SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ trengt% સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન r ea અર્થાત્ ઃ (હે પ્રભુ), ઉપયોગપૂર્વક ચાલવું, ઉપયોગપૂર્વક ઊભા રહેવું, બેસવું, સૂવું, ભોજન કરવું, ભાષણ કરવું, જેથી પાપકર્મનો બંધ ન થાય. જૈન ધર્મમાં કહેવી ‘ઉપયોગ’ની વાત વિશિષ્ટ અર્થની ઘાતક છે. અહીં ‘ઉપયોગ’ એટલે વાપરવું નહીં પણ ‘વિવેકપૂર્વક' યોગ કરવો. આ ગુણવ્રતો પણ મનુષ્યને વિચાર કરતા કરે છે, મનને ‘વિવેક'માં ઢાળે છે, અનર્થ-નિરર્થક પ્રવૃત્તિઓ પર દંડ (અંકુશ) મૂકે છે, તેથી આપોઆપ ભોગવાદની વકરેલી સમસાયા પર લગામ લાગી જાય છે. ચાર શિક્ષાવ્રત આ વ્રતો પર કલગી સમાન છે. ૧. સામાયિક વ્રતઃ “સંવર’ તત્ત્વ ધર્મનું આરાધન તે સામાયિક વ્રત. ૨. દેશાવગાસિક વ્રત : સંસારના આરંભ-સમારંભથી અલિપ્ત જીવન. ૩. પૌષધોપવાસ વ્રતઃ સંસારની નિવૃત્તિ, ધર્મની પ્રવૃત્તિ, છએ કાયના જીવોને ૧ દિવસનું અભયદાન અપાવે તે પૌષધ. ૪. અતિથિ સંવિભાગ વ્રતઃ તપ, વિરતિ, દાન, શીલધર્મનું આરાધન અને શુદ્ધતાથી પ્રાપ્ત કરેલ ધનને દાનમાં વાપરવું. આ બાર વ્રતમાંથી એકાદ વ્રતને પણ દિલથી જીવનમાં પાળીએ તો જીવનની દિશા બદલાઈ જાય છે, એટલું જ નહીં તેની ઘણી વ્યાપક અસર આજુબાજુના પરિસર પર પણ પડે છે. વ્રત એટલે સંસ્કાર, સંસ્કારનું પાલન મનુષ્ય બહિર્મુખતા ઓછી કરે અને અંતર્મુખતા વધારે છે. અણુવ્રતથી જીવદયાનું પાલન, ગુણવ્રતથી ભોગવટાની વ્યાપકતાને નાની બનાવી અને શિક્ષાવ્રતતી ચંચળ મનને વશ કરી ઘડી બે ઘડી સમતાના ઘરમાં રહેવાની ટેવ પડી. ધર્મમાં વ્રતોનું પાલન મુક્તિ મેળવવા માટે કરાય છે, પણ તે પહેલાં ધર્મનાં વ્રતોની સમજ મનુષ્યના મનને કેળવે છે, તેના વિચારોને પુખ્ત કરે છે, વિવેક દષ્ટિને દઢ બનાવે છે, જે બની રહ્યું છે અને જે બનવું જોઈએ - તે વચ્ચેના અંતરને ઘટાડે છે. ખેતરને વાડ બાંધવામાં આવે, વાહનમાં બ્રેક લગાડવામાં આવે છે, ઘરને બારી-બારણાં લગાડવામાં આવે છે. તેવી જ રીતે જીવનની સુરક્ષા રૂપી વાડ એટલે વ્રત. આ સંસારમાં જે કાંઈ છે તે ભોગવવા મળે તો જ આત્મા તૃપ્ત તાય! કાયાની માયાએ આત્યાનો પ્રવાસ વધારી દીધો છે. આપણે Artificial brain - ૧૪૫
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy