________________
મગધરાજના આ શબ્દો સાથે આગળ ઊભેલું ટોળું ખસી ગયું, પાછળ શેઠાણી પાસે વિરૂપા નત વદને ઊભી હતી. મહારાજને સામે ઊભેલા જોઈએ ત્યાં ઊભાં ઊભાં મસ્તક નમાવી પૃથ્વીની રજ મસ્તકે ચડાવી.
માતંગને શોભે તેવી પત્ની છે. મગધની નારીઓ આવી જ હોય. વિરૂપા, તને ધન્યવાદ છે !”
વિરૂપા કંઈ ન બોલી. એને લાગ્યું કે આ શબ્દો નહોતા, પણ દુનિયાની દોલત એના પર ન્યોછાવર થતી હતી.
અને મગધરાજ માતંગના બિછાના પાસે ગયા. કોઈ મદોન્મત્ત કેસરી નિરાંતે નિદ્રા લેવા આડો પડ્યો હોય એવો એનો દેખાવ હતો. વિશાળ ભ્રમર, જાન બાહુ, મોટા વાળ એની ભવ્યતામાં વધારો કરતા હતા.
“મહાઅમાત્ય ! વિરૂપા અને માતંગની પૂરી સંભાળ રખાવજો. એના મસ્તકમાં ઊંડો ઘા પડવો લાગે છે.મગધરાજે ધીરેથી મસ્તકને સ્પર્શ કર્યો. મમતાથી કેશ પર હાથ ફેરવ્યો.
મેતનો સ્પર્શ ! નિરભ્ર આકાશમાં એકાએક વીજળી ચમકી ગઈ. આટલી બોળાબોળમાં પણ મહારાજે માતંગને સ્પર્શ કર્યો, એ ઘણાથી સહન ન થયું.
- “ઉપાનહ* ગમે તેવાં સુંદર હોય, ગમે તેટલી રક્ષા કરનારાં હોય, પણ કંઈ એને મસ્તકે ચડાવાય છે ?” એક જણાએ ધીરેથી બીજાને કહ્યું. પણ અત્યારે એવા અભિપ્રાયોનું અહીં સ્થાન નહોતું. અભૂતપૂર્વ એવા આ પ્રસંગો હતા.
કાળ જ બળવાન હોય ત્યાં માનવીના યત્ન નિરર્થક હતા. મગધરાજની પાછળ પાછળ આવેલાં રાણી ચેલ્લણાએ તો હદ વાળી. એમણે વિરૂપાની પાસે જઈ એને માથે હાથ મૂક્યો ને રાજમહેલમાં આવવા નિમંત્રણ આપ્યું.
કેટલાક પ્રસંગો જ અનિર્વચનીય હોય છે. માનવીની જિહ્વા એને વચનથી જોખી-માપી શકતી નથી. મનમાં મુંઝાતા માનવીઓ જાણે પોતાની જિવાને જ ઘેર ભૂલી આવ્યા હોય, એમ મૂંગા ને મૂંગા આ બધું નિહાળી રહ્યા.
આજ ધરતી અને મેઘનું જાણે મિલન થતું હતું. મેઘ પોતાની સહસ્ત્ર ધારાએ ધરતીને બાહુમાં લઈ ભીંજવતો હતો. કોણ ઊંચ, કોણ નીચ ભલા !
મગધરાજ કુશળ પૂછી પાછા ફર્યા. સ્વાગત-દ્વાર પાસે એમને બેસવા માટે સેચન કે હસ્તી સુવર્ણરસી અંબાડીથી સજ્જ રાખવામાં આવ્યો હતો. પ્રશંસા, ધન્યવાદ ને જયજયના પોકારો વચ્ચેથી પસાર થતા મગધરાજ જેવા હાથી પર આરૂઢ થવા જાય છે, ત્યાં વયોવૃદ્ધ નાગથિક વચ્ચે આવીને ઊભા રહ્યા અને પ્રણિપાતપૂર્વક કહેવા લાગ્યા :
મહારાજ, નગરમાં શરૂ થયેલો ઉત્સવ શા માટે થંભવો જોઈએ ? આપ આજ્ઞા આપો. આખા નગરમાં ફરીથી ઉત્સવનો પ્રારંભ થાય. રાત્રે દીપમાળાઓ પેટાય, ઘરેઘરે જયજયધ્વનિ પથરાય. આજ કંઈ મગધ ખોટ ખાધી નથી. મગધ તો મહાકાળના ઇતિહાસમાં અમર થઈ ગયું. મગધેશ્વર મૈતવાસમાં પધારે, ઊંચ અને નીચની દીવાલોને ગુણગરિમા પાસે ઢાળી દે, એ અભૂતપૂર્વ પ્રસંગને પણ આજે આ રીતે વધાવી લેવો ઘટે.’
મગધરાજ ગમે તેવો મોટો હોય, પણ પ્રજાનો બનાવેલો છે ને ? પ્રજાની ઇચ્છાને આધીન થવામાં એ પોતાની મહત્તા સમજે છે. મહાઅમાત્ય ! તમે વિવેકી છો. પ્રજાને યોગ્ય આદેશ આપજો !”,
અને ઉદાસીન બની રહેલી નગરી ફરીથી વિધવિધ જાતનાં વાજિંત્રોના નાદથી ગાજી ઊઠી. ફૂલમાળા, જળછંટકાવ ને મણિમાણેકના સ્વસ્તિકોથી દીપી ઊઠી.
વયોવૃદ્ધ નાગરથિક અને તેની પત્ની સુલસા પણ કર્મની ગતિ ને સંસારની મોહની પ્રકૃતિ વિચારતાં ઉત્સવમાં મગ્ન બન્યાં હતાં. એમણે પોતાના આવાસ પર બત્રીસ બત્રીસ ફૂલમાળાઓ લટકાવી હતી, બત્રીસ બત્રીસ સ્વસ્તિકો રચ્યા હતા ને બત્રીસ બત્રીસ દીપમાળાઓ પેટાવી હતી.
92 સંસારસેતુ
અભૂતપૂર્વ D 93