SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ચ્યાન'ઃસુધાસિ . (૨૩૮) સુધાબિંદુ ૧ હું, સુનીતિસવ નના કાયદાએ ન રૂચે અને તે માણુસ એમ કહે કે આ કાયદાએ મને રૂચતા નથી, અથવા તે મને પૂછીને ઘડાયા નથી અથવા તે કાયદાએ તૈયાર કરવામાં મારા મત લેવાયે નથી માટે હું તે। એવા સઘળા કાયદા સાથે કડકમાં કડક પ્રકારના અસહકાર કરૂ છું! તે મહાનુભાવ! હું તમાને પૂછુંછું કે એવા અસહકારના શે અ છે, અથવા તેવા અસહકારને શા માટે મહત્વ પણ આવુ જોઇએ ? આવા અસહકારની સત્યની દૃષ્ટિએ લેશ માત્ર પશુ કિંમત નથીજ અથવા ન્યાયની દૃષ્ટિએ એવા અસહકારનું કાંઇપણ મૂલ્ય લેખાવા પામતુંજ નથી. સમાજ, ધર્મશાસ્ત્ર અથવા વ્યવહાર સઘળા આ ખામતમાં પૂણું`રીતે મળતાજ થશે. હવે કાઈ એવા પ્રશ્ન ઉભું કરશે કે કાયદો અથવા ધારાધારણા સત્ય અને ન્યાયની ભૂમિકા ઉપરજ હાવા જોઇએ. એ વાત સાચી છે પરંતુ તે કાયદાને અત:કરણે માન્ય રાખવેાજ જોઈમ, અંતઃકરણુ અથવા તેા સુધારાવાદીએ જેને માટે એક નવાજ શબ્દ વાપરે છે તે “ આત્માને અવાજ ” જે કાયદાને કબુલ રાખે છે તેજ કાયદો એ કાયદો છે અને તેજ કાયદો માન્ય રાખવા જગત ખંધાએલું છે આવી વિચારસરણીવાળા પોતાના વિચારાના ટેકામાં જે દલીલ રજુ કરે છે તે તપાસીએ. તેના કથનની અવાસ્તવિકતાજ તેમના સિદ્ધાંતની અવાસ્તવિક્તાનેા ખ્યાલ આપશે. આત્માના અવાજનું ઢાંગ. આવી દલીલ કરનારાઓ કહે છે કે અંત:કરણ એ બહુજ પવિત્ર વસ્તુ છે. સાચાનું સ`ગાથી છે અને તે કદી જીડાણાને ટૂંકા આપતુંજ નથી એટલેજ હરકાઇ કાયદાને અત:કરણની કસેાટી ઉપર ઘસી જોવા જોઈએ અને એ કસેાટી વડે જે કાયદેા સિદ્ધ થાય તેનેજ કાયદા તરીકે માનવા યુક્ત છે. આવા વ વધુમાં એમ જણાવે છે કે ચાર ચારી કરે છે, ખાતર પાડે છે, પરંતુ ખાતર પાડતી વખતે, ચારી કરતી વખતે, ધાડ પાડતી વખતે તે આજુબાજુએ જુએ છે કે રખેને કાઇ મને ચારી કરતાં જોતું તેા નથી ! આ તેની સઘળી ચેષ્ટા ઉપરથી સિદ્ધ થાય છે કે ચાર ચારી કરે છે તે છતાં તેના અંતરાત્મા તેનું અંત:કરણ તે એમજ કહી રહ્યું છે કે ચારી કરવી એ પાપ છે ! જો માણુસનુ અત:કરણુજ એમ જાણતું હેય કે ચારી કરવી એજ સારૂં કાર્ય છે તે ચારી કરતી વખતે ચારી કરનારા પેાતાને ખીજુ કાઈ જોતું તે નથીને એ સ`ખ'ધીની જે તકેદારી રાખે છે તેવી તકેદારી રાખતજ નહિ ! ઠીક ! વળી તેઓ એજ વિચારસરણીએ આગળ વધીને હિંસાને અંગે પણ એમ જણાવે છે કે એક માણુસ મજા માણસને મારવા જાય છે તેપણ તેવે સમયે સુદ્ધાં આક્રમણુ કરનારા મચાવના સાધન રાખે છે. આક્રમણકારી પોતે પણ અચાવના સાધને રાખે છે તે ઉપરથી પણ એજ વસ્તુ સિદ્ધ થાય છે કે હિંસા કરનારા માણુસ પણ અહિંસા સારી છે એ વાતને તે। સદા સવથા માન્ય રાખેજ છે. અ'ત:કરણ વિરાધી કાયદાઓ. આ સઘળા ઉદાહરણા ઉપરથી આ લોકો શું કહેવા માગે છે તે જુઓ : તેમનું કથન એટલું જ છે કે અંતરાત્મા અથવા તેા 'ત:કરણ એ ઘણીજ પ્રમાણભૂત અને પવિત્ર વસ્તુ છે અને મનુષ્ય પાતે સ્વહસ્તે ગમે તેવા દુષ્કાર્યાં, મહાપાપા, પ્રચંડ અનાચાર, વિવિધ વિષયવાસનાઓને પુરી કરતે હાવાં છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy