________________
કલિંગ-કંચનપુરની અબળાઓ, તિલક-વલયથી ઓપતી ને કપોલDલ પર પત્રલેખા કરવામાં કુશળ શ્રાવર્તિની સુંદરીઓ અને અનંગરંગમાં રતિ સમાન વત્સવામાંઓની કથાઓ એવી લલિત રીતે સંભળાવી કે તમામ સભાજનો કોઈ શુંગાર કાવ્ય વાંચી રહ્યા હોય તેવો અનુભવ કરી રહ્યા.
“ધન્ય છે કુમાર મેતાર્યની રસિકતાને !” સભાજનોએ વાહવાહનો નાદ કર્યો.
કુમાર, તમે નિગ્રંથ જ્ઞાતપુત્રને સ્વચક્ષુએ નિહાળ્યા છે. અમને એ પતિતપાવન દેહમૂર્તિ વિશે કંઈ કહેશો ?” મહામંત્રી અભયકુમારે અર્થ ને કામની કથાઓ પછી ધર્મકથા વિશે પણ આકાંક્ષા દર્શાવી.
જ્ઞાતપુત્રના નામ શ્રવણની સાથે જ અલંકારને રસ વિશે ઉઘુક્ત થયેલા મેતાર્યના મુખ પર સૌમ્યતા છવાઈ ગઈ. શૃંગારના વર્ણનમાં ચંચળ બનેલી એની જિહ્વા ને નયન જાણે સ્વસ્થ થઈ નમ્ર બની ગયાં. એણે ક્ષણ વાર મૌન ધારણ કર્યું ને પછી વાત શરૂ કરી :
સભાજનો, શરદઋતુના સૂર્યથી વિશેષ તેજસ્વી મુખમંડળવાળા, ચંદ્રમંડળથી પણ સૌમ્ય, સ્વયંભૂરમણ સમુદ્રથી પણ વિશેષ ગંભીર અને રૂપમાં ઇંદ્રને પણ ઝાંખા પાડે એવા એ મહાન ત્યાગી ભિક્ષુનું વર્ણન મારા જેવાની સહસ જિદ્દાઓ પણ કરવા શક્તિમાન નથી. હું તો એ તેજસ્વી દેહસૃષ્ટિનાં ઘડી બે ઘડી દર્શન કરી શક્યો છે, પણ એ પ્રશાન્ત મુખ, એ કરુણાભર્યા નયનો, એ રાજ રાજેશ્વરને નમાવે તેવી સ્વસ્થતા, ગંધહસ્તીના જેવી ચાલ, સાત હાથની કૃશ છતાં તેજસ્વી કાયા મારા સ્મરણપટમાંથી ખસતાં નથી. નિશ્ચલ શ્રીવન્સવાળી છાતી જાણે મેરુપર્વતને છેદવામાં સમર્થ હોય તેમ ફૂલેલી હતી, કદી ન ભૂલી શકાય, સ્વપ્નમાં પણ જેનું સ્મરણ ચાલ્યા કરે એવા એ પુરુષ-પુંગવ છે.”
“એ મહામાનવીના આહારવિહાર વિશે કંઈ કહેશો ?” મગધરાજે વચ્ચે પ્રશ્ન કર્યો. દેશદેશની સુંદર સ્ત્રીઓના વર્ણનમાં મગ્ન બનેલ રાજવીને જ્ઞાતપુત્ર વિશે પ્રશ્ન કરતા જોઈ પ્રજાને પોતાના રસિક રાજવી વિશે અધિક કુતૂહલ જાગ્યું. પરમત્યાગી બુદ્ધના ઉપાસકની આવી જિજ્ઞાસા કેટલાકને નવીન લાગી, પણ પ્રજાનો મોટો ભાગ હવે જાણતો થયો હતો કે, રાજા ચેટકની પુત્રી રાણી ચેલ્લણાએ અંતઃપુરમાં આવ્યા પછી મહારાજ પર જાદુ કરવા માંડ્યો હતો.
એ મહામાનવનો – પુરુષસિંહનો સ્વલ્પ પરિચય પામ્યો, એ મારા અલ્પ ભાગ્યની એંધાણી છે. પણ મહારાજ ! ઉપવાસ એ એમનો આહાર છે. મૌન એમની વાણી છે. ત્યાગ એમનો સંદેશ છે. કદી વાચા ફુરે છે, તો સાંભળવાનું અહોભાગ્ય પામનારાં વાતો કરે છે કે, જાણે કોઈ દિવ્ય ગવૈયાએ માલકોષ રાગ છેડ્યો હોય એવી મધુરપ એમાં લાગે છે. એમના આહારવિહારનું વર્ણન કરતાં જાણે સ્વયે કવિ બની
106 સંસારસેતુ
જવાય છે. ઉપમા-ઉપમેય પણ જડતાં નથી. પવન પેરે અપ્રતિબદ્ધ , શરદચંદ્રની જેમ નિર્મળ, કચ્છપની પેરે ઇંદ્રિયોને ગોપવનાર, ખડગી (ગેંડા)ના શૃંગની જેમ એકાકી, ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત, મહાન હસ્તીની જેમ પરાક્રમી, વૃષભની જેમ સંયમભારના નિર્વાહમાં સમર્થ, સિંહસમ દુર્જેય, મેરુની જેમ દુર્ઘર્ષ ને સાગરસમ ગંભીર છે.”
“શ્રેષ્ઠી કુમાર ! કઈ વિશેષતાથી અમારે જ્ઞાતપુત્રને પિછાણવા, ને સત્કારવા ?” એક વૃદ્ધ નગરજને વચ્ચે પ્રશ્ન કર્યો.
“સૂર્યને જેમ સુર્ય તરીકે પિછાણવા માટે ઓળખાણ આપવાની જરૂર નથી એમ આ મહાપુરુષને સ્વયં પિછાની શકાય છે. છતાંય તપ્ત સુવર્ણના જેવા વર્ણવાળા, સાત હાથની કાયાવાળા એ પરમ તારણહારને પિછાણવા બહુ સહેલ છે. ગાય દોહવાના આસનની જેમ બેઠેલા, સુગંધમય શ્વાસોશ્વાસવાળા એ પ્રભુને પગે સિંહનું લાખું (લાંછન) છે.”
ધન્ય છે કુમાર તમારી વિદ્વત્તાને ! ધન્ય છે તમારા પ્રવાસને ! તમારા સંભાષણથી અમે જાણે સ્વચક્ષુએ નિહાળતા હોઈએ એમ લાગે છે. તમારી વર્ણનશૈલી ને તમારી નિરીક્ષણ શક્તિનાં અમે ભૂરિ ભૂરિ અભિવાદન કરીએ છીએ.”
મગધરાજ, મહાઅમાત્ય ને સર્વ સભાજનોએ ઉપરના શબ્દોમાં કુમારનાં વખાણ કર્યા.
આઠ આઠ કન્યાઓનાં માગાંની રસભરી કથાઓ પૂર્ણ થયા પછી મહાસતી ચંદનાની વાતોએ પ્રજાના હૃદયમાં જ્ઞાતપુત્ર પ્રત્યે નવીન જ સ્નેહ જન્માવ્યો.
રાજગૃહી કેટલાય દિવસો સુધી કર્ણોપકર્ણ આવી ચર્ચાઓ કરવામાં મગ્ન રહ્યું.
અહીંના લોકોના અર્થ અને કામ ધર્મને અનુલક્ષીને હતા : ને ધર્મ મોક્ષને અનુલક્ષીને હતો.
ધરતી અને મેઘ [ 107