SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ trengt% સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન r ea અહને ઘટાડવા. કારણ કે ક્રોધને ઉત્તેજિત કરાવનાર “માન' જ છે. મેં, મારું કે મારી વાત વગેરે શબ્દોને ભૂલવા ખૂબ જ જરૂરી છે. જેવાં મારાં પુણ્યકર્મ છે તેવા સંયોગ મને મળ્યા છે. હવે એમાં શાંતિ અને સમાધિ રાખવી તે જ મારા માટે શ્રેષ્ઠ છે. બીજાના વ્યવહારથી ગુસ્સે થવું કે કર્મબંધ કરો એ મારા માટે આત્મકલ્યાણનો માર્ગ નથી. એવું ચિંતન-મનન કરવું તેમ જ આવા સમયે વચનથી મૌન બની, મનમાં શાંતિ, કર્મસંયોગનું ચિંતન તેમ જ સ્વદોષમાં જ રહેવાની દૃઢતા રાખવી જોઈએ. આ ઉપરાંત માધ્યસ્થ ભાવના ભાવવી. ‘પરદોષ ઉપેક્ષણમુપેક્ષા’ બીજાના દોષોની ઉપેક્ષા રાખવી, તેની નોંધ ન લેવી તે ઉપેક્ષા. આથી ક્રોધ પેદા થતો નથી અને જાગૃત થયેલ ક્રોધ પણ શાંત થાય છે. આ રીતે ઉપશમ ભાવરૂપ ઉપાયનો અભ્યાસ કરવાથી ક્રોધ કષાયને જીતી શકાય છે. માનવિજય માનરૂપી કષાયને જીતવા માટે મૃદુતા, કોમળતા, નમ્રતા, વિનય વગેરે ગુણોને કેળવવા જરૂરી છે. દરેક વ્યક્તિની પરિસ્થિતિ હંમેશાં એકસરખી રહેતી નથી. આજે જે નીચો છે તે કાલે ઊંચો પણ બની શકે છે. એમ સમજી પદ-પ્રતિષ્ઠાના અભિમાનથી બચવું જોઈએ. આ દુનિયામાં ચક્રવર્તી જેવા રાજાના અભિમાન પણ રહ્યાં નથી. ત્રિપૃષ્ઠ વાસુદેવ, રાવણ, બ્રહ્મદત્ત કે કોણિક જેવા શ્રેષ્ઠ ઉદાહરણો તેના સાક્ષી છે. અને અંતે તો તે બધા નરકગામી જ બન્યા. “નમે તે સહુને ગમે કે પછી “ગમ ખાના, નમ જાના' જેવા સિદ્ધાંત વડે જ શાંતિ અને આત્મકલ્યાણનો માર્ગ મળે છે ‘માળો વિનય નાખો ! માન વિનયનો નાશ કરે છે. માટે વડીલો પ્રત્યે વિનયભાવ, ભક્તિભાવ, દર્શાવવાથી વિનયગુણ, નમ્રતાનુણ આદિ ગુણોનો વિકાસ થાય છે. પ્રત્યેક છમસ્થ માનવમાં અનેક ખામીઓ-દોષો હોય છે, પણ માનના નશામાં પોતાની ભૂલ નથી દેખાતી ત્યારે આત્મનિરીક્ષણ કરતાં માન ઘટાડવાનો દઢ સંકલ્પ કરવો જોઈએ, એટલું જ નહીં, માન પોષણના ચક્કરમાં ન ફસાવા માટે પોતાની આવશ્યકતાઓ પણ ઘટાડવી. માયાવિજયઃ માયા કરનાર જાણે પોતાને ક્યારે પણ કર્મબંધ અને તેનો ઉદય તો છૂપો રહી શકતો નથી. જેમ કે ‘દાબીબી ના રહે રૂ લપેટી આગ.” માયા તો મિથ્યાત્વની - ૧૦૮ -
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy