________________
10
લઈ ગઈ. એક સાદી પણ સુંવાળી પથારીમાં એને આસ્તેથી સુવાક્યો. એના ઝેરી ઘામાં લક્ષપાક તેલનાં પોતાં મૂક્યાં ને પાટા વીંટવા લાગી.
મેતાર્ય મૂર્ધામાં પડ્યો હતો. અને વિરૂપા હજી એકની સારવાર પૂરી કરી નહોતી રહી. ત્યાં રાજસેવકો ઘવાયેલા માતંગને ઉપાડીને આવ્યા.
ખાટલામાં પડ્યો પડ્યો માતંગ હોકારા કરતો આવતો હતો. એનું ઝનૂન આથમ્યું નહોતું. માતંગની આ દશા જોઈ વિરૂપા બહાવરી જેવી થઈ ગઈ, પણ એણે સમય ઓળખી હિંમત એકઠી કરી. માતંગને બીજી પથારી બનાવી સુવાક્યો, એના ઘા ધોયા, ને બધે પાટા બાંધ્યા. માતંગ હજીય ઘાયલ વાઘની જેમ પડ્યો પડ્યો ગર્જના કરી રહ્યો હતો.
ધીરે ધીરે મેતોના વાસમાં ગામલોક ભેગું થવા લાગ્યું. હાંફળા-હાંફળા ધનદત્ત શ્રેષ્ઠી ધસી આવ્યા, હજારો દેવ-મંત્રો સ્મરતાં શેઠાણી પણ આવ્યાં. સહુના પ્રાણનો દીવો જાણે ઝંખવાયો હતો. આખા નગરની કીર્તિ જાળવનાર આ બે વીરોની સુખશાતા પૂછવા માટે મેતના આવાસમાં શું બ્રાહ્મણ, શું ક્ષત્રિય કે શું વૈશ્ય : બધા ય આવી ઊભરાયા હતા..
નાતજાતના ભેદ આજે ભુલાઈ ગયા હતા.
રાજગૃહીના મહાન વૈદ્ય જીવક થોડી વારમાં ત્યાં આવી પહોંચ્યા, બંનેને તપાસ્યા. મેતાર્યની સ્થિતિ ગંભીર જણાવી અને થોડા દિવસ માટે અહીંથી જરાય ન ફેરવવા સૂચના કરી.
ચિંતાનું એક મોટું વાદળ રાજગૃહી પર પથરાઈ રહ્યું.
જગતનું ઘેલું પ્રાણી
શેરડીનો આખો સાંઠો જેમ એકસરખા મીઠા ઇફુરસથી છલોછલ ભરેલો હોતો નથી, એમ માનવજીવનની બધીય ક્ષણો મીઠી ને મધુરી હોતી નથી. સાંઠાની અનેક કાતળીઓમાંથી બેચાર કાતળી જ બહુ મીઠી મધુરપ ધરાવતી હોય છે, અને એ મધુરપ જ એના છેડાની નીરસતા અને ગાંઠાની કઠિનતાને આવરી લેતી હોય છે. એમ સુખ દુઃખના ચક્રમાં ભમ્યા કરતા માનવીને જીવનમાં એવી થોડી એક ક્ષણો જ મળી જાય છે, જે એના કટુ અને વિષાદઘેર્યા જીવનને મિષ્ટતાની છાયા સદાને માટે આપી જાય છે.
વિરૂપાના જીવન-સંસારની એવી મીઠી મધુરી ક્ષણો આજે ઊગી રહી હતી. એના નાના એવા ઘરમાં સ્વયં સ્વર્ગ રચાઈ ગયું હતું. ને જીવનમાર્ગ ભૂલેલી લાગતી વિરૂપાને જાણે હર્ષની દિશા લાધી ગઈ હતી. એની મુખશ્રી પુનઃ ઉલ્લાસિત બની હતી અને શિથિલ બનતાં એનાં અંગોપાંગમાં ફરીથી ઉત્સાહની વિદ્યુત ઝબકી ઊઠી હતી.
પ્રસંગ તો અવશ્ય દુઃખદ હતો. કંઈ આજે વિરૂપાને ત્યાં કોઈ લગ્નોત્સવ નહોતો રચાય કે આટલી પ્રફુલિત બની જાય; પણ માનવીનું મન ક્યાંથી ને કોણ જાણે કેવી રીતે સાંત્વન ને સુખ શોધી લે છે, એ જાણવું જ અટપટું છે.
ઘરમાં ભયંકર રીતે ઘવાયેલ બે પુરુષના ખાટલા પડ્યા હતા. અને એ બે પુરુષોમાંય એક એનો જીવનસાથી પતિ માતંગ હતો. બીજો એનો જીવનસર્વસ્વ સમો પુત્ર હતો. વિરૂપા ઘાયલ એવા આ પુરુષોને પામીને જાણે ધન્ય થઈ હતી. કંઈક સૂનો સૂનો લાગતો એનો સંસાર આજે ભરાઈ ગયો હતો. એ ઘેલી સ્ત્રીને જાણે હવે કંઈ જોઈતું જ નહોતું.
72 | સંસારસેતુ