________________
શેઠ, એમનાં પત્ની અને થોડાં દાસ-દાસીઓ સિવાય ત્યાં કોઈ ન રહ્યું.
વિરૂ પાએ શેઠ અને શેઠાણીને આગ્રહપૂર્વક કહ્યું :
બંને ભરઊંઘમાં છે. હવે તો સવારે જ જાગવાના. આખી રાત અહીં બેઠાં બેઠાં ગાળવી એના કરતાં હવેલીએ જઈ આરામ કરો, એ જ ઠીક છે.”
શેઠે વાત કબૂલ કરી, પણ શેઠાણીની ઇચ્છા ન હતી. છતાં વિરૂપા માને તો ને ! “આજે થાક્યાંપાક્યાં છો ! ઘેર બધું વેરવિખેર પડ્યું છે. કાલે મારો વારો.”
શેઠને પણ વિરૂપાની સલાહ યોગ્ય લાગી. તેમણે એ વાતને અનુમોદન આપ્યું : “વહેલી સવારે આવી જઈશું. જરૂર પડે તો રાત્રે પણ બોલાવજો.”
ચિંતા નહિ ! એમાં મને કહેવું નહિ પડે.”
થોડાંએક દાસદાસીઓ મૂકીને એ ક શિબિકામાં શેઠ-શેઠાણી ઘર તરફ રવાના થયાં. રાત જામતી ચાલી તેમ તેમ દાસદાસીઓએ પણ જગ્યા મળી ત્યાં શરીર લંબાવી ઊંઘવા માંડ્યું.
આખા દિવસની સંતપ્ત રાજગૃહીની ભૂમિ પર ગંગાનાં જલદીકરોમાં સ્નાન કરીને આવતો, વૈભારગિરિમાળાનો સુગંધી પવન વીંઝણો ઢોળવા માંડ્યો. નિશાનાથ ચંદ્રદેવ પણ આકાશની એ કે કોરે ઊગી સંજીવનીનો છંટકાવ કરવા લાગ્યા. મઘમઘી ઊઠેલા આંબાવાડિયાની કોયલોને પણ આવી સુંદર રીતે ગીત ગાવાનો જાણે ક્યાંથી ઉલ્લાસ ચડી આવ્યો !
ગઈ કાલે રોહિણેયની અજબ મુસદીવટ પાસે છેતરાયેલા ચોકીદારીના દ્વિગુણિત એવાજો સિવાય આખી નગરી શીતલ સુંદર રાતની સોડમાં પોઢી ગઈ હતી.
જાગતી હતી એકલી વિરૂપા ! જીવનની આવી સૌભાગ્ય રાત ફરીથી ઊગશે કે નહિ, કદાચ એકાદ ઝોકું આવી જાય ને આવી અમૂલખ રાતની એકાદ ક્ષણ પણ નિરર્થક સરી જાય એ બીકે એ સાવધ બનીને બેઠી હતી. ઘડીકમાં ઊઠીને માતંગને સંભાળતી. ઘડીકમાં મેતાર્યના શરીર પર હાથ ફેરવતી. દાસદાસીઓ નિરાંતે ઘોરતાં હતાં. તેમનાં નસકોરાંનો અવાજ શાંતિમાં બરાબર ગડગડાટ મચાવ્યે જતો હતો.
માતંગના નાના શા સ્વચ્છ મકાનની પાછલી બારી અધખુલ્લી હતી; અને તેમાંથી સુગંધભર્યા પવન સાથે ચંદ્રનાં રૂપેરી કિરણો પણ ઘરમાં આવતાં હતાં. જોબનભરી અનેક રાતો માતંગ અને વિરૂપાએ આ ચંદ્રના પ્રકાશમાં વિતાવી હતી; પણ આજના પ્રકાશમાં વિરૂપાને કંઈ જુદો ઓલાદ લાગતો હતો.
ચંદ્રનું એક તીરછું કિરણ મેતાર્યના મુખ પર પોતાની જ્યોના ફેલાવી બેઠું. હતું. એક તો જન્મજાત સુંદરતા, એમાં ચંદ્રકિરણે આપેલી આછી રૂપેરી તેજસ્વિતા ! માથા પર એકબે ઘા ને પાટાઓનાં પડ છતાં જાણે એ મુખ અવનવી મોહકતા
76 1 સંસારસેતુ
ધરાવી રહ્યું હતું. એની ધનુષ્ય શી ભ્રમર, વિશાળ લલાટ ને સુખ નાસિકા, મોટાં મોટાં બિડાયેલાં કમળપત્ર જેવાં પોપચાં વિરૂપાને વ્યગ્ર બનાવી રહ્યાં. એ ઘેલી સ્ત્રી એકીટશે જોઈ રહી હતી.
ચંદ્ર આકાશમાં ઊંચો ચડતો ચાલ્યો, એમ એનો વધુ ને વધુ પ્રકાશ ઘરના ગર્ભભાગને અજવાળવા લાગ્યો : અને એ પ્રકાશમાં મેતાર્ય અત્યંત રમણીય ભાસવા લાગ્યો.
મેતાર્ય ગર્ભમાં હતો ત્યારે વિરૂપાને ઘણીવાર સ્વપ્ન આવતાં ; એમાં દેખાતું. કે જાણે પોતે પુત્રને બદલે કમળફૂલને જન્મ આપ્યો. એ કમળફૂલનો અર્થ આજે સમજાય, ચાંદનીના પ્રકાશમાં મેતાર્યનું મુખે કમળફૂલની સુકુમારતા ધરી બેઠું હતું.
અચાનક દૂરની ખીણોમાંથી બાજના પંજામાંથી છટકવા માગતું એક ચામાચીડિયું ઘરમાં આવી ભરાયું. થોડી વાર ચીં ચીં કરી એ એક ખૂણે ચંપાઈ બેઠું.
વિરૂ પાની નજ૨ મેતાર્ય પરથી સરીને માતંગ પર વળી. પૌરુષના અવતાર સમો, વનનો રાજવી કોઈ મહા વાથે પોતાની બોડમાં પડ્યો હોય, એ રીતે એ નિરાંતથી પથારીમાં પડ્યો હતો. એની પડછંદ કાયા અનેક પ્રકારના ઘાથી ક્ષતવિક્ષત હતી તોય અત્યંત ભવ્ય લાગતી હતી. એ માતંગને નિહાળી વિરૂપાને આખો સંસાર સનાથ-ભર્યો ભર્યો લાગતો. માતંગ ઘેર હોય ત્યારે હજાર કુટુમ્બીજનોથી એને પોતાનું ઘર ઊભરાતું જણાતું. એકલા માતંગની હૂંફથી એને જગત હર્યુંભર્યું લાગતું.
પોતાનો ચિર જીવનસાથી માતંગ ! સંસારની દીનતાને, હીનતાને, જીવનના તડકાછાંયાને સાથે વેઠી જીવનસાફલ્ય કરનાર ! એ જ માતંગ સાથેના પોતાના સુખી જીવનનું પ્રતીક-પરસ્પરની અદ્વિતીયતાનો સરવાળો મેતાર્ય ! માતંગની જુવાનીની છટા, પોતાની યૌવનવયની સુરખી; આશા, ઉલ્લાસ ને બળ બધાંની મૂર્તિમંત યાદદાસ્તા જાણે મેતાર્ય !
જીવનમાં વહાલું કોણ ? માતંગ કે મેતાર્ય બેમાંથી અધિકું કોણ ? વધુ પ્રિયપાત્ર કયું ?
વિરૂપા કંઈ નિશ્ચય ન કરી શકતી. એ બહાવરી બની ઘડીમાં માતંગ સામું જોતી, ઘડીમાં મેતાર્ય સામે ! માતંગને જોતી ત્યારે એમ લાગતું કે જાણે જીવનમાં એથી વિશેષ કોઈ પ્રિયજન એને નથી !
મેતાર્યને જોતી ત્યારે એમ ભાસતું કે જાણે આથી વધુ પ્રિય કોણ હોઈ શકે ? કલ્પના પણ કેમ કરી શકાય !
અચાનક મેતાર્થે પડખું ફેરવ્યું. ઘાયલ ખભો દબાયો. વેદનાનો તીખારો ઝગ્યો. એણે ધીરેથી સિસકારો કર્યો : “મા !”
જગતનું ઘેલું પ્રાણી | 77