________________
અવલોકિની નામની વિદ્યાને સ્મરી તેણે જાણી લીધું કેસીતાને લેવાને ઉપાય એ છે કે બનાવટી સિંહનાદ કરે. તરતજ લક્ષ્મણજીના સાદે સિંહનાદ કર્યો. રામચંદ્ર એ સાંભળતાંજ બેઠા થઈ ગયા. સીતાજીએ કહ્યું: “મારી દરકાર ન કરશે. જલ્દી જઈને લક્ષમણ ભાઈને મદદ કરે.” રામ લક્ષમણની મદદે ઉપડયા.
અહીં રાવણ સીતાજી આગળ આવ્યો ને બોલ્યઃ “હે સુંદરી! તમે વનમાં ભમવાને લાયક નથી. કયાં રખડુ રામ ને કયાં સુકુમાર તમે? મારી સાથે લંકા ચાલો ને સુખે રહે.”
સીતાજી આ સાંભળી બેલ્યાઃ “અરે પાપી ! આવાં વચને બેલતાં કેમ શરમાતે નથી? શું કાગડે કદી હંસલીની આશા રાખી શકે ખરે? માટે બોલવું બંધ કર ને જે જીવતા રહેવું હોય તે રામ આવે તે પહેલાં પલાયન કરી જા.
રાવણે એક ઝડપ મારી સીતાને પકડી લીધાં ને પિતાના વિમાનમાં બેસાડી લંકા તરફ ચાલ્યો. સીતાજીના કલ્પાંતને પાર રહ્યો નહિ.એ સાંભળી જટાયુ નામને પક્ષીરાજ જે રામસીતાને મિત્ર હોતે સીતાજીની વારે ધાય. પણ દુષ્ટ રાવણે તરવાર વડે તેની પાંખેજ કાપી નાખી. તે નિરુપાય થઈ હેઠે પડે. સીતાજી બેભાન થયા. જ્યારે તે ભાનમાં આવ્યા ત્યારે ફરી રૂદન કરવા લાગ્યા ને પોતાના અલંકારે કાઢીને નીચે ફેંકવા લાગ્યા. રાવણ તેમને ઠેઠ લંકામાં લઈ ગયો ને અશોકવામાં ઉતારી ચારે બાજુ રાક્ષસીએને ચોકી પહેરે મૂકી દીધા.
રામ જલદી લક્ષમણ પાસે પહોંચ્યા તે ખબર પડી કે સિંહનાદ એમણે કર્યો જ નહતે. કાંઈક કપટ થયું એમ જાણી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com