________________
છે? એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. દમાં બધા સ્વને હોય છે. આથી એક સ્વપ્નને જ નિર્દેશ કરીને, લેખક મહાશય ત્રિશલા માતાનું મહત્ત્વ ઘટાડતા નથી?
લેખકે પોતાના માનેલ સંપ્રતિ રાજાએ ખડક લેખે ઊભા કર્યા છે અને તેમાં હાથીઓ કેતરાવ્યા છે, એવું મંતવ્ય વ્યક્ત કર્યું છે. આ મંતવ્ય જરાયે સત્ય નથી. મહારાજા અશકે પણ ગિરનાર, ધૌલી અને કાલ્સી એ ત્રણ સ્થળેએ જ હાથીઓ કેતરાવ્યા છે. આમાંથી ગિરનારના લેખવાળે (લેખ પાસે કોતરેલો) હાથી લુપ્તપ્રાય થઈ ગયે છે (જુઓ રાધાકુમુદ મુકરજી કૃત અશોક, પૃ. ૧૭૦ ).
“ શ્વેત સંબંધી લેખકનાં મંતવ્ય જનતાને કેવાં અવળે રસ્તે લઈ જનારાં, વિદ્વાનને કેવાં અપમાનજનક અને જગની કેવી પ્રતારણા કરનારાં છે?
સંપ્રતિનાં વત લેખકે આઠમા ખડક લેખ ઉપરથી, સંપ્રતિ મહારાજાને ઉદેશીને કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે. આમાંને એક મુ સંપ્રતિ મહારાજાએ લીધેલાં વ્રત સંબંધી છે.
લેખકે સંપ્રતિ મહારાજાએ રાજ્યાભિષેક બાદ, નવમાં વર્ષે આઠ વ્રત લીધાનું લેખન કરેલ છે એમ કહ્યું છે. સંપ્રતિ મહારાજાએ રાજ્યાભિષેક પછી ૧૦ મે વરસે વ્રતે લીધાં હતાં એમ પણ લેખક માને છે. આ રીતે સંપ્રતિ મહારાજાએ, પિતાને રાજ્યાભિષેક થયા બાદ, કેટલામે વર્ષે તે લીધાં હતાં તેની લેખકને પૂરેપૂરી ખાત્રી નથી એ નિર્વિવાદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com