________________
‘હરગિજ નહીં બને ! આર્યભૂમિમાં નાગમંદિર નહિ બાંધી શકાય ?' મેદનીમાંથી એક ક્ષત્રિયે આવીને કહ્યું . ‘વેરીને વહાલ કરવાની તમારી રીત તરફ અમને તિરસ્કાર છે !'
‘જે જીવનદાતા એ વેરી ? ઓહ ! નગરસંસ્કૃતિએ તમને હજી પણ જંગલનો સાદ આપ્યો છે ! ખૂનને બદલે ખૂન !ધિક્કારને બદલે ધિક્કાર ! શું વેરનો પશુધર્મ તમે આટઆટલાં વર્ષે પણ છોડ્યો નથી ?' ખેમરાજે કહ્યું.
‘કોણ પશુ ? કોનો પશુધર્મ ? ખેમરાજ ! અત્યારે તું નબળો છે એટલે હાથ ચલાવતો નથી. નહિ તો...’ હસ્તિરાજ ક્ષત્રિયે કહ્યું.
‘માઁ સંભાળજો, મહાશય ! ખેમરાજ એકલવાયો નથી. એની પડખે એના જુવાનજોધ ચાર ભાઈઓ અડીખમ ખડા છે. સમજ્યા ને હસ્તિરાજ !' ખેમરાજના ચાર ભાઈઓ આગળ તરી આવ્યા ને બોલ્યા.
‘અને હસ્તિરાજની ભેરમાં તો કોઈની હસ્તી નહીં હોય, એમ તમે માનતા હશો, કાં ?’ એક ક્ષત્રિય વીરે ટોળામાંથી પડકાર કર્યો ને એક સાથે છ જણા બહાર નીકળી આવ્યા !
થોડી વારમાં જ તલવારો ચમકી ઊઠત, પણ વૈરોટ્યા એકદમ વચ્ચે દોડી આવીને બોલી, ‘આમાં તમે શો ફાયદો કાઢશો ? દશ જણા પરસ્પર પશુની જેમ કપાઈ મરશો એ જ ને ? પછી એ દસના દીકરા-દીકરી પણ તમારા વેરધર્મને અનુસરશે અને કસાઈ પશુને સંહારે એમ એકબીજાને સંહારશે. શું એ બધાં આ રીતે મરીને સદ્ગતિએ જશે ? માટે કહું છું કે સંસારને કસાઈખાનું ન બનાવો, પ્રેમનો બાગ બનાવો !'
વૈરોટ્યાના શબ્દોમાં વીજળીની અસર પેદા થઈ હતી. જનતાએ એની વાત ઉપાડી લીધી, અને જનતાનું જોશ એવું હોય છે કે, એ જાગ્યા પછી કોઈની આડી દીવાલ ટકતી નથી !
‘નાગમંદિર બનશે, બનીને રહેશે !' ફરી ખેમરાજે હાકલ કરી. પણ આ વખતે
એને ઝીલવા ક્ષત્રિયવીર હસ્તિરાજ ત્યાં નહોતા !
‘નાગ અને આર્ય મિત્ર બનશે !' ખેમાએ કહ્યું. ખેમા-નિરાધાર ખેમા-જાજરમાન બની ગઈ હતી, અને પરોપકારી નાગના શબે એના મગજને ફેરવી નાખ્યું હતું ! એ અત્યારે કોઈનું કંઈ સાંભળવા તૈયાર નહોતી.
સહુએ નાગના શબને લીધું ને ગામને પાદર લઈ જઈને એને દેન દીધું. પણ એને દેન દીધું એ દીધું ! એની રાખને એકઠી કરવાની તાકાત કોઈની પાસે નહોતી! એક ભયંકર નાગણ ત્યાં આવીને રાખની આજુબાજુ આંટા મારવા લાગી હતી ! 54 D_પ્રેમાવતાર
અને જ્યાં એની પાસે જવું પણ દુર્લભ બન્યું ત્યાં પ્રેમમંદિર કોણ સરજે ? ગામમાં પણ ભય પેસી ગયો કે આ નાગણ બેચારને ઓછા કર્યા વગર નહિ ખસે ! વિઘ્નસંતોષી લોકોએ કહ્યું કે, પેલી પ્રેમઘેલી વૈરોટ્યાને એની પાસે મોકલો ! એ નાગણ એને છોડશે નહિ, અને આપણને ટાઢા પાણીએ ખસ જશે! લોકો વેરોટ્યાને ઘેર ખબર આપવા ગયા તો વૈરોટ્યા જ ઘેર ન મળે !
લોકોએ કટાક્ષમાં પૂછ્યું, ‘નાના નેમની ચેલી ક્યાં ગઈ ?'
‘શી ખબર ? એ તો છે સાવ દાધારીંગી બાઈ ! કહેતી ગઈ છે કે, નાગકુળમાં સુવાવડ કરવા જાઉં છું !'
‘નાગકુળમાં બીજું કોઈ સુવાવડ કરનાર નહિ હોય, તે વૈરોટ્યા જેવાં કામાળાં માણસને નાગલોકોએ તેડાં દીધાં હશે !' વૈરોટ્યાની નણંદે કટાક્ષમાં કહ્યું.
‘ભાઈ ! શી ખબર ! પણ નાગકુળ સાથે હમણાં હમણાં એને સંબંધ ઘણો થયો છે ! ઘણાંનાં ઝેર એ વાતવાતમાં ઉતારે છે ! એ કહેતી હતી કે નાગલોકોને સાચી સુવાવડનું જ્ઞાન હોતું નથી. નાગરાજ કાલીયે પોતાની પુત્રી હીનાની સુવાવડ માટે આવવાની ખાસ માગણી કરી હતી, ને વૈરોટ્યાએ એ કબૂલ રાખી હતી !' વૈરોટ્યાના સસરાએ કહ્યું.
‘સારું, સારું ! એક તરફ આર્યો મરે અને બીજી તરફ નાગો જેટલા જન્મે એટલા જીવે ! મૂર્ખ વૈરોટ્યા જાણતી નહિ હોય કે નાગસુંદરીઓ કંઈ આપણી જેમ એક-બે સંતાનને જન્મ આપતી નથી !' નણંદે રીસ કાઢી.
‘ભાઈ ! આપણે મનમાં બધું સમજીએ છીએ, પણ આપણું કંઈ ચાલતું નથી! ઢોર જેવી વહુ આ પ્રીતશાસનનું ભૂત વળગ્યા પછી સિંહણ જેવી થઈ ગઈ છે. ભારે ચતુર, ભારે સેવાભાવી ! એને તો નાગ, આર્ય કે આર્યંતર કોઈનો ભેદ નથી રહ્યો! સબ એક સમાન.' સસરાજીએ કહ્યું.
‘તે આ ઊંટડો છેવટે કઈ મેર બેસશે ?' વૈરોટ્યાની સાસુએ પતિની સામે આંખો કાઢતાં કહ્યું.
‘કંઈ સમજ નથી પડતી ! તમારી વાત સાંભળું છું ત્યારે તમારી વાત સાચી લાગે છે ! એની સાંભળીએ ત્યારે એની સાચી લાગે છે ! વહુ પણ અજબગજબની છે ભાઈ ! એને આ માર્ગે દોરનાર નેમ પણ અજબ માણસ હશે, કાં ? એક વાર નિહાળવો છે એને !' સસરાએ મનની વાત કરી. એના મનમાં હજીય વહુનો દોષ વસતો નહોતો.
‘માણસ શું, છોકરો છે !' વાત કહેવા આવનારે કહ્યું. ‘શ્યામ છે, રૂપાળો છે. ચહેરો જરા મનહર છે. આંખો મોટી કોડા જેવી છે. આખો દહાડો એ પ્રેમ પ્રેમ પ્રીત કરી તેં કેવી? – 55