________________
આનંદ-સુધાસિંધુ.
(૨૩૭)
સુષાબિંદુ ૧ હે સામ્રાજ્યને ત્યાગ કરીને ચાલ્યા જનારના શીર ઉપરજ એવી કોઈપણ જાતની જવાબદારી રહેતી નથી. મનુષ્ય પોતે સામ્રાજ્યની અંદર જ રહે, પોતે સામ્રાજ્યને શહેરી હેવા માટે અભિમાન લે, અમુક સામ્રાજ્યનો પિતે શહેરી છે એમાં ગૌરવ માનીને એ ગૌરવથી પિતાને ઓળખાવે અને છતાં સામ્રાજ્યના કાયદાને બાપોકાર વિરોધ કરે, તે આવા માણસને તે બળવાખોર સિવાય બીજા કશાની પણ ઉપમા આપીજ ન શકાય. કાયદો અને વ્યવહાર પણ એવા માણસને બળવાખોરજ કહે છે.
એજ સ્થિતિ જેનશાસનરૂપી મહાસામ્રાજ્યમાં રહેનારા બળવારેની પણ છે. જે પોતાની જાતને જેન તરીકે ઓળખાવે છે, જેન હેવામાં જે ગૌરવ માને છે, શ્રી જિનેશ્વર ભગવાનનું શાસન પિતાને મળવા માટે જે આત્મા અભિમાન ધરાવે છે અને જે જેનત્વને માટે પિતાને પ્રેમ છે એવું જણાવે છે તેવાઓએ તો જૈનશાસનરૂપી મહાસામ્રાજ્યના સઘળા કાયદાકાનુનેને માને જ છૂટકે છે અને જે પિતાને જેન તરીકે જાહેર કર્યા છતાં પણ શ્રીમાન જિનપરમાત્માના મહા શાસનના કાયદાઓ માનવાની ના પાડે છે તેઓ કાંઈ પણ શંકા વિના બેશક બળવાખોર છે એ સ્પષ્ટ છે. આ સ્થાને બળવાખોર શબ્દજ વ્યાજબી હેઈ, તેના વપરાશમાં લેશ માત્ર પણ અતિશકિત જેવું નથી ! કાયદાઓ એકજ ભૂમિકાએ રચાય છે. હવે કોઈ એવી દલીલ કરશે કે મહાસામ્રાજ્યમાં
રહેવું એટલે સામ્રાજ્યના કાયદા માનવાજ જોઈએ એ વાત વાસ્તવિક છે પરંતુ જે કાયદાઓ અન્યાયી છે, અયોગ્ય છે અથવા અમોને રૂચે એવા નથી તેવા કાયદાઓને માનવાને માટે અમે બધાએલા નથી. કાયદાના સંબંધમાં આવી માન્યતા રાખવી એ વ્યવહાર અને તત્વજ્ઞાન બંનેથી ઉલટું છે. કાયદા અમુક વ્યક્તિ અથવા અમુક ટેળાનું માનસ કેવું છે તે જોઈને ઘડાતા નથી. કોઈ ગામમાં પાંચ કળીઓનીજ વસ્તી હોય અને તેમાંના ત્રણ કેળીઓ ચેરીથીજ પિતાની જિંદગી પુરી કરતા હોય તેથી કાંઈ આ ટેળાની દ્રષ્ટિએ ગુજરાન કરવા માટે ચેરીને ધંધે કર્તવ્ય છે એવું ઠરાવી શકાતું જ નથી.
1 . જેમણે આખી જિંદગી ચેરીમાં જ ગાળી છે તેવા લોકોને શરાફીના કાયદા ખચે છે જમીન ગણેતે ખેડવી છે, પાક નિપજાવવો છે, પરંતુ પાક ઉતારી લીધા પછી જેની દાનત ગણત ભરવાનીજ નથી તેવા સઘળાઓને દિવાની કેટે ૫ણ ખૂચે છે, પરંતુ એવા સંગેને લઈને કાંઈ શરાઝીના ધારાઓ અને દિવાની કેટેને આપણે સળગાવી મૂકતા નથી. અર્થાત્ જે ધારાઓ રચાય છે, પછી તે ધારાઓ તત્વજ્ઞાનના હોય, સામ્રાજ્યના હોય કે ધાર્મિક ક્ષેત્રના હોય, તે પણ તે સવળા સત્ય અને ન્યાયની ભૂમિકા ઉપરજ રચાય છે એ ભૂલી જવાની જરૂર નથી ! નિષ્ફળ અસહકાર: આત્માને અવાજ! જે માણસને શરાબ પ્રિય છે, જેમને જુગાર
પ્રિય છે, જેમને વ્યભિચાર પ્રિય છે એવા માણસને દુર્વ્યસનનિષેધના જે જે કાયદાઓ હેય તે સઘળા રૂચવાનાજ નથી ! આવા માણસને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com