________________
૩૨
“ભારતનો સદા સેવક બની રહીશ. આડત્રીસ કરોડ ભારતવાસીઓના હિતની ચિંતા એ જ મારું લક્ષ્ય. એમની મુક્તિ એ જ મારું ધ્યેય. એને માટે લોહીનું છેલ્લું ટીપું ખર્ચવા તૈયાર રહીશ. હે હિંદવાસીઓ, તમે પણ જાગો. તુમ હમકો ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા. (તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ.)”
નેતાજીની હાકલના ઠેરઠેર પડઘા પડવા લાગ્યા. દેશમાં સ્વાધીનતાનો પવન ફૂંકાવા માંડ્યો. પુરુષો જુસ્સાભેર દેશને માટે બલિદાન આપવા નીકળી પડ્યા. હિંદુમુસલમાન ખભેખભા મિલાવીને દેશને ખાતર જાનફેસાની કરવા તૈયાર થઈ ગયા.
સ્ત્રીઓ પણ પાછળ ન રહી. આંખનાં કાજળ લૂછી નાખ્યાં. લશ્કરી ટોપી નીચે લાંબા કેશકલાપ છુપાવી દીધા. હીર-ચીર અળગાં કર્યાં. ખાખી બ્રીચિઝ અને ખાખી કોટ ચડાવી લીધાં.
કેડે કમરપટ્ટા, છાતીએ ત્રિરંગી બેજ. ખભે કારતુસ અને હાથમાં બંદૂક. લોહીથી પ્રતિજ્ઞા લખીને નેતાજીની આઝાદ હિંદ ફોજમાં દાખલ થયાં.
આઝાદ હિંદ ફોજ ભારતની બહાર હતી. નેતાજીની આગેવાની હેઠળ એણે સૈન્ય તૈયાર કર્યું - દેશને માટે
=====—— હૈયું નાનું, હિંમત મોટી
c:\backup~1\drive2-~1\Bready Haiyuna.pm5
જાન કુરબાન કરનારાનું.
આ ફોજે આંદામાન અને નિકોબાર ટાપુ જીત્યા. આંદામાન બન્યો શહીદદ્વીપ, નિકોબાર બન્યો સ્વરાજદ્વીપ. શહીદદ્વીપ પર ત્રિરંગી ઝંડો લહેરાય !
બાર વર્ષનો બાળક સઘળું સાંભળે. એના મનમાં અવનવાં અરમાન ઊઠે. આઝાદીનાં સપનાં આવે. ઊંઘમાં લડાઈના ખેલ ખેલે. ત્રિરંગી ઝંડો લહેરાતો જુએ.
નેતાજીએ રંગૂનના સીમાડેથી હાકલ કરી, “આસામ અને આરાકાનના પહાડો વીંધી નાખો. ચલો દિલ્હી ! ચલો દિલ્હી !'
બાર વર્ષનો બાળક વિચાર કરે કે પોતે શું કરી શકે ? હૈયામાં આઝીદીની તમન્ના છે. પ્રાણની પરવા કર્યા વિના દેશને ખાતર ઝઝૂમવાની ઝંખના છે. પણ મુશ્કેલી એ કે બાર વર્ષના બાળકને તે વળી કોણ ફોજમાં રાખે ?
સહુ વિચારે કે આવો બાળક કદાચ લડાઈની વાત કરે, સેનામાં સામેલ થાય, પણ કૂચ કરતાં થોડી વારમાં થાકી જાય, ભૂખતરસથી હારી જાય, બંદૂકના અવાજે બી જાય.
એવામાં બાળકને આ સમાચાર મળ્યા. ૧૯૪૩ની ખૂન આપો, આઝાદી મેળવો ૭ —૦–૦–૦-૦-૦