________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
થાય છે. માટે સહજાનંદ સ્વામીએ અધર્મકાર્યોથી દૂર રહેવા માટેના ખાસ ધમંદિશો આપ્યા છે.
૧૨ સ્વચ્છતા
સ્વચ્છતાના અભાવે અનેક પ્રકારના રોગો ફેલાય છે. સ્વચ્છતાને તંદુરસ્તી સાથે સીધો સંબંધ છે. સહજાનંદ સ્વામી સ્વચ્છતા માટેના ખૂબ આગ્રહી હતા. તેમણે સ્વચ્છતા માટે ઘણાં ધર્મદેશો આપેલા છે અને ઝીણી ઝીણી બાબતો પરત્વે પણ ચીવટ રાખી છે. ઉદા. સહજાનંદ સ્વામી કહે છે કે, નદી-તળાવના આરા (કિનારા), વાવેલું ખેતર, ફૂલવાડી, જીર્ણદવાલયો, જાહેર સ્થળો, બાગબગીચા વગેરેમાં મળમૂત્ર ન કરવા અને થુંકવું પણ નહીં. (શિ.શ્લો.૩૨) આજે સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે તેવું સ્વચ્છતા અભિયાન સહજાનંદ સ્વામીએ ચલાવેલું.
૧૩ વર્ણાશ્રમધર્મ
સહજાનંદ સ્વામી વર્ણાશ્રમ ધર્મના ચુસ્ત હિમાયતી કે વિરોધી નથી. તે વ્યક્તિના જન્મ કરતા કર્મને વધુ મહત્વ આપે છે અને દરેક વ્યક્તિને પોતાના વર્ણાશ્રમધર્મને અનુરૂપ કાર્ય કરવાનો ધર્મદેશ આપે છે. (શિ.શ્લો.૧૪૦) વર્ણાશ્રમ ધર્મના કારણે સમાજમાં ઊંચ-નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં. દરેક વ્યક્તિને વિકાસની સમાન તકો આપવી જોઈએ. અને સમાજમાં અનિષ્ટો ન ફેલાય તેવા વાણી વર્તનની સ્વતંત્રતા આપવી જોઈએ.
૧૪ માનવતા
દરેક વ્યકિતએ જરુરીયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. શ્રીમંત લોકોએ ગરીબોને યથાશક્તિ દાન આપવું જોઈએ. અને તેઓના પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ. સાધન સંપન્ન લોકોએ સમાજનું ભલું થાય તેવા કામ કરવા જોઈએ. અક્ષરજ્ઞાન (શિક્ષણ)નો પ્રસાર પ્રચાર કરવો. પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી. (શિ.શ્લો. ૯૬,૧૩૨) સમાજના ભલા માટે ઈષ્ટાપૂર્તિ કર્મો કરવા. એટલે કે સમાજની અને સમયની જરૂરિયાત પ્રમાણે સત્કાર્યો કરવા અને કરાવવા. પરલોકમાં સુખ મેળવવા સ્વપ્નાઓ જોવાના બદલે પૃથ્વી ઉપર જ સ્વર્ગીય સુખોનું નિર્માણ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. સહજાનંદ સ્વામી કહે છે કે અમોએ બતાવેલા આદર્શો પ્રમાણે જીવન જીવનાર લોકો જ અમારા સાચા અનુયાયીઓ