________________
ETTE
ગઈ. ડૉક્ટરો બાળકને જોતાં અને વિચારમાં પડી જતાં. શહેરના એક મોટા ડૉક્ટરને બતાવ્યું. એમણે કહ્યું કે અશોકને બાળલકવાનો રોગ થયો છે.
એની માતાનાં બારેબાર વહાણ ડૂબી ગયાં. એક તો આટલા બધા રોગો થવાથી અશોકનો બાંધો સાવ નબળો થઈ ગયેલો. એમાં આ રોગમાંથી ઊગરવા માટે શરીરની ઘણી તાકાત જોઈએ. હવે શું થશે ? અશોક જીવનભર અપંગ રહેશે ?
હસતો-ખેલતો અશોક ચાલી શકતો ન હતો. કોઈ બેસાડે તો બેસે. હવે ન હરાય-ફરાય, ન સહેજે બહાર જવાય. રોગ તો ભારે, પણ નાનકડો અશોક એવો જ છે આનંદી, કાલું-કાલું બોલ્યા કરે ! મોજમજા કર્યા કરે ! છે
અશોકના હસતા ચહેરાને જોઈને એની માતાને છે હિંમત આવી. એણે ડૉક્ટરોની સલાહ લીધી. જરૂરી છે દવાઓ આપી. દીકરીના પગે માલિશ કરવા લાગી.
થોડું બાકી હતું તે અશોકને ફરી ન્યૂમોનિયાના છે રોગનો હુમલો થયો. હવે તો લાજ ઈશ્વરને હાથ રહી. છે મિત્રો, સગાંઓ અને ડૉક્ટરોએ ભારે દોડધામ કરી.
આકરી કસોટીનો સમય હતો, પણ ન્યૂમોનિયાના છે રોગમાંથી અશોક બહાર આવ્યો. એનો આનંદ તો એવો છે
ને એવો જ હતો. આ પછી એની માતા એને લઈ દિલ્હી આનંદી અશોક -0-0-0-0-0-0-0- ૨૯
હિમત કદી ન હારવી ! ચિંતાતુર માતાપિતા, બીમાર છતાં આનંદી અશોક ૨૮-0-0-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી