________________
દુનિઆમાં હાંસી થશે. માટે ઉઠ, ઉઠે, કેઈ વીર ઉઠો ને મારું પણ પૂરૂં કરે.
ત્યાં મહાવીર અજુન ઉઠશે. તે ગુરુ દ્રોણને પ્રથમ શિષ્ય હતે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ ને નકુળને તે વહાલે ભાઈ હતું. રાજા પાંડુને પ્યારે પુત્ર ને માતા કુંતીને જાયે હતો. તેણે તે ધનુષ્ય સહેજમાં ઉપાડ્યું ને સાવધાન થઈ ઉપરના નિશાન તરફ બાણ માર્યું. સર્વ સભાજને સ્થિર થઈ ગયા. નિશાન બરાબર તકાયું ને સર્વત્ર જયજયકારના શબ્દ પ્રસરી ગયા.
આનદમાં આવેલી દ્રૌપદીએ અર્જુનના ગળામાં વરમાળા આપી, પણ તે જ ક્ષણે ત્યાં એક ઘણીજ આશ્ચર્ય જનક ઘટના બની.
પાંચાલીએ અર્જુનના ગળામાં આપેલી એકજ વરમાળા પાંચ પાંડના ગળામાં દેખાઈ. સર્વે આશ્ચર્યમાં ગરકાવ થયા, રાજા દ્રુપદ ચિંતામાં પડે કે આ તે શી ઘટના! એક કુલીન કન્યાને પાંચ પાંચ પતિ તે હાય હવે મારે શું કરવું ?
એજ વખતે મંડપના મધ્ય ભાગમાં એક મહાત્મા સર્વની નજરે પડયા. તેમના દિવ્ય તેજથી બધા સભાજને શાંત થઈ ગયા, તે ગંભીર સ્વરે બોલ્યાઃ
સભાજને ! તમારી આગળ કદી ન બને એવે બનાવ બની રહ્યો છે તેથી તમે આશ્ચર્ય પામે છે, પરંતુ પાંચાલીના પૂર્વભવે તેના માટે પાંચ પતિ નિમણ કર્યો છે, તેમાં કઈ ફેરફાર કરનાર નથી. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com