________________
મહામંત્રી ઉદાયન
૯૭ એમાં વળી પાડ શાને ? મારે નથી પુત્ર કે મારે નથી પુત્રી. તું મારે દીકર. તું મારે દેવને દીધેલ. ચાલ, મારે ઘેર ચાલ.
ઉદે ચાલ્યું. લાછી સાથે જતાં જતાં મનમાં બેલ્યા ઉદા ! ઉદા! ભાગ્ય તારું મોટું છે. નસીબ તેજ જણાય છે કે શરૂઆતમાંજ સારા માણસને સંબંધ થયે. સારી જેની શરૂઆત, છેવટ તેનું બહુ સારું.
લાછીબાઈનું ઘર આવ્યું. બહુ નહિ મેટું, બહુ નહિ. નાનું માટીથી બાંધેલું છે. વાળેલું ને મુડેલું. સાસુ કરેલું. એને મોટો ચોક છે. ગંદકીનું તો નામ નહિ. ચોક ચેઓ ચંદન જે.
ઉદાયન તો ઘરમાં આવ્યું. રહેજવાર આરામ લીધે. લાડીએ દાતણપાણી આપ્યાં. ન્હાવા માટે જળ આપ્યું. પહેરવા પીતાંબર આપ્યું. ઓઢવા ઉત્તરાસન આપ્યું. પૂજાનો પૂજાપ દીધો. કરીમાં કેસર દીધું. મધમધતું અત્તર દીધું. ફરમવાળાં ફુલ દીધાં. ધુપ દીધે. દીપક દીધો. ફળ ને નૈવેદ્ય દીધાં. ઉદાયના આ મંદિરે. પ્રેમપૂર્વક જિનેશ્વરની પૂજા કીધી. રૂડી રીતે પૂજા કરી પાછો આવે.
ઉદાયન જમવા બેઠા. ભાતભાતનાં ભેજન પીરસ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com