________________
મણ અગર, ૩ શેર કપુર, ૨ શેર કસ્તુરી, ૩ શેર કેશર ને પ શેર ચુઓ નાંખવામાં આવ્યા. અગ્નિએ ગુરુના શરીરની જગ્યાએ ભસ્મ રહેવા દીધી. એ જગાની આસપાસની ૨૨ વીઘા જમીન શહેનશાહે શ્રાવકેને આપી દીધી.
સૂરિજીએ પિતાની જીંદગીમાં કેટલી તપસ્યાઓ કરી ? ૮૧ અઠ્ઠમ, ૨૨૫ છઠ્ઠ, ૩૬૦૦ ઉપવાસ, ૨૦૦૦ આયંબિલ, ને બે હજાર નિવી. આ સિવાય તેમણે વિસસ્થાનકની વસવાર આરાધના કરી હતી જેમાં ચાર આયંબિલ અને ચાર ચોથ કર્યા હતા. ત્રણ મહિના ઉપવાસ, આયંબિલ, નવી અને એકાસણું આદિમાંજ વ્યતિત કર્યા હતા. જ્ઞાનની આરાધના માટે ૨૨ મહિના સુધી તપસ્યા કરી હતી. ગુરુ તપમાં પણ તેમણે ૧૩ મહીના છઠ્ઠ, અઠ્ઠમ, ઉપવાસ, આયંબિલ, અને નવી આદિમાંજ વ્યતિત કર્યા હતા. એવી જ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનાનું અગિયાર મહીનાનું અને ૧૨ પ્રતિમાનું પણ તપ કર્યું હતું.
અહા! આવા તપસ્વી, ત્યાગી, જ્ઞાની, ઉપદેશક, સમયના જાણ આચાર્યનું આપણે કેટલું વર્ણન કરીએ? જૈન સમાજ આ મહા પુરુષના જીવનને સમજે છે જેના સમાજનું ઉજજવલ ભાવિ દૂર નથી.
ઈલુરાનાં ગુફામંદિરે જગત ભરનાં આ અદ્વિતીય ગુફામંદિરને, તથા હૈદ્ધ, શૈવ અને જેનેના ઈતિહાસ તથા મૂર્તિવિધાનને પૂરેપૂરે ખ્યાલ આપતું સચિવ પુસ્તક આજ લેખકના હાથે લખાઈ બહાર પડયું છે. પ્રસ્તાવના લેખક શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા આઈ. સી. એસ. કિસ્મત આઠ આના. જરૂર મંગાવીને વાંચે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com