________________
મહામંત્રી ઉદાયન લાછી આગ્રહ કરતી જાય. ઉદાયન જમતો જાય. થોડીવારે જમી ઉઠ. લાડીએ મુખવાસ આપે.
પછી થોડા પૈસા આપ્યા ને ઉદાયને દુકાન માંડી. ઉંચા બરને માલ રાખે. જાતજાતને માલ રાખે ભાતભાતને માલ રાખે. એછે નફે વેપાર કરે. ઘરાકી તો વધવા માંડી. તે કોઈને ઓછું આપે નહિ. વત્ત કેઈનું લે નહિ. એને એક નિયમ કે રોકડા પૈસા લેવા ને ઉધાર ધંધે કરો નહિ.
સારા પિસા કમાય એટલે ઉદાયને વિચાર કર્યો માટીનું આ ઘર છે. એને ફરી બંધાવીએ. ઈંટોથી ને
ચુનાથી.
સારાસારા સુથાર બોલાવ્યા. કારીગર કડીયા તેડાવ્યા. કેટકેટલા મજુર આવ્યા. જુનું ઘર ભેદવા માંડયું. કેડ જેટલું દયું કે મહીંથી ચરૂ નીકળે. સોનામહોરથી ભરેલ.
ઉદાયન કહે, લાછી બહેન ! અહિંયાં આવો. ભેંયમાંથી ભંડાર નીકળ્યો છે. આ ઘર તમારૂં. ભંડાર પણ તમારે. તમે એને લઈ જાવ.
લાછી કહે, મારું ઘર તે તારૂં ઘર. એ ભંડાર તારે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com