________________
કરો તો યુદ્ધ, હુકમ કરો તો શાંતિ !'
‘તમામ ક્ષત્રિયો અને ક્ષત્રિયાણીઓએ જાગ્રત થવાની ઘડી આવી રહી છે. યાદવોનું જડાબીટ નીકળી જાય એવો અવસર આવી પડ્યો છે.” શ્રીકૃષ્ણ શંખનાદ જેવા સ્વરે કહ્યું.
મોટાં ભાઈ ! સહુ સારાં વાનાં થઈ રહેશે. આ તો દૂધનો ઊભરો છે. રાગદ્વેષનાં લાકડાં આઘાપાછાં કરી નાખીએ તો બધું આપોઆપ શમી જશે.’ નમે ટૂંકાણમાં પોતાનો મત કહ્યો.
‘હું પણ એ જ મતમાં છું. દૂધને બહુ ગરમી ન આપવી. ચાલ નેમ !' શ્રીકૃષ્ણ કહ્યું અને તેમનો હાથ પકડ્યો.
સરખા વર્ણવાળા અને સરખી કાંતિવાળા પતિ અને દિયરને જતા રુકિમણી એકનયને જોઈ રહી. મન ભરાઈ જાય તેવા બને હતા. પોતે રૂપગર્વિતા નારી હતી, પણ આ બે શ્યામસુંદર નરોને જોઈ એનો રૂપનો ગર્વ ગળી ગયો.
શ્રીકૃષ્ણ અને નેમ સભામાં પહોંચ્યા ત્યારે યાદવો બધા આવી ગયા હતા. યાદવોના સલાહકારો અને સાથીઓ પણ આવ્યા હતા, નંદ ગોપ અને એના સહાય કર્તાઓ પણ યથાસ્થાને બેઠા હતા. દરવાજે ગાયો હતી, સાંઢ હતા ને મલ્લ હતો.
મથુરાપતિ મહારાજ ઉગ્રસેન પણ સભામાં હાજર હતા. મહારથી વસુદેવ પણ હતા. રાજા સમુદ્રવિજય વચ્ચે બેઠા હતા. એ વૃદ્ધ રાજવી પોતાની વિરોચિત મુખમુદ્રાથી ને ધીરોચિત ડહાપણથી બંધામાં જુદી જ ભાત પાડતા હતા.
થોડી વારે રાજા સમુદ્રવિજયે સભાને સંબોધતાં કહ્યું, ‘યાદવવીરો ! યાદવમાત્રને માથે કદી ન આવી હોય એવી કટોકટી આવીને ઊભી છે. આજે તો પૃથ્વી ને આકાશ પણ યાદવોનાં શત્રુ બન્યાં છે. હું યાદવોની શક્તિને જરા પણ અવગણતો નથી, યાદવબચ્ચો શત્રુ સાથે જીવનનાં છેલ્લા અંશ સુધી લડી લેવા તૈયાર છે, પણ શું સંળગેલા હુતાશનમાં નિરર્થક ચંદન કાર્ડ હોમી દેવાં ?'
‘કાકાશ્રી ! યાદવો પર એક કલંક મૂકવામાં આવે છે : યાદવો ક્ષત્રિયો નથી. આજ આપણા ક્ષત્રિયપદને ચરિતાર્થ કરવાની ઘડી આવી પહોંચી છે. કોઈ કાયરતાની વાત ન કરે, મરવાનું કોને નથી ?' બલરામે ઊભા થઈને કહ્યું.
મરવાનું સહુને છે. માટે વહેલાવહેલા ઝટ મરી જવું એવું કોણે કહ્યું? પહેલાં સાધ્યની સિદ્ધિ ને પછી મૃત્યુની વાત.” શ્રીકૃષ્ણ પોતાનો મત પ્રદર્શિત કર્યો.
મૃત્યુ મૃત્યુ કોણ કરે છે ? હું કહું છું કે માણસને મૃત્યુ નથી, માણસ, અમર છે.’ નાના નમે તરત ઊભા થઈને કહ્યું.
142 1 પ્રેમાવતાર
સભા આ વાત પર પ્રસન્ન થઈ ગઈ ને તેમને ધન્યવચન કહેવા લાગી..
‘ભાઈઓ ! નેમ અજબ સૃષ્ટિનો આદમી છે. એ અગમનિગમનો રમનારો છે. આપણે માટીની પૃથ્વીના જીવ છીએ. સામે જે પરિસ્થિતિ છે, તેનો વિચાર કરો.” રાજા સમુદ્રવિજયે કહ્યું.
‘અમે કાયર બનીને પીઠ બતાવવા કરતાં વીરોચિત મોતને ભેટવામાં આનંદ માનીએ છીએ.” સભામાંથી અવાજ આવ્યો.
‘કોઈ યાદવ મરવાથી ડરતો નથી.’ બીજો અવાજ આવ્યો.
‘મારો યાદવ લાખેણો છે. મારા ગોપ અબજોની કિંમતના છે. એમના પ્રાણ પતંગિયાની જેમ ખોવા હું તૈયાર નથી.’ શ્રીકૃષ્ણ વચ્ચે કહ્યું.
કૃષ્ણ !' ગોપરાજ નંદ વચ્ચે ઊભા થયા. ‘અમને ગાય ચરાવનાર ન માનતો, અમે પણ મૂળ ક્ષત્રિય-બીજ છીએ; પણ લોહી કરતાં દૂધ ગમ્યાં એમને. રણમેદાન ન ગમ્યાં એટલે આહીર બન્યા છીએ, મારો પ્રત્યેક ગોપ તમારી પાછળ ખડો છે, એટલી ખાતરી આપું છું.'
‘મને પૂરતો વિશ્વાસ છે.સભામાં અનેક વડીલો બેઠા હતા છતાં શ્રીકૃષણ આપોઆપ આગેવાન બની ગયા. એ બોલ્યા, ‘મને વિશ્વાસ છે પણ જે લોહીમાંથી નવું રાજ ખડું ન કરી શકાય, એ લોહી હું વેડફી દેવા નથી માગતો. મારે તો સંસાર પરથી આતતાયીઓનો ભાર ઉતારવો છે.'
‘તો આ મોકો છે.' બલરામે કહ્યું,
‘આ મોકો વિચિત્ર છે. જીતીશું તો પણ ખાખ મળશે, હારીશું તોય ખાખ રહેશે. હું તો અત્યારે રણમેદાનમાંથી ખસી જવા માગું છું .' શ્રીકૃષ્ણ જરા પણ સંકોચ વગર પોતાની વાત કરી.
‘આ તું શું કહે છે, કૃષ્ણ ? શું ક્ષત્રિય પીઠ બતાવશે ?' બલરામ ગર્જી ઊઠ્યા.
ના. ના. ક્ષત્રિય કદી પીઠ ન બતાવે. પણ યુદ્ધના નીતિનિયમોને જાણો છો ને ? એમાં તો સામ, દામ, દંડ અને ભેદ - એ ચારેયને સરખું સ્થાન છે.” શ્રીકૃષ્ણ કહ્યું. | ‘તમે કૃષ્ણની વાત સાંભળો.” રાજા સમુદ્રવિજયે કચકચ કરી રહેલી સભાને કહ્યું. એમને નેમ કરતાં કૃષ્ણ પર વધારે શ્રદ્ધા હતી.
‘કહું છું કે આપણે તાબડતોબ અહીંથી પ્રસ્થાન કરી દૂર દૂર ચાલ્યા જવું, ત્યાં કોટ-કાંગરા રચીને યુદ્ધ આપવું.' શ્રીકૃષ્ણ કહ્યું, ‘અને જે રીતે અહીં એકત્ર થયેલા રાજાઓના જુસ્સાને નરમ પડી જવા દેવો. સળગતા દ્વીપમાં પતંગ બનીને બળી
વતનનો ત્યાગ 1 143