________________
કોઈ દંડપાદ વગેરે અભિનયના બહાને પોતાના અધોવસ્ત્રને હવામાં લહેરાવી ગોરુચંદન જેવા ગૌર જંઘામૂળને પ્રદર્શિત કરતી હતી.
ખીલતી કળી જેવી કોઈ નવયૌવના નૃત્યશ્રમથી શિથિલ થયેલ અધોવસ્ત્રની ગ્રંથિ દૃઢ કરવાની લીલાથી કામદેવની ખાણ સમાન પોતાના નાભિપ્રદેશને પ્રગટ કરતી હતી.
વિરહિણી જેવો વેશ-શૃંગાર સજેલી કોઈ સુંદરી ઇભદંત નામના હસ્તાભિનયના બહાને ગાઢોલિંગનની સંજ્ઞા કરતી હતી.
હવાનાં આંદોલનોથી મુળ સુધી ડોલતા કરંબક પુણ્યના મૂળની જેમ ધ્રુજતી કોઈ વિશાળલોચના અંગભંગના બહાને પુષ્ટ અને ઉન્નત સ્તનવાળા પોતાના વક્ષસ્થળને ધ્રુજાવતી હતી. અને કોઈ સરી જતા સુવર્ણતંતુથી ભરેલા ઉત્તરીય વસ્ત્રને વિશેષ દૃઢ કરવા જતાં પોતાના નિતંબદેશને ખુલ્લો કરી દેતી હતી.
આટઆટલાં રૂપનૃત્યો સાથે મૃદંગને વાણીના ઝણઝણાટ સેજ પર પાસે બેઠેલી સ્ત્રી પણ જાણે આ પૃથ્વીનું માનવી નહોતી. એનાં વિશાળ નયનો, ગાઢ કેશકલાપ, કમળદંડ સમા બાહુઓ અને ખીલતી કળી જેવા બે બિમ્બાધર માનવીને મોહની નિદ્રા આપે એમ હતું.
એના હેરતમાં રક્તકમળ હતું. વાળની લટોમાં મોગરાની કળીઓ ગૂંથી હતી. કર્ણના અંતિમ ભાગ પર શિરીષપુષ્પની શોભા હતી. વક્ષસ્થળ પર મોતીસરના હાર શ્વાસ લેતા પડ્યા હતા..
મણિફલકના હેમથંભો પર પેટાવેલા રત્નદીપકો આ નવયૌવનાની દેહલતા પર આછું તેજ ઢોળતા હતા.
સુખશયામાં સુતેલો રોહિણેય એક વાર સુખદ સ્વપ્નમાં સરી ગયો. થોડીવાર એ સ્વપ્ન તૂટતાં એનાં નેત્રો ફરીથી ખૂલ્યાં. એણે વિસ્મયપૂર્વક સૂતાં સૂતાં જ પ્રશ્ન કર્યો :
“દેવીઓ, તમે કોણ છો ? હું અત્યારે ક્યાં છું ને મને અપરિચિત એવું આ બધું શું છે ?”
પાસે બેઠેલી નવયૌવના સુંદરીએ નયનનર્તન કરતાં કહ્યું : - “આ સ્વર્ગભૂમિ છે. અને એ ભૂમિ પરનું આ દેવવિમાન છે. તમે પૃથ્વીલોક પરથી અત્રે આવ્યા છો. ઇદ્ર ધનુષ્યનાં અહીં તોરણો છે, અને નીલમની પાળે બાંધેલા જળકુંડોમાં રતિશ્રમ નિવારવા દેવાંગનાઓ સ્નાન કરે છે. આસોપાલવ ને મંદાર અહીંનાં વૃક્ષો છે, ને આ વૈદુર્યમણિની પૃથ્વી પર સુવર્ણપદ્મો સદા ખીલે છે. આ મણિમય ભૂમિનાં સુરતરુ ફળે છે, ને એ મનોવાંછિત આપ્યા કરે છે. પૂર્વ પુણ્યના
પ્રતાપે તમે અમારા સ્વામી થયા છો ને પૂર્વ કરેલાં સારાં કર્મોના બળે સુંદર સુરયુવતીઓ ને અપ્સરાઓના તમે એકમાત્ર અધિકારી બન્યા છો !”
| સ્વર્ગ ! દેવવિમાન ! અપ્સરા ! સ્વામી ! પુરુષના હૃદયમાં શબ્દોના પડઘા પડવા લાગ્યા. પણ હજી કોઈ ભારે ઘેન એના દેહને દાબી રહ્યું હતું. પેલી અપ્સરાએ આગળ ચલાવ્યું :
“સ્વામી, લેશમાત્ર પણ સંદેહ ધરશો મા ! આ સ્વર્ગભૂમિ પર આવનાર પૃથ્વી પરનાં નીતિધર્મનાં બંધનોથી પર બને છે. હાસ્ય, સૌદર્ય ને સદા હર્ષની આ ભૂમિને તો જરા નીરખો ! આવો, પ્રિય, જરા તમારા મસ્તકને મારા આ બાહુનો ટેકો આપો ! જરા નજર નાખો ! દૂર દૂર પૃથ્વીના દીવા દેખાય છે, અને આપણી ભૂમિ સમું આ નીલવર્ણ નભોમંડળ નીરખો !”
નવયૌવનાના સુકોમળ બાહુના ટેકે રોહિણેય દૂર દૂર નજર નાખી : ખરેખર પૃથ્વીના દીપકો દૂર દૂર દેખાઈ રહ્યા હતા ને કોઈ સુંદર દેવવિમાનમાં પોતે વિહરી રહ્યો હોય તેવો ભાસ થતો હતો.
ઘનશ્યામ વાળના ગુચ્છાઓ સમારતી પેલી નવયૌવનાએ આગળ ચલાવ્યું :
હે નાથ ! અહીં સદા છયે ઋતુ પ્રગટેલી રહે છે ને ઋતુઓને યોગ્ય રસિકાઓ પણ અહીં સદા સજ્જ રહે છે. જુઓ, પણે નજર કરો ! દૂર દૂર ચમરી મૃગો ચરી રહ્યાં છે, ને મત્ત કોકિલનાં મધુર કૂજિતોથી રતિરહસ્યની પ્રસ્તાવના કરતી કામનાટકની નટી રૂ૫ વસંતલક્ષ્મી વિસ્તરી રહેલ છે. અને વસંતઋતુને યોગ્ય રસિકા પણ ઉપભોગ માટે ત્યાં સજ્જ છે.”
નવયૌવનાના સંકેતની સાથે મુખ્ય ખંડની બાજુમાં આવેલ એક ખંડનું મોટું દ્વાર ઊઘડી ગયું. ખરેખર ત્યાં વસંતનું સામ્રાજ્ય જામેલું હતું. વૃક્ષો વૃક્ષે નવપલ્લવતો હતી, ને દૂર દૂરથી કોયલના ટહુકા આવતા હતા. નૃત્ય કરતી સુંદરીઓમાંથી એક કેસરિયો રંગના અધોવસ્ત્રવાળી સુંદરી ચિત્રવિચિત્ર હાવભાવ કરતી એ ખંડમાં પ્રવેશી.
અને સ્વામી, અહીં જરા આ તરફ દૃષ્ટિ નાખો ! કદમ્બના વિકસિત પુષ્પરજથી દિગ્વધૂને સદાને માટે સુરભિત કરતી પેલી ગ્રીષ્મઋતુની શોભાને તો નીરખો ! પુનાગ વૃક્ષોની મીઠી છાયાઓ અને સ્વર્ગગંગાનો શીળો એનો વાયુ છે, અને એવી જ સુંદર શીતલ સ્પર્શભરી, અર્ધશ્રુત વિલાસમેખલાવાળી એની અધિષ્ઠાત્રી માનુની છે.”
વસંતઋતુના ખંડની પાસે જ ગ્રીષ્મઋતુનો ખંડ આવેલો હતો. વનરાઈ પથરાઈ રહી હોય તેવું દશ્ય હતું. નૃત્ય કરતી સુંદરીઓમાંથી એક રૂપેરી ટીપકીઓથી ભરેલા વસ્ત્રવાળી સુંદરી એમાં પ્રવેશી ને પ્રિયંગુ લતામંડપમાં બનાવેલી કમળપત્રની
સ્વર્ગલોકમાં B 179
178 1 સંસારસંતુ