________________
“હા બેટા વસુમતી !” અચાનક રાણી મૃગાવતીની ચીસ સંભળાઈ. રાજરાણી દીનહીન દાસીને ગળે વળગી પડ્યાં હતાં ને ધ્રુસકે ધ્રુસકે રોતાં હતાં. રાજા શતાનિક આર્યાન્વિત બની જોઈ રહ્યા. રાણી રડતાં રડતાં કહેતાં હતાં :
નાથ, આ તો મારી બેન ધારિણીની પુત્રી ! ચંપાનગરીના રાજા દધિવાહનની પુત્રી !”
“પુત્રી વસુમતી !" સત્તાના મદે ને વેરના અંધાપાએ બીડેલાં નેહનાં દ્વારા આપોઆપ ખૂલી ગયાં, રાજા શતાનિકની આંખોના ખૂણા ભીના થયા.
“મારા પાપે આ દશા ? હાય રે રાજ્ય ! રે સત્તા ! ધિક્કાર છે મારા વિજયને ! વસુમતી, ચાલ, મહેલે ચાલ !
મહારાજ , મહેલ અને મળિયામાં હવે મોહ નથી રહ્યો. નિગ્રંથ પ્રભુએ આજ મારો ઉદ્ધાર કર્યો; મારો દબાયેલો ચંપાયેલો આત્મા આજે પોકાર કરે છે; મારા કલ્યાણ માટે. મારા જેવી અનેક દુખિયારી બેનોના આત્મિક ઉદ્ધાર માટે. જાણે મને કોઈ આમંત્રી રહ્યું છે. સ્ત્રી પરિગ્રહ નહિ.* પુરુષની મિલકત નહિ, એ પણ જીવનમરણની, સત્કર્મ ને શીલની સ્વાધીન અધિષ્ઠાત્રી ? મારો રાહ હવે વારો છે.”
આ શુંખલા-બેડી, આ દુઃખદ અવસ્થા મારાથી નથી જોવાતી.” રાણી મૃગાવતી ફરીથી રડી પડ્યાં.
રાણીજી, ગઈકાલ સુધી – અરે ! ઘડી પહેલાં જ મને પણ એ ભારભૂત લાગતી હતી. પણ આજે તો મારી દૃષ્ટિ આ બાહ્ય જગતને આંતર જગતને સ્પર્શી રહી છે. હું તો કોણ માત્ર ? આ આખું જગત આનાથી પણ મહાન બેડીઓમાં જકડાયેલું છે. હવે એ બેડીઓ તોડીશ, પ્રભુએ મને તારી. મારા મનની હીનતા બેડીઓ માત્ર લોઢાની નથી, સોનાની, રૂપાની ને સત્તાની પણ હોય છે ! અને માત્ર દસ-દસીને જ નહિ - - રાજારાણીને પણ પડેલી હોય છે. દીનતા જાણે બીજે ક્યાંય છે જ નહિ ! આ સ્થિતિ પ્રાપ્ત થયાનું મને દુ:ખ નથી. અને દુઃખ હોય તોપણ તે પરમ સુખનું નિમિત્ત બન્યું છે. રાજાજી, તમે મારા ઉપકારી છો. પેલો સુભટ ને ઈર્ષ્યાથી બળીને મારી આ દુર્દશા કરનાર ધનાવહ શેઠનાં પત્ની મારાં હિતસ્વી છે; તેઓ ન હોત તો પ્રભુનો આવો પ્રસાદ મને ક્યાંથી મળત ! મૂઠી બાકળામાં લો મેં લંકા લૂંટી !”
- “વસુમતી, નહિ-નહિ, ચંદના ! એ મૂઠી બાકળા નહોતા, તારું જીવન અમૃતજીવન સર્વસ્થ હતું. અમારાં તને વંદન છે !" મેતાર્યે લાગણીભર્યા દિલે ચંદનાને નમસ્કાર કર્યા. * પ્રભુ મહાવીરના પહેલાં સ્ત્રી એ પરિગ્રહની વસ્તુ લેખાતી. પ્રભુ મહાવીરે એ ભાવનામાં સહુ પ્રથમ ક્રાંતિ આણી. એમણે સમાજ અને ધર્મમાં સ્ત્રીને સ્વતંત્ર વ્યક્તિત્વ આપ્યું. સ્ત્રીને સંઘમાં સ્થાન આપનાર સહુ પ્રથમ મહાવીર હતા.
104 1 સંસારસેતુ
નગરજનોએ તેનું અનુકરણ કર્યું. ચંદના-ચરણધૂલિ ચંદના, ક્ષણવારમાં પૂજનીયા બની ગઈ. એ દહાડે કૌશાંબી ધન્ય બની. મેતાર્યના પ્રવાસની એ ક્ષણો ધન્ય બની.
- જ્ઞાતપુત્રના પુનર્દર્શન માટે ઉત્સુક બનેલો મેતાર્ય થોડા દિવસ ત્યાં રોકાયો. પણ છ માસે મૂઠી બાકળા લઈને એ મહાન તપસ્વી પાછા ક્યાંયના ક્યાંય શરદના મેઘની જેમ અદૃશ્ય થયા હતા.
હવે દિવસો બહુ વીતી ગયા હતા. રાજા શતાનિક અને રાણી મૃગાવતીની માયાભરી રજા લઈ, મહાન વૈરાગણ સતી ચંદનાની ચરણરજ માથે ચડાવી, મેતાર્ય પોતાના સાથે સાથે આગળ વધ્યો.
આવાં અનેક સંસ્મરણો સાથેનો પ્રવાસ ખેડીને મેતાર્ય કુમાર પાછા ફર્યા. ત્યારે દ્રવ્યની પોઠોની પોઠો તેમની સાથે હતી. કેટલોય કીમતી માલ ભરી ભરીને આણવામાં આવ્યો હતો. યોજન યોજન જેટલેથી એમાં રહેલાં સુંદર તેજાના, વસાણાં ને અમૂલ્ય કેસર-કસ્તુરી-અંબરની સુગંધ સમસ્ત પ્રદેશને છાવરી દેતી હતી.
મેતાર્ય ટૂંક સમયમાં રાજ ગૃહી આવી પહોંચશે એવા સમાચાર મળતાં ઠેર ઠેર એમના સ્વાગત માટે ભારે તૈયારી થઈ રહી. રાજ ગૃહી આખું શણગારાવા લાગ્યું. શહેરની આસપાસ સુગંધી ચંદન વગેરેના કણો વેરવામાં આવ્યા. આસોપાલવ ને કદલીથંભોથી માર્ગ શણગારવામાં આવ્યા.
ધનદત્ત શેઠનો સુખરવિ આજે પૂર્ણ મધ્યાહૂને ચડ્યો હતો. શેઠાણી તો નયનાનંદ પુત્રના આગમનના સમાચાર સાંભળી પેલાં બન્યાં હતાં. એમણે સાંભળ્યું હતું કે કુમાર પોતાની સાથે દેશદેશની સૌંદર્યવતી કુમારિકાઓનાં કહેણ લઈને આવે છે. આ સાંભળીને તો એમનો ઉત્સાહ હૃદયમાં સમાતો નહોતો.
આટઆટલી સમૃદ્ધિ , વૈભવ ને કીર્તિ વરીને આવનાર મગધનો મહાશ્રેષ્ઠીના સ્વાગતમાં શી મણા રહે ! એ દિવસે રાજગૃહીમાં મોટો ઉત્સવ મનાવવામાં આવ્યો.
કુમારની અર્થપ્રાપ્તિની કથાઓ રાજસભામાં ચર્ચાવા લાગી. પણ કામ અને ધર્મ પ્રાપ્તિની વાતો જ્યારે સ્વયં કુમારે વર્ણવી ત્યારે તો આખી સભા સ્તબ્ધ બની ગઈ.
- વિદ્વાન ને કુશળ વ્યાવહારિક મેતાર્યને રાજ સભાએ દેશદેશની સ્ત્રીઓનાં વર્ણન પૂછડ્યાં. મેતાર્ય રસિક પુરુષ હતો. એણે તો આખું એક શૃંગારશાસ્ત્ર સર્જીને જાણે સભા સમક્ષ રજૂ કરી દીધું. કોટીવર્ષ - લાટની સુંદર કટિપ્રદેશવાળી સુંદરીઓ, કાંપિલ્યપાંચાળની વર્ણ શ્યામ પણ શરીરસૌષ્ઠવમાં દેવાંગનાઓને શરમાવે તેવી સ્ત્રીઓ, સૌરાષ્ટ્રની નાજુક કાચની પ્રતિમા-શી પ્રયદાઓ, પુષ્ટિ ને કઠિન કુચભારથી નમ્ર દેહયષ્ટિવાળી મૈથિલ સુંદરીઓ, પ્રફુલ્લ કમળદળ સમાં નેણવાળી સાકેત - કોશલની કામિનીઓ, મણિ ને સુવર્ણની મેખલાઓની શોખીન તામ્રલિપ્તિને બંગની રમણીઓ, પરવાળાના જેવા નાના સંપુટ ધરાવતી ને મંદમંદ વાણી વદતી
ધરતી અને મેઘ 105