________________
તમારું ઘર શું અને વાતો શી ? તમારા દેશમાં તે શું બળ્યું છે ? તમે બધાં બીકણ છો. તમારી પાસે હથિયાર
ક્યાં છે ? તમારી પાસે હૈયું ક્યાં છે ? તમારા હાથ નબળા છે. તમે કાળા છો. કાળા એટલે ખરાબ. અમે ધોળા છીએ. કાળા પર ધોળા રાજ કરે, એવી ભગવાનની ઇચ્છા છે. ઈશ્વરે મોકલ્યા અને અમે આવ્યા.”
બાળક આવી-આવી વાતો સાંભળે, મનમાં વિચારે,
જેનો દેશ પરાધીન એને સાચી ભૂગોળ ક્યાંથી ભણવા મળે ? સાચો ઇતિહાસ ક્યાંથી જાણવા મળે?”
ગુલામને વળી ગણિત કેવું કે ભૂમિતિ કેવી ?
એના ગુણાકાર-ભાગાકાર કેવા, એના સરવાળા| બાદબાકી કેવા ?
આ ભૂગોળ જૂઠી. એના રંગ જૂઠા. આ ઇતિહાસ જૂઠો. એની વાત જૂઠી. બાળક સમજવા લાગ્યો. સાચી વાત જાણવા લાગ્યો.
ન બને. અમે જેવા હોઈશું તેવા, પણ તમને તો રાખવા નથી. તમે ભલે સારા હો, પણ અમારે તો અમારું રાજ જોઈએ. વતન અમારું ને નેતા અમારો. ગુલામીના સ્વર્ગ કરતાં આઝાદીનું રૌરવ નરક અમને વધુ પસંદ છે. માટે તમે તો અહીંથી જાવ જ !
બાર વર્ષનો બાળક, વિચારે કે ગોરાઓનું રાજ ન જોઈએ. પણ કરવું શું?
એવામાં એના કાને અવાજ પડ્યો. કોનો અવાજ? નેતાજી સુભાષચંદ્ર બોઝના અવાજ . એમણે ભારતવાસીઓને હાકલ કરતાં કહ્યું,
ગુલામીની રોટી કરતાં આઝાદીનું ઘાસ ખાવું વધારે સારું છે. આ માટે ભય તમારા પર જીત મેળવે એ પહેલાં તમે ભયને જીતી લો. વિનાશ તમને અડકે તે પહેલાં તમે એને અડકી લો. તમારી ખાખમાંથી આઝાદીનાં શતદલ પોયણાં પ્રગટ થશે.”
બાળકનું હૈયું થનગની ઊઠ્યું. એ વિચારે :
વાહ ! કેવા નેતા ! પ્રજાના મનની વાત કરે. ! સરકારનો એમને ભય નથી. સરકારને એમનો ભય લાગે છે !
સુભાષચંદ્ર બોઝે પ્રતિજ્ઞા કરતાં કહ્યું,
0
0
0
0
0
0
0
જુઠા છો. તમે પરદેશી, અમે તો સિંહનાં બચ્ચાં 4 છીએ. તમે ઘેટાનું ચામડું ઓઢાડ્યું છે અમને. ઘર કે અમારું અને માલિક તમે ? દેશ અમારો અને શાસક
તમે ? મહેનત અમારી અને માણનારા તમે ? ૩૦ -00-0-0-0-0-0– હૈયું નાનું, હિંમત મોટી
0
0
ખૂન આપો, આઝાદી મેળવો 0 -0-0-0-0-0- ૩૧
c: backup-l\drive2-1\Bready Haiyuna.pm5