________________
“ચાલ ને વીરુ, આજે સાથે સાથે બેસી ભોજન બનાવીએ ને વાતો કરીએ. હવે બેએક દહાડા સુધી મારાથી ઘેર ઓછું એવાશે.”
“કેમ ?* “કારણ છે.” “શું કારણ છે ? કંઈ ગુપ્ત વાત છે ?”
હા હા.* “મારાથી પણ ગુપ્ત ?”
ના, ના, પણ બૈરીની જાત વાયડી ખરી ને, એટલે નથી કહેતો, છતાં સાંભળ ! હમણાં મહાઅમાત્ય, મહારાજા તેમજ બધા વિશ્વાસુ સૈનિકો બહાર ગયા છે. એમના આવતાં સુધી રાજમહાલયના ઉદ્યાનવાળા વિભાગની મારે ચોકી કરવાની છે. બરાબર સાવધાનીથી જાળવવાનો છે.”
મગધરાજના રાજમાં કોનો ડર ?* “છતાંય ખબરદારી સારી. ચેતતા નર સદાય સુખી.*
વાત કરતાં કરતાં પતિપત્ની ઘરમાં ગયાં, માતંગ ચૂલાની નજીક બેઠો ને વિરૂપા ભોજનની તૈયારીમાં ગૂંથાઈ. વચ્ચે વચ્ચે આ સુખી દંપતી અનેક જાતનાં ટોળટપ્પાં કરતું.
અચાનક દૂર દૂરથી રાજગૃહીની શેરીઓ વીંધતો કોઈ માનવકલરવ માતંગના કાન પર અથડાયો.
નગરની બાજુથી માનવસમૂહનો પ્રચંડ અવાજ આવી રહ્યો હતો. અવાજ વધતો જ જતો હતો. ધીરે ધીરે અવાજ સ્પષ્ટ સમજી શકાય તેવો આવવા લાગ્યો.
નાસો, ભાગો, લૂંટારાઓએ હલ્લો કર્યો છે !”
અરે, રાજગૃહીના શ્રેષ્ઠીઓનાં ઘર લૂંટાય છે, બધા સાવધ બની બહાર નીકળી પડો !''
શું લૂંટારાઓએ હલ્લો કર્યો ?” જમતો જમતો માતંગ એકદમ ઊભો થઈ ગયો. એના રોમેરોમમાં કંપારી વ્યાપી રહી.
કોઈએ આકડે મધ દીઠું લાગે છે. જ્યારે નગરમાં મહારાજ નથી, મહાઅમાત્ય નથી, મગધના ચુનંદા સૈનિકો નથી, ત્યારે કોઈ જાણભેદુએ ઠીક લાગ શોધ્યો છે. વિરૂપા, મારે જલદી જઈ પહોંચવું જોઈએ. રાજમહેલની પૂર્વદિશાની રક્ષાનો ભાર માથે છે, મારો છરો, મારી લાઠી, મારી પરશુ !'”
લાઠી, છરો, પરશુ વગેરે આપતાં વિરૂપાએ કહ્યું : “માતંગ, જાળવજે ! જોખમમાં ન ઊતરતો !”
66 D સંસારસેતુ
મર્દને જાળવવા જેવું એક નાક છે. એ ન રહ્યું તો પછી બધુંય સરખું છે.” વીરભાવના વેગમાં માતંગનાં બંને નસકોરાં ફાટી રહ્યાં હતાં. એની આંખોમાં તો જાણે અંગાર ચંપાયો હતો. એની પડછંદ કાયા અત્યારે અત્યંત બિહામણી લાગતી હતી.
એક છલાંગ, બે છલાંગ અને માતંગ વિરૂપાની નજરમાંથી અદૃશ્ય થઈ ગયો. પવન પર ચડીને જતા તણખાની જેમ એ નગરના મધ્યચોકમાં આવી પહોંચ્યો.
અહીંનું દશ્ય ભયંકર હતું. કેટલાય શ્રેષ્ઠીઓના ધનભંડારો માર્ગ વચ્ચે ઠલવતા થયા હતા. જે ઓ ભંડારો બતાવવા આનાકાની કરતા હતા, તેઓ પર જાતજાતના અત્યાચારો ગુજારવામાં આવતા હતા, માર્ગ પર લોહીનો છટકાવ હતો, તેમ મકાનોમાંથી ત્રાહિ ત્રાહિના પોકારો આવતા હતા. કુમળા દિલની કેટલીય સ્ત્રીઓ બેભાન બની ગઈ હતી.
કેટલેક ઠેકાણે તલવારોની હીંચ ખેલાઈ રહી હતી. માતંગે એક નજરે આ બધી પરિસ્થિતિ માપી લીધી. એને તરત જ સમજ પડી ગઈ કે વૈભાર પર્વતમાળાના પલ્લીવાસી લૂંટારાઓએ આજે નગરને ઘેરી લીધું છે. ચોકીદારોની અછત અને હાજર ચોકીદારોની ગફલતનો તેઓએ લાભ લીધો છે. પણ આશ્ચર્યની બીના એ હતી કે જાણે આ લૂંટારાઓ આ નગરના એક એક માણસને પિછાનતા હોય, તેમની ધનદોલત વિશે જાણતા હોય એમ વર્તતા હતા.
થોડીવારમાં તો દૂર દૂરથી જયગર્જના સંભળાઈ : પલ્લીપતિ મહારાજ રોહિણેયની જય !”
રોહિણેય ?માતંગ આશ્ચર્યાન્વિત બની ગયો. થોડી વારે નિશ્ચય પર આવતો હોય તેમ મનમાં બોલ્યો : “નક્કી ઉપરથી સૌમ્ય લાગતા પણ અંતરના ઊંડા માનવીનાં જ આ કામ !”
પણ અત્યારે લાંબા વિચારો કામ આવે તેમ નહોતા. લૂંટારાઓ એક પછી એક મકાનો લૂંટતા, ત્રાસ વર્તાવતા આગળ વધતા હતા.
માતંગને લાગ્યું કે રાજમહેલની રક્ષા માટે તેણે જલદી ત્યાં હાજર થઈ જવું યોગ્ય છે. એ ઝડપથી ગલીઓમાં અદૃશ્ય થઈ ગયો અને ટૂંકા માર્ગો દ્વારા ભણવારમાં રાજમહેલે પહોંચ્યો.
અહીંનું દશ્ય અત્યંત ભીષણ હતું. રાજ દ્વારના અનેક સૈનિકો ધરાશાયી બની ગયા હતા. લૂંટારાઓ જીવ પર આવીને અંદર પ્રવેશ કરવા માગતા હતા. મુઠ્ઠીભર બહાદુર સૈનિકો પ્રાણાર્પણથી હલ્લો ખાળી રહ્યા હતા.
પણ આ શું ? સૈનિકોને મોખરે કોણ ઊભું ? એના અંગઅંગમાંથી મધપૂડામાંથી
કીર્તિ ને કાંચન | 67