________________
મહારાજાની ધર્મ-ધગશ અત્યંત તીવ્ર હતી. આથી તેમણે ધર્મપ્રચારનું વ્યાપક કાર્ય પિતાનાં શાસન દરમિયાન નિરાડંબરપણે કર્યા કર્યું હતું, જેને પરિણામે જૈનધર્મને વિજય-ધવજ અનેક ક્ષેત્રમાં ફરક હતે.
સમ્રા ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસાર હતા. બિંદુસારના પુત્ર અશક હતા જે બૌદ્ધ સમ્રા તરીકે અદ્યાપિ જગમશહુર છે. સમ્રા સંપ્રતિ અશોકના પુત્ર કુણાલના પુત્ર હતા. તેમણે આર્યસુહસ્તી પાસેથી જૈનધર્મ ગ્રહણ કર્યો હતે અને એ ધર્મ ગ્રહણ કર્યા પછી, તેમણે તેનું આજીવન હાદિક પાલન કર્યું હતું. તેમનું અનુકરણ કરીને, કેટલાક ખંડીયા રાજાઓ તેમ જ લાખે અજૈનેએ પણ જૈનધર્મ અંગીકાર કર્યો હતે.
મહારાજા સંપ્રતિએ જૈન ધર્મના પ્રચાર માટે જે જે પ્રયત્ન કર્યા હતા તે તે પ્રયત્નો પ્રાયઃ સફલ થયા હતા. તેમને કીર્તિ કે માનની કશીયે સ્પૃહા ન હતી. તેઓ સર્વ કાર્યો પિતાનું કર્તવ્ય સમજીને જ કરતા હતા. શિલાલેખેની તેમને શી જરૂર હતી? આવા સુપ્રસિદ્ધ અને ખરેખર મહાન જૈન સમ્રાટુ માટે આજે પણ પ્રત્યેક જૈન નૈસર્ગિક રીતે હાર્દિકે પૂજ્યભાવ ધરાવે છે એ સર્વથા યુક્ત છે.
આધુનિક સમર્થ વિદ્વાને પણ સંપ્રતિ મહારાજાને એક મહાન વ્યક્તિ અને સમર્થ સમ્રાટ તરીકે માન્ય કરવા લાગ્યા છે એ મહારાજા સંપ્રતિની મહત્તા સંબંધી, નિરાબાધ સાક્ષીરૂપ છે, ભારતીય સુપ્રસિદ્ધ વિદ્વાન પ્રત્નતત્ત્વવિશારદ શ્રી કાશીપ્રસાદ
Shree Sudharmswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com.