________________
આપે? તે વખતે દૂતે કહ્યું “જનકરાજ ! આમ વિચારમાં પડી નહિ. સીતા શુરવીરની પત્ની થાય તે ઠીક કે કાયરની? ઉત્તમ રાજાની પત્ની થાય તે ઠીક કે સાધારણની? જે રામચંદ્ર આમાંનું એક પણ ધનુષ્ય ઉપાડીને પણ ચડાવશે તે સીતાને એ પરણશે.” જનકરાજે એ સૂચના સ્વીકારી. : ૩ ૪
સ્વયંવર મંડપ રચાઈ ચૂક્યો છે. રાજા તથા વિદ્યાધર પોતપોતાના યોગ્ય સ્થાને બેસી ગયા છે. વચ્ચે એક બેઠક બનાવી તેના પર ધનુષ્ય મૂકેલાં છે. સમય થતાં હાથમાં કુલની માળા લઈ સીતા મંડપમાં આવ્યાં. તેમનું રૂપ જોઈ રાજાઓ ભાન ભૂલવા લાગ્યા. જનકરાજાએ ઉભા થઈને બધાને જણાવ્યું કે જે રાજા આ ધનુષ્ય ઉપાડી તેની પણ ચડાવશે તેને સીતા વરમાળા પહેરાવશે.
સીતાજીના મનમાં અત્યારે કાંઈ કાંઈ થતું હતું શું આવા સુકુમાર રામ આ ધનુષ્ય ઉપાડી શકશે ? નહિ ઉપાડી શકે તે શું થશે ?
એક પછી એક રાજાએ ઉઠયા ને ધનુષ્ય ઉપાડવા પ્રયત્ન કર્યો પણ નિરાશ! તેઓથી જરા પણ ધનુષ્ય ચસક્યું નહિ. બિચારા સીતાજીના હાં સામું જોઈ અફસેસ કરતા પિતાના સ્થાને પાછા ફર્યા. એમ કરતાં રામને વારે આવ્યું. તે તે હસતા મુખડે ધનુષ્યની પાસે જઈ ઉભા. ને જોત જોતામાં બધાંના આશ્ચર્યની વચ્ચે ધનુષ્ય ઉપાડી તેને વાળી દીધું. તે વખતે કડડડ મેટે અવાજ થયે. થોડીવારમાં રામે તેની પણ પણ ચડાવી દીધી. સહ. જોઈ રહ્યા. સીતાએ રામને વરમાળા પહેરાવી.
બીજું ધનુષ્ય લક્ષ્મણજીએ ઉપાડયું ને તેની પણ ચડાવી દીધી. તેમને બીજા રાજાઓએ પોતાની કન્યાઓ આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com