________________
૩૮
ભરત બાહુબલિ “ધરતી માતા માગ આપ, પાતાળ તારું પેટ ઉઘાડ, તારા, ઉદરમાં જગ્યા દે. આખી દુનિયાને હરાવી એક જણેથી હું હાર્યો ! જીવવા કરતાં મરવું ભલું.”
બાહુબલિ કહે, ફરી લડીએ.એક વખત હાર ખાવાથી શું ? એક વખત તો બધાય હારે. એતો અમાત કહેવાય.
ભરતને શું બોલવું તે સૂઝે નહિં. પણ આવેલ જીતવા તે હારીને શે જવાય? આબરૂના કાંકરા થાય. કીર્તિ બધી ધૂળ થાય. ભરત બોલ્યોઃ હા ભાઈ ! ફરી લડીએ. એક વખતમાં હાર્યા શું ? એક વખતમાં જીત્યા શું? આ વખતે નાયુદ્ધ કરીએ.
બાહુબલિ કહે, ખરું ભાઈ, પહેલે નાદ તમે કરો.
નાદ એટલે અવાજનાદ એટલે હકારે. ભરતે હેકારો કર્યો. જાણે મોટે મેઘ ગાજે. બાર મેઘ સાથે ગાયા. આકાશમાં પડઘા પડયા. કાન બહેર મારી ગયા.
બીજો નાદ બાહુબલિએ કર્યો. તીણી એવી ચીસ પાડી. ધરતી તે ધ્રુજી ઉઠી. દશ દિWાળે ડોલી ઉઠયાશૂરવીરના યે હાંજા ગગયા. બળીઓ બંધવ બાહુબલિ. બળીઓ એને હેકારે.
ભરત આ વખતે કે હાર્યો. ભરત હવે ચીડાયે. ભરત હવે ખીજાય. રગે રગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com