________________
ત્યાં વાદવિવાદમાં વિજય મેળવી પિતાનું નામ પ્રસિદ્ધ કરતો હતે. એ વર્ધનકુંજરને ધર્મરાજાની સાથે સમા ગમ થયો. '
ધર્મરાજાને વર્ધનકુંજર જેવા પ્રખર વક્તા મળ્યા એથી આમરાજાને વાગ્યુદ્ધ કરવાનું આમંત્રણ મોકલ્યું, અને તેમાં શરત મૂકી કે જે યુદ્ધમાં હારે તેણે પિતાનું રાજ્ય આપી દેવું. ધર્મરાજાના દૂતે આમરાજાની સભામાં આવીને આમંત્રણ આપ્યું. આમરાજાએ તે ખુશીથી સ્વીકાર્યું.
બંને રાજા પિત પિતાના સિમાડે વાદીઓને લઈને આવ્યા ને વાદવિવાદ શરૂ થયે. છ માસ સુધી એ વાદવિવાદ ચાલ્યું. તેમાં બપ્પભટ્ટીજી જીત્યા. તેથી એમને વાદી કુંજરકેસરીનું બિરદ આપવામાં આવ્યું. સુરિજીના જીતવાથી ધમરાજ રાજ્ય હારી ગયા. સઘળું રાજ્ય આમરાજાને હવાલે કર્યું. કેવળ પહેરેલાં વસ્ત્રો તેના શરીર પર રહ્યાં. તે નિરાશ થઈ વન તરફ ચાલ્યા. તેની પ્રજાથી આ જોયું ન ગયું. સૂરિજીએ પણ સમય જોઈ કહ્યું : ધર્મરાજ ! ધર્મરાજે પાછું વાળીને જોયું. સૂરિજીએ પ્રશ્ન કર્યો : તમે કયાં જશે ? ધર્મરાજ કહે કે મારું ભાગ્ય લઈ જશે ત્યાં. સૂરિજીએ કહ્યું : સબુર ! આમરાજા! એમનું રાજ્ય પાછું આપો ને સદાના સાચા મિત્ર થાવ. સાચા જેનનું હદય કેવું હોય છે તેની પિછાન કરાવે. એથી એમની કકળતી પ્રજા પણ સંતોષ પામશે. આમરાજાએ ગુરુનું વચન માન્ય રાખી રાજ્ય પાછું આપ્યું ને વધારામાં બીજી પણ ભેટ આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com