________________
દમયંતી મુખ ઉદાસ થઈ ગયાં, ચિન્તામાં દિવસો પસાર કરવા લાગ્યાં. તેવામાં દક્ષિણ રાજાના એક દૂત કામ પ્રસ ંગે કુઢિનપુર આવ્યે. ભીમરથે ઋષિપણુંની ખબર પૂછતાં તેણે જણાવ્યું કે હમણાં એક હૂંડિક નામના કૂબડી ત્યાં આવ્યા છે. તે સર્વ કળામાં પારંગત છે. વળી સૂરજપાક રસાઈ પશુ જાણે છે, ને કહે છે કે હુ નળના રસાઈ હતા.
આ વાત સાંભળી દમયંતીને જેમ પઢચે કે માના ન માના પણ આ નળરાજા હાવા જોઇએ. કારણકે તેમના સિવાય સૂરજ પાક રસાઇ અન્ય કાઇને આવડતી નથી. વળી અમે કોઇ રસાઈઆને તા રાખતાંજ નહાતાં. માટે સંભવ છે કે આ ભેદી પુરૂષ કદાચ નળ હોય.
તુજ ભીમરથે એક કુશળાને ( નાટક કળામાં પ્રવીણ ) તપાસ કરવા માકલ્યા. તેણે ત્યાં જઈ જોયું કે કાં દેવવરૂપી નળરાજા ને કયાં આ કાજળવરણા હુ કિ. એ નળ હાવાને દમયંતીના વ્હેમ તે ખાલી ભ્રમણાજ છે. છતાં પાકી પરીક્ષા કરવાદે. તેણે રાજા દધિપ ની આજ્ઞા લઇ હૂડિકની રૂબરૂ એક નાટક આરંભ્યું:
જાણે નળ ઘેરથી વનમાં ગયા. સતીને એકલી નિરાધાર મૂકીને તે નાસી ગયા. તેને સખાધીને તે ખેલ્યા ક
.
હૈ નિષ્ઠુર નિ ! પ્રિયાને એકલડીમૂકીને નાસી જવાથી તે શું કાર્ય સાધ્યુ ? જગતમાં પાપી ઘણા હોય છે. વળી દ્રાહી પણ ઘણા હાય છે પણ ૨ નિર્ગુણ નળ ! વિશ્વાસે સુતેલી પ્રેમાળ સતીને એકલી મૂકી નાસી જનાર તારા જેવા બીજે કાઈ ન જોયા. ૢ તેને મૂકીને જતાં તારા પગ કેમ ચાલ્યા ? હે સ્વામીદ્રોહી ! શુદ્રોહી ! મિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com