________________
આવ્યો. છë દિવસે અશોકની તબિયત સુધરી. એની માતાના જીવમાં જીવ આવ્યો.
અશોક બીમારી સામે બાખડ્યો. મોત સામે લડ્યો ને જીત્યો, પણ બીમારી પાછળ થોડી અસર મૂકતી ગઈ.
શરદી અશોકની સાથીદાર બની ગઈ. ઉધરસ તો સતત ચાલુ જ . જરાક ખુલ્લામાં ફરે કે બગીચામાં જરા લટાર મારે કે આખી રાત દમ જેવું રહે.
વ્યાધિ ઘણી આવે, વેદના ઘણી થાય, છતાં અશોક મોજમાં રહે, હસતો રહે, આનંદથી ખેલતો રહે.
ઉધરસ એટલી આવે કે બેવડ વળી જાય, પણ એ હુમલો શર્મ કે પાછો રાજા ! ખેલતો-કૂદતો રાજા!
આનંદી અશોક સહુનો લાડીલો ! માબાપનેય એની ગેરહાજરી ગમે નહિ. એના દોસ્તો એના વિના રમે નહિ. નોકરોને પણ એટલો જ પ્રિય.
એક દિવસ અશોકે વિક્રમ નોંધાવ્યો. પા પા પગલી માંડી. સહુના આનંદનો પાર રહ્યો નહિ. એ આંગણામાં રમતા પોપટ, કાબર અને કબૂતર પાછળ દોડે. નિર્દોષ પંખી જેવું કિલ્લોલ કરતું એનું જીવન જોઈને માતા-પિતા પણ ધન્યતા અનુભવવા લાગ્યા.
થોડો સમય પસાર થઈ ગયો.
0
એવામાં એકદમ શીતળાનો વા ફેલાયો. આવું કંઈ થાય એટલે અશોકની માતાની ચિંતાનો પાર ન રહે. બાજુમાં બીમારીના સમાચાર સાંભળે અને ઘેર બીમારી આવી હોય એટલી ચિંતા કરે. અશોકની માતાએ તરત જ એની રસી મુકાવી, પણ અશોકનું શરીર રાતે ગરમ રહેવા લાગ્યું.
એક રાત તો બહુ ખરાબ વીતી. અશોક ઝબકીઝબકીને જાગતો. પગ ને માથું પટકતો. તાવથી એનું શરીર ભરાયેલું હતું.
સારા નસીબે બીજે દિવસે તાવ ઊતરી ગયો. માતા-પિતાને હૈયે શાંતિ વળી. અશોકનો તો એ જ હસમુખો ચહેરો ! એ જ આનંદી સ્વભાવ ! એટલો મોજમાં રહે કે કોઈને કલ્પનાય આવે નહિ કે ગઈકાલે તો આ છોકરો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો હતો ! અશોક પર પાર વિનાની આપત્તિ આવી હતી. હસતા કે બાળકે એકેએક આપત્તિને આનંદથી પસાર કરી. - એવામાં એક નવી વસ્તુ એના શરીરમાં દેખાવા લાગી. અશોક પગ પર બેસી શકતો નહિ, ટેકો લઈને ઊભો થઈ શકતો નહિ. આવું હોય ત્યારે જાતે ચાલી શકવાની તો વાત જ ક્યાંથી થાય ?
અશોકની માતા બાળકને લઈને ડૉક્ટરો પાસે | આનંદી અશોક -0-0-0-0-0-0-0- ૨૭
0-0-0-0
-0-0-0-0-0
-0
૨૩ - 00-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી