ચિત્રકારોને ઉત્તેજન આપવા એક ચિત્રશાળા કરાવીએ.
તેણે રાજ્યના મહાન શિલ્પીઓને બોલાવ્યા ને ચિત્રશાળાનું સુંદર મકાન ચણાવ્યું. પછી દેશદેશથી કુશળ ચિતારાઓને બોલાવ્યા ને ચિત્ર દોરવાની શરૂઆત કરાવી. ચિત્રકારનું જુથ કામ કરી રહ્યું છે. તેમાં એક ચિતાર પિતાની પીંછીં ને અદ્ભુત કળાની છટાથી જુદેજ તરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com