________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
છે. અમારા બતાવેલા ધર્મદેશો પ્રમાણે વર્તનારા લોકો આલોક અને પરલોકમાં મહાસુખીયા થશે. (શિ.બ્લો. ૨૦૬,૨૦૭) સહજાનંદ સ્વામીએ બનાવેલા ધર્માદેશોમાં માનવતાને અગ્રીમતા આપવામાં આવી છે. સહજાનંદ સ્વામીની દૃષ્ટિએ સમષ્ટિના હિતમાં જ વ્યક્તિનું હિત સમાયેલું છે.
૧૫ ઉત્સવ-પ્રસંગો
ઉત્સવ પ્રસંગોના માધ્યમથી વ્યક્તિના જીવનમાં ઉત્સાહ વધે છે સમાજમાંથી નિરસતા દૂર થાય છે, પરંતુ આ ઉત્સવો વ્યક્તિનું આધ્યાત્મિક ઉત્થાન થાય અને સમાજનું પણ ભલુ થાય તેવા હોવા જોઈએ. સહજાનંદ સ્વામીએ આવા ઉત્સવ પ્રસંગોને ખૂબ મહત્વ આપ્યું છે. તેઓ જ્યાં જ્યાં ઉત્સવો કરતા ત્યાં સ્થાનિક જરુરિયાતોને ધ્યાનમાં રાખીને સેવાકાર્યો પણ કરાવતા. જેમકે માંગરોળમાં વાવ ગળાવી, કારીયાણીમાં તળાવ ગળાવ્યું, જળજીલણી (જળના સંગ્રહ)નો ઉત્સવ, શાકોત્સવ વગેરે ઉત્સવો પ્રવર્તાવ્યા. પરંપરાગત ઉત્સવોમાં પણ કોઈ નવો સંદેશ આપ્યો. માત્ર લોકો ભેગા થાય અને ખાઈ પીને છૂટા પડે. એવા ઉત્સવો સહજાનંદ સ્વામીને અભિષ્ટ નહોતા. દરેક ઉત્સવમાં સામેલ ધનાર વ્યક્તિનું જીવનધોરણ સુધરે. ઉત્સવમાં આવનાર વ્યક્તિ કંઈક જીવનદૃષ્ટિ-વિઝન લઈને જાય. અને સાથે સાથે સમાજનું પણ કંઈક ભલું થાય તેવો આદર્શ સ્વા.સંપ્રદાયના દરેક ઉત્સવ પ્રસંગોમાં જોવા મળે છે. ઉત્સવોમાં વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિ થાય, પોષણ મળે એવી પ્રવૃત્તિની સાથે સાથે સમાજનું પણ ભલું થાય તેવું કંઈક થાય એ ઈચ્છનીય છે.
૧૬ સદાચાર
સહજાનંદ સ્વામીએ સદાચાર ઉપર ખૂબ ભાર મૂક્યો છે. એટલું જ નહીં સદાચારને જ ધર્મ ગણાવ્યો છે. (શિમ્ટો. ૧૦૩) જેમાં સદાચાર ન હોય તેને ધર્મ જ ન કહેવાય. ગમે તેવા ફળના લોભે પણ વ્યક્તિએ સદાચારનું ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. સદાચારના પાલનથી જ માણસને આલોક અને પરલોકમાં સુખ મળે છે. દારૂ-માંસનું ભક્ષણ ન કરવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, કોઈપણ જીવપ્રાણીમાત્રની હિંસા ન કરવી, કોઈને ગાળ ન દેવી, અપશબ્દો ન બોલવા, કોઈનો દ્રોહ ન કરવો, કોઈ દેવ દેવીની નિંદા ન કરવી, ગુરુ, વડીલો, પ્રતિષ્ઠિત માણસ વગેરેનું અપમાન ન કરવું, કોઈની લાંચ ન લેવી વગેરે સદાચારમાં અનેક ધર્મદેશોનો
* ૧૩૫