SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. સુધાબિંદુ ૧ લું. રહે એમાં શું યુક્તિવિરૂદ્ધ લાગે છે? અરૂપીને જગ્યાજ કયાં રોકવાની છે કે જેથી એના માટે સ્થાનની કે જગ્યાની મારામારી હોય ! સમજેકે–એક માણસે પિતાના લલાટમાં સુંદર કેશરી આ રંગને આકર્ષક ચાંદલો કર્યો છે. એ એક સભામાં પ્રવેશ કરે છે. સભામાં એક -બે-ચાર નહિ પણ સેંકડે માણસો બેઠા છે. એ બધા માણસની દષ્ટિ એ એકલા માણસના એકજ ચાંદલા તરફ આકર્ષાય છે. દરેક એના ચાંદલા તરફ તાકીને જુએ છે. ! ભલા આ એકજ ચાંલ્લા ઉપર ચૂંટેલી અનેક દષ્ટિઓ શું આપસમાં લડશે ખરીકે ? અથવા તો એ એક ચાંદલા ઉપર અનેક દષ્ટિએ નથી પડી શકતી એમ કોઈ પણ બુદ્ધિશાળી માનવી કહી શકશે ખરો કે ? નહિ! કારણકે દષ્ટિને પડવાને માટે અમુક જગ્યા રોકવાની જરૂર હતી જ નથી. એ જ પ્રમાણે એકજ દીવાદાંડીમાં સળગતે એકજ દીવે-હજારે માણસની દૃષ્ટિને વિષય બને છે છતાં એમાં કોઈને કંઈ પણ અજુગતું કે નહિ બનવા જેવું નથી લાગતું! જ્યારે આપણુ દેનિક વ્યવહારના આવા સાધારણ દાખલાઓમાં પણ એકમાં અનેક રહેવાની વાત સ્વીકારવા આપણે તૈયાર છીએ તે એકજ દેખાતા શરીરમાં અનંત જી રહે એ શાસ્ત્રકાર મહારાજના સૂક્ષ્મ અતિસૂક્ષ્મ સિદ્ધાંતને ઇન્કાર આપણે કઈ બુદ્ધિથી કરી શકીએ ? એક સોયની અણુ ઉપર લાખ દીવાઓને પ્રકાશ રહે તે આપણને હરકત નથી તો એક શરીરમાં અનંત જ રહે તે શી હરકત? બાકી તે વસ્તુ કદી પણ આપણુ અત્યારના મર્યાદિત જ્ઞાન માટે પ્રત્યક્ષ નજ થઈ શકે ? એ તે સર્વજ્ઞ ભગવાનની અમર્યાદિત જ્ઞાનશકિત જ એનું સત્ય પ્રત્યક્ષ સમજી શકે. આપણે તે માત્ર એ પરમ જ્ઞાનવાનું મહાપ્રભુના વચન ઉપરજ શ્રદ્ધા રાખવી જોઈએ અને આપણું આ લુલી દલાલજીભ ઉપર કાબુ મેળવા જોઈએ. જીભ-દલાલણ. આ આપણી જીભ તે દલાલણ છે, એ અનાજ અને પેટના સોદામાં હંમેશાં પિતાની દલાલી પેદા કરવા માટે તૈયાર રહે છે. પેટ એ ખરીદનાર છે અને અનાજ એ વેચનાર છે અને આ જીમ વચમાં દલાલુ કરે છે. પેટ બીચારૂં ગમે તે વસ્તુ સ્વીકારીને શરીરને નિર્વાહ કરવા તૈયાર હોય છે. છતાં આ જીભ તો હમેશાં પિતાની દલાલીનો વિચાર કરે છે અને પિતાને જેમાં વધારે દલાલી મળતી હોય તેવું ખાણું પિટમાં નાખે છે અને જીભની દલાલી તે તેની સ્વાદવૃત્તિનું પિોષણ ! જેમ વધુ સ્વાદિષ્ટ માલ મળે તેમ જીભને વધુ આનંદ આવે ! અને એ આનંદ મેળવવા માટે એ ગમે તે આહાર પિટમાં નાખવા તૈયાર રહે છે. પછી એનું પરિણામ શરીર માટે કે આત્મા માટે ગમે તેવું આવે તેની એને પરવાજ નથી હોતી ! આપણે બધા ઓછા વધતા પ્રમાણમાં એ દલાલણના પંજામાં સપડાયેલા છીએ અને તેથી જ તેટલા અંશે આત્માના પતનને નેતરીએ છીએ. એટલે જે આપણે બરાબર બચવું હોય તે ધીરે ધીરે એ જીભ ઉપર કાબુ મેળવા જ જોઈએ. જેથી અનંતકાયમાં જીવ ક્યાં છે એ વિગેરે મિથ્યા પ્રવાદે કરતા અટકી શકીએ. મહાનુભાવો ! એ તમારા પેટપેષણના વેપારમાં એ દલાલણ કહેવા માંડે એમ કરવા લાગશે તે તમારી કેવી કફોડી સ્થિતિ થશે એ કહેવું અશકય છે. આપણા સંસારવ્યવહારના વેપારના કાર્યમાં પણ આપણે કદી એકલા દલાલના મેળામાંજ આપણું માથું મૂકીને-આપણે તમામ વ્યાપાર એનીજ સલાહ ઉપર કરવાની ભૂલ નથી કરતા! તે પછી જેને સંબંધ શરીર અને આત્માની સાથે બહુજ ગાઢ છે તેવા વેપારમાં કેવળ દલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy