________________
૧૬૮
સમ્યગ્દર્શનની રીત
એમ આચાર્ય ભગવંતે આ ગાળામાં જણાવેલ છે. વર્તમાનમાં પ્રાયઃ આ શાસ્ત્રમાંથી લોકોએ એકાંત જ લીધું છે એવું જણાય છે, આચાર્ય ભગવાને તેથી જ તમામને ચેતવણી આપી છે કે અમે અહીંયા જે વાતને, જે કારણે પ્રસ્તુત કરીએ છીએ, તે વાતને, તેવા જ અર્થમાં અને એ જ પરિપ્રેક્ષ્યમાં ગ્રહણ કરજો, નહીં તો આ શાસ્ત્ર આપના માટે અનંત સંસારનું કારણ પણ બની શકે છે.
ગાથા ૬ : ગાથાર્થ :- “જે જ્ઞાયક ભાવ છે (અર્થાત્ જે જ્ઞાન સામાન્યરૂપ, સહજ પરિણમનરૂપ પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા છે) તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી (અર્થાત્ તેમાં સર્વ વિશેષ ભાવોનો અભાવ છે, કારણ કે તે સામાન્ય જ્ઞાનમાત્ર ભાવ અર્થાત્ ગુણોના સહજ પરિણમનરૂપ સામાન્ય ભાવ જ છે કે જેમાં વિશેષનો અભાવ જ હોય છે), એ રીતે એને શુદ્ધ કહે છે (અર્થાત્ વર્તમાનમાં શુદ્ધ ન હોવાં છતાં તેનો જે સામાન્ય ભાવ છે તે ત્રિકાળી શુદ્ધ હોવાનાં કારણે તેને શુદ્ધ કહેવામાં આવે છે); વળી જે જ્ઞાયકપણે જણાયો (અર્થાત્ જે જાણવાવાળો છે) તે તો તે જ છે (અર્થાત્ જે જાણવાની ક્રિયા છે તેમાંથી પ્રતિબિંબરૂપ ક્ષેય અર્થાત્ જ્ઞાનાકારને ગૌણ કરતાં જ જ્ઞાયક અર્થાત્ પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા જણાય છે, અનુભવમાં આવે છે; આ જ સમ્યગ્દર્શનની રીત છે અર્થાત્ જે જાણવાવાળો છે તે જ જ્ઞાયક છે), બીજું કોઈ નથી.”
અર્થાત્ શાયક બીજો અને જાણવાની ક્રિયા બીજી એવું નથી અર્થાત્ જ્ઞાયક જ જાણવારૂપે પરિણમેલ છે; તેથી જ જાણનક્રિયામાંથી જ્ઞાનાકારરૂપ પ્રતિબિંબ ગૌણ કરતાં જ, શાયક હાજરાહજુર જ છે અર્થાત્ આત્મામાંથી અપ્રમત્ત અને પ્રમત્ત એ બંને વિશેષભાવોને ગૌણ કરતાં જ જ્ઞાયકભાવ પ્રાપ્ત થાય છે. પૂર્વે અમે એ વાત સિદ્ધ કરેલ જ છે કે પર્યાય જ્ઞાયકભાવનો જ બનેલ છે, એટલે તેમાંથી વિશેષભાવને ગૌણ કરતાં જ જ્ઞાયક અર્થાત્ સામાન્ય ભાવ પ્રગટ થાય છે. પ્રાપ્ત થાય છે; આ જ રીત છે સમ્યગ્દર્શનની.
આત્મા જે ચાર ભાવરૂપે પરિણમે છે તે વિશેષભાવ છે અર્થાત્ ઉદય, ક્ષયોપથમિક, ઉપશમ અને ક્ષાયિક – આ ચાર ભાગરૂપે આત્મા પરિણમે છે, તે ચાર ભાવ વિશેષભાવ છે અને તેઓ જે ભાવના બનેલા છે, તેને પરમ પરિણામિક ભાવ અથવા સ્વભાવ અથવા આત્માનું સહજ પરિણમન કહેવાય છે. તે ભાવમાં હુંપણું કરવાથી અને તેનો અનુભવ કરવાથી જ સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે.
ગાથા ૬ : ટીકા :- “જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી (અર્થાત્ કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી) અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહિ હોવાથી અનંત છે, નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી (અર્થાત્ સહજ આત્મ પરિણમનરૂપ = પરમ પરિણામિક ભાવરૂપ = કારણશુદ્ધપર્યાયરૂપ હોવાથી) ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક “ભાવ” છે (અર્થાત્ પરમ પારિણામિક ભાવ છે), તે સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી (અપેક્ષાથી) ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં (એટલે કે પરમ પારિણામિક ભાવરૂપ જીવના સહજ પરિણમનમાં જ બાકીના ચાર