________________
મૃગાવતી
મહાન વૈશાલિ નગરીની અટારીએ એક રાજકન્યા બેઠી છે. દેવાંગનાને પણ ટપી જાય એવું એનું રૂપ છે. તે કાંઈક વિચાર તરંગે ચડી છે એવામાં એક બહેને આવી કહ્યું: બહેન ! ઓ બહેન ! અહીંઆ બેઠાં શું વિચારમાં પડયા છે? ચાલે, ચાલે, કાંઈક નવીન બતાવું.
“શું છે એવું ?” મૃગાવતીએ ધીમેથી પૂછયું.
કોઈ એક પરદેશી ચિત્રકાર આવ્યું છે. ખુબ સુંદર છબીઓ લાવ્યા છે.”
વાહ! એતો જોવાની બહુ મઝા પડશે” એમ બોલી મૃગાવતી ઉઠી ને બંને જણા ચિત્રકાર પાસે ગયા.
કયાંથી આવે છે ચિત્રકાર?” મૃગાવતીએ રૂપાની ઘંટડી જેવા અવાજે પ્રશ્ન પૂછે.
ધંધાને અંગે ઘણા દેશ ફરી હાલ કેશાબીથી આવું છું. ચિત્રકારે એમ બેલી પોતાની પેટી ઉઘાડી માંહીથી સુંદર ચિત્રો કાઢવાં. આ જુઓ બહેન ! આ ચિત્ર વિત્તભય નગરના મહાન રાજા ઉદાયનનું છે. આ ચિત્ર ચંપાપતિ દધિવાહનનું છે.
અને આ ચિત્ર! વચ્ચે જ મૃગાવતી બોલી ઉઠી. એ ચિત્ર? એ ચિત્ર તે કશાંબીપતિ શતાનિકનું છે. આ ચોથું ચિત્ર અવંતિપતિ ચંડપ્રદ્યતનનું છે. પછીનું આ ચિત્ર કુંડગ્રામના અધિપતિ નંદિવર્ધનનું છે. આ ચિત્ર રાજગૃહીપતિ શ્રેણિકનું છે. આ બીજ પણ ઘણું ચિત્ર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com