________________
સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
66
=
સમ્યગ્દર્શનની વિધિ છે, કે જે આચાર્ય ભગવંતે અને પંડિતજીએ ગાથા ૬માં જણાવેલ છે.)'' પંડિતજી આગળ જણાવે છે કે, અહીં એમ પણ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે તેથી અશુદ્ધ નયને સર્વથા અસત્યાર્થ ન માનવો; (અત્રે સમજવાનું એ છે કે પૂર્વે જણાવ્યા અનુસાર ગાથા : ૧૬૪-૧૬૫માં ભાવાસવોને જીવથી અનન્ય કહ્યા છે અને તેથી કરીને ‘જીવમાં કોઈ પણ અપેક્ષાએ રાગ થતો નથી’ જેવી પ્રરૂપણાઓ જિનમત બાહ્ય છે) કારણ કે સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા – બંને ધર્મ છે અને વસ્તુધર્મ છે. તે વસ્તુનું સત્ત્વ છે (અર્થાત્ તે વસ્તુ જ છે વસ્તુના આત્મા જ છે) (અત્રે સમજવાનું એ છે કે ગાથા : ૧૬૪-૧૬૫માં જણાવ્યા અનુસાર રાગદ્વેષરૂપ પરિણામ થાય તો આત્મામાં જ છે - આત્મા જ એ રૂપે પરિણમે છે, અને એ પરિણમનની હાજરીમાં પણ રાગદ્વેષને ગૌણ કરતાં જ તેમાં છૂપાયેલ પરમ પારિણામિક ભાવરૂપ = સમયસારરૂપ = કારણશુદ્ધપર્યાયરૂપ આત્મા હાજર જ છે); અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે... અશુદ્ધ નયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. (અર્થાત્ જેમ છે તેમ સમજવું અર્થાત્ તે છે, પણ તેને ગૌણ કરતાં જ જ્ઞાયક હાજર જ છે, અન્યથા) એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ છે (અત્રે પંડિતજીએ એકાંત પ્રરૂપણા કરતાં લોકોને સાવધાન કર્યા છે) માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધ નયનું આલંબન કરવું (અર્થાત્ જીવને પાંચ ભાવરૂપ જાણી ચાર ભાવ ગૌણ કરતાં જ સમ્યક એકાંતરૂપ શુદ્ધ નિશ્ચયનયનો વિષય એવો શુદ્ધાત્મા = પરમ પારિણામિક ભાવ પ્રગટ થાય છે કે જેનું આલંબન કરવું) જોઈએ.....’’
જ
૧૭૧
:
ગાથા ૭ : ગાથાર્થ :- “જ્ઞાનીને ચારિત્ર, દર્શન, જ્ઞાન – એ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે (અર્થાત્ જ્ઞાનીને એકમાત્ર અભેદભાવરૂપ ‘શુદ્ધાત્મા’માં જ ‘હુંપણું’ હોવાથી, જે પણ વિશેષ ભાવો છે અને જે પણ ભેદરૂપ ભાવો છે તે વ્યવહાર કહેવાય છે); નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, દર્શન પણ નથી (અર્થાત્ નિશ્ચયથી કોઈ ભેદ શુદ્ધાત્મામાં નથી, તે એક અભેદ સામાન્યભાવરૂપ હોવાથી તેમાં ભેદરૂપ ભાવો અને વિશેષ ભાવો એ બંને ભાવો નથી), જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે.’’ અર્થાત્ શુદ્ધ નિશ્ચયનયનો વિષય માત્ર અભેદ એવો શુદ્ધાત્મા જ છે. તેથી જ્યારે લોકો અમને પૂછે છે કે તમે કારણશુદ્ધપર્યાયને અભેદ કેવી રીતે લીધો છે ? અર્થાત જે પરમ પારિણામિક ભાવ છે, એને જ કારણ શુદ્ધ પર્યાયને કેમ કહ્યો છે ? બીજું, એમ પણ પૂછે છે કે, તમે સમ્યગદર્શનના વિષયમાં પ્રમાણનું દ્રવ્ય કેમ લીધું છે ? અને પર્યાયનો નિષેધ કેમ નથી કર્યો ? ત્યારે અમે તેમને આ ઉત્તર આપીએ છીએ નિશ્ચયથી આત્મા અભેદ-એક છે, એમાં જે પણ ભેદ કર્યા છે તે માત્ર સમજાવવાના ઉદ્દેશ્યથી જ કર્યા છે તે વાસ્તવિક નથી. તેથી જ્ઞાનીને અનુભવના કાળે કોઈ જ ભેદ નથી. આ કારણે તેઓ અભેદ એવા એક આત્માનાં જ અલગ અલગ નામો હોવાથી પરમ પારિણામિક ભાવને જ કારણશુદ્ધપર્યાય કે કારણશુદ્ધપરમાત્મા કહ્યો છે.
=