________________
ભરત માહુબલિ
ખાહુબલિને આથી વિયાર થયા ભરતને મોટાભાઈ ! આપણે માટે લોહીની તેા નીકા વહે. લાહીની
આ
ખરાબ !
લાવીએ.
૩૭
એટલે તરત કહ્યું બધા કપાઈ મરે. નદીઓ વહે. કેટલુ
ચાલે આપણે બેજ લડીએ. ટંટાના નિકાલ
ભરત કહે, સાચી વાત. વિચાર બહુ સુંદર છે. આપણે બેજ લડીએ.
થયા તૈયાર. કચ્છ લગાવ્યા તે માંયા ચઢાવી. બન્ને કહે, પહેલુ કરીએ દષ્ટિયુદ્ધ. દૃષ્ટિયુદ્ધમાં આંખ મીંચાય નહિ ને મીટ મરાય નહિ. ટગર ટગર જોવાનું. પહેલી આંખ મીંચે તે હારે.
દૃષ્ટિયુદ્ધ શરૂ થયું. આંખો ફાડી ઉભા રહ્યા. ન હાલે કે ન ચાલે.
બહુ બહુ વાર થઈ. આંખા જરા ઝીણી થઇ. આંખા જરા ભીની થઈ. ટપ ટપ પાણી ટપક્યું. તેય કાઇ મીંચે નહિં. હાર કાઈ ખમે નહિં
લાલચોળ આંખો થઇ. ફાટુ ફાટુ આંખો થઇ. ડાળા જાણે નીકળી પડશે. લાહીનાં જાણે ઝરણાં વહેશે.
ભરત રાજા પહેલાં થાક્યા. તેમની આંખ ઝંખવાણી તેમની આંખ મીંચાણી. બાહુબલિ જી.
ભરત ખૂબ શરમાયા. કેટલી બધી નામેાશી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com