________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
કશું જ આવતું નથી.
પાંચ અણુવ્રતની સાથે ત્રણ ગુણવ્રત મહત્ત્વનાં બની રહે છે. ૧. દિક્ષરિમાણ વ્રતઃ દશે દિશામાં ગમણાગમણની ક્રિયામાં આ આવવા માટેની
મર્યાદાનો સ્વીકાર. ભોગોપભોગ પરિમાણ વ્રત : ભોગઉપભોગના સાધનોને કેમ, શા માટે, શું
કામ વાપરવા તેનો વિવેક કરાવનાર વ્રત. ૩. અનર્થદંડ વિરમણ વ્રતઃ બીનજરૂરી પ્રવૃત્તિ કરવી, કરાવવી, અનુમોદવી નહીં.
ગુણવ્રતના પાલનથી નિરર્થક પ્રવૃત્તિ પર અંકુશ આવવા બળ મળશે. વિનાકારણ ભટકવાની વૃત્તિ, મનની ચંચળતા અને આવાગમનના સાધનો (કાર, બાઇક, ટ્રેન, પ્લેન, ઈ.)નો વ્યર્થ વપરાશ કાબૂમાં આવી શકે. ઓછું ખાવું-ફેંકવું વધારે, ભોગવવું ઓછું - સંગ્રહ વધારે, જીવવું ઓછું – પ્લાનિંગ વધારે – મૃગજળ પાછળ ભટકતાં ઝાંવા નાખતા મૃગ જેવી મનુષ્યની સ્થિતિ છે. સાચી સમજ અને વ્રત દ્વારા છેતરામણા સુખ પાછળ દોડવાની નિરર્થક પ્રવૃત્તિમાં “ઉપયોગ’ આવે છે. ક્ષણિકનો શૃંગાર-ભોગરસ, સ્વાર્થ ખતાર વાણી અને વિચારનો દુરુપયોગ, સોશિયલ મીડિયાના પ્રભાવે આંખબુદ્ધિ સાથે જીવન બગાડનારી વિકાસની વૃત્તિઓ બાહ્ય સંસાર વધારે છે. અનર્થદંડ વિચરણ વ્રતમાં “અપધ્યાન આચરણની વાત આવે છે. “મને લક્ષ્મી મળો, વૈભવ મળો, વેરીનું ખરાબ થાઓ. મારી જાઓ” - વિગેરે આર્તધ્યાન, રૌદ્રધ્યાન જીવની સાત્ત્વિકતાને, તેના ચૈતન્યને હણે છે.
સંસારી માટે આ ત્રણ ગુણવ્રત તેની એષણાને સંકોરે છે, તેની પ્રવૃત્તિઓના વ્યાપને ઘટાડે છે. દશ વૈકાલિક સૂત્રમાં લખ્યું છે, * કહરે કહે વિહેં, કહમાસે ક્યું સએ ?
કાં ભૂજંતો ભાસંતો, પાવકેમ્મ બંધવે.
અર્થાત્ ઃ (હે પ્રભુ) કેમ ચાલવું? કેમ ઊભા રહેવું? કેમ બેસવું, કેમ સૂવું? જેથી પાપ કર્મ ન બંધાય. * જય ચરે, જય ચિઠે, જયમાસે જપ સએ.
જય ભૂજંતો ભાસંતોસ પાવકમાં ન બં=ાઈ
- ૧૪૪ -