SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ 1 જ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન શિનો એટલે ખુલ્લી જગ્યા, ખેતર, વાડી વગેરે સ્થાવર જમીન-જાયદાદને લીધે. ૨) મકાન, રાચરચીલું, સંપત્તિ, વૈભવ આદિના કારણે. ૩) સુરૂપ-કુરૂપ આદિ શરીરના કારણે તેમ જ ૪) ઉપકરણો - જીવનોપયોગી સાધનોની પ્રાપ્તિના લીધે તેમ જ તેની સંરક્ષણાદિના કારણે ક્રોધાદિ ઉત્પન્ન થાય છે. ક્રોધાદિ કષાયોનું ફળ : ક્રોધ કષાયથી જીવનું અધઃપતન થાય છે.. માન કષાયથી જીવ નીચ ગતિ પાપ્ત કરે છે. માયાને લીધે જીવને સદ્ગતિ પ્રાપ્ત થતી નથી. લોભથી ઈહલોકપરલોક સંબધી ભય ઉત્પન્ન થાય છે તેમ જ આ ચાર કષાયોની તરતમતાને આધારે જીવ નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ કે દેવગતિને પ્રાપ્ત કરે છે. આગમ વગેરે શાસ્ત્રોમાં ક્રોધ અને માનને દ્વેષરૂપ તથા માયા અને લોભને રાગરૂપ માન્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું પણ છે કે, “ો ય તો વિ ય મૂવીયા આ રાગ અને દ્વેષ આઠ કર્મોના બંધ હેતુ છે. આ કર્મોને કારણે જ જીવ અનાદિકાળથી ભવભ્રમણ કરી રહ્યો છે. કષાયવિજયના ઉપાયો : જેમ અંધકારના નાશ માટે પ્રકાશ અમોઘ ઉપાય છે, તેમ ક્રોધ આદિ ચારે આત્મદૂષણોના નાશ માટે ઉપશમ આદિ ચાર આત્મગુણો અમોઘ ઉપાયરૂપે છે. જેમ યુદ્ધ કે સમરાંગણમાં જીતવા માટે શસ્ત્રની આવશ્યકતા હોય છે તેમ ક્રોધાદિ શત્રુઓને જીતવા માટે જૈનદર્શનમાં ઉપશમ, મૃદુતા, સરળતા અને સંતોષરૂપી ચાર શસ્ત્રો બતાવ્યાં છે, પરંતુ ફક્ત નામમાત્ર જાણવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તેના માટે સ્વનો પુરુષાર્થ તેમ જ આત્મજાગૃતિ પણ જરૂરી છે, નહીં તો તે ફક્ત સિદ્ધાંતરૂપે કે તોતાપદંત રૂપે જ રહી જાય છે. ક્રોધવિજય : ક્રોધવિજય માટેનું અકસીર ઔષધ મૌન છે. મૌન એ ક્રોધથી મલિન બનેલા મનને ધોવાનો ધોબીઘાટ છે. જ્યારે પણ ક્રોધનો પ્રસંગ આવે ત્યારે દઢ સંકલ્પ કરવો કે મારે ક્રોધ કરવો નથી. તે માટે સામેની વ્યક્તિના દોષો કે ભૂલોને વાગોળવાની આદત છોડવી જોઈએ. એટલું જ નહીં પોતાના દોસોને કે કર્મ સંયોગને જ મુખ્ય ગણવા જોઈએ. મનને કાબૂમાં રાખવું જોઈએ. તે સિવાય પોતાના માન, ઘમંડ કે ૧૦૭
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy