________________
મહાસતી સીતા
'
મંગળ પરના હાથમાં છજા પણ
વિદેશની રાજધાની મિથિલા આજે આનંદસાગરમાં તરતી હતી. ઘેરઘેર ધ્વજાપતાકા ને તેણે બંધાયાં હતાં. સ્ત્રી પુરૂષ મનહર વસ્ત્રાલંકારો પહેરીને રાજમાર્ગ તરફ ધસતા હતા. ચિકાર ભરાઈ ગએલા એ રાજમાર્ગમાં જગા મેળવવી એ આજે નાનીસુની વાત ન હતી. અને બાજુનાં મકાનની બારીઓ તથા છજાં પણ માણસથી ભરાઈ ગયાં હતાં. દરેકના હાથમાં કુલ, કુમકુમ કે એવા જ કાંઈ મંગળ પદાર્થો હતા. દરેકના મુખ સામું જોતાં એમ જણાઈ આવતું હતું કે તેઓ કેઈના આવવાની રાહ જોઈ રહ્યા હતા.
એવામાં લશ્કરી નેબતે ગડગડતી આવી. પછી હાથીઓની હારમાળા શરૂ થઈ. પછી તેજી ઘડાઓ પર સ્વાર થએલા યોદ્ધાઓ પસાર થયા. પછી લશ્કરી રથ આવવા લાગ્યા. એ પસાર થતાં પગપાળા લશ્કર આવ્યું. આમ ચતુર્વિધ સૈન્યની પછી ખુબ શણગારેલા બે હાથી આવ્યા. એકપર મિથિલાપતિ જનક, બીજા ઉપર શત્રુવિન્ધી રામ ને લક્ષમણ લેકેએ એમને જોતાં જ જયનાદ કર્યો. “બર પ્લે છેને હરાવનાર દશરથપુત્ર રામને જય છે. એ જ વખતે ચારે બાજુથી કુલને વરસાદ વરસ્ય.કેઈએ કુમકુમ,ગુલાલ, ને અબીર ઉડાડયાં. એમ કરતાં સ્વારી રાજમહેલની પાસે આવી.
તેના ઝરૂખામાં એક લાવણ્યના ભંડાર સમી સુકુમાર બાબા પડી હતી. પાસે સરખી સાહેલીઓની જોડ હતી. દશરથ પુત્ર રામને જોઈ તેનાં નેત્રે સ્થિર થયાં, મન ચંચળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com