________________
મહામંત્રી ઉદાયન
લાછી બહુ હેતાળ છે. સ્વભાવ બહુ સારા છે. ધીમે રહીને પૂછ્યું: પરદેશી જેવા લાગેા છે. શાં તમારાં નામ ? કીયાં તમારાં ગામ ?
ઉદાયન—મારૂ નામ ઉદ્દાયન. મારવાડથી
આવુ છું.
લાછી કહે, શા કામે આવ્યા છે ? કાને ત્યાં ઉતર્યા છે ?
ઉદાયન કહે, આવ્યો છું કમાવા. નથી કાઈને ઓળખતા નથી કાઈને પારખતા. નથી કાઇ સગા કે નથી કાઇ સખંધી. જે મ્હને મ્હાંતરે તેને હું મ્હેમાન.
લાછી કહે, તે મારે ઘેર આવે. મારે ત્યાં રહેા. વાણીયાના છેરૂ છે. પા ધાપા કરજો. બે પૈસા કમાશે.
ઉદાયન કહે, લાછી વ્હેન ! લાછી વ્હેન ! તમે મારે મા જેવા. તમે મારે દેવ જેવા. હું અજાણ્યો માણસ છું. હું ગરીબ માણસ છું. તેાયે તમે આશ્રય આપ્યા. તમારા માટા પાડે.
લાછી કહે,એવા શબ્દો ના લે. અતિથિને ઉતારા દેવા, અતિથિને ભાજન દેવું એ અમારી ફરજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com