________________
‘ભાઈ ! ભાઈ ! તું કોણ છે ? મારે માટે કોઈ સંજીવની લઈને આવ્યો છે કે
| ‘નાગ છું, કાલીય નાગનો અનુચર છું. અમે આર્ય અને નાગ વચ્ચે પ્રેમશાસન સ્થાપ્યું છે. નાગે કહ્યું. પણ ન જાણે કેમ, એનું શરીર કંપારી અનુભવી રહ્યું હતું. નાગને એની પરવા નહોતી. એ તો ઝેર ચૂસી રહ્યો હતો. એને મન કર્તવ્ય મહાન હતું. દેહ નહિ !
આખરે એણે કામ પૂરું કર્યું, પૂરું કરીને એ ઊભો થયો, પણ તરત નીચે ઢળી પડ્યો ! એના શરીરમાં ઝેરનો સંચાર થયો હતો.
વૈરોટટ્યા દોડી, ખેમા ધસી. ખેમરાજ માં હજી હાલવા-ચાલવાનું શહુર નહોતું જાગ્યું, પણ એય પોતાના જીવનદાતાને બચાવવા ઊભો થયો ને પડ્યો.
વરુનો હુંકાર લઈને આવેલું ટોળું ધીરે ધીરે આ અપૂર્વ દૃશ્ય જોઈ પલટાઈ રહ્યું
લોકોની મારા પર પણ બદદાનત છે; પણ હું એમના પંજામાં આવવાની નથી. કૃપા કરી આપ મારા પતિને ઝટ સાજા કરો. અમે બંને આપનાં સેવકો બનીને નાગઆર્યકુળ એક કરવા પ્રયત્ન કરીશું.’ મૃતવત્ પડેલા જુવાનની પત્નીએ કહ્યું.
વૈરોટ્યા જુવાન પાસે જવા આગળ વધી. એણે સર્પદંશથી મૂછિત ખેમરાજની પત્ની ખેમાને પાણી લાવવા કહ્યું. ત્યાં તો લોકો આડા ફર્યા : “ખબરદાર ! પ્રતિશોધની ખાખ પર અમારે જીવન જોઈતું નથી ! એ જુવાન મરશે તો સ્વર્ગે જ છે.'
સ્વર્ગમાં તમે પોતે જ સંચરો ને ! અમારે તો આ કાંટાકાંકરાવાળી પૃથ્વી જ રૂડી છે !' ખેમાએ કહ્યું ને પાણી લઈને આગળ વધતાં પડકાર કરીને બોલી, ખબરદાર ! મારા પતિનું જીવન એ મારું જીવન છે. એની વચ્ચે આવશો તો હું સાંખી નહિ લઉં, મારા પિતાને ઓળખો છો ને ? એક એકની ખબર લઈ નાખશે!'
ખેમાના પિતાનું નામ આવતાં બધા પાછા હઠી ગયા. એ મગધના ચક્રવર્તી રાજા જરાસંધના સૈન્યમાં અગ્રેસર હતા.
- વૈરોચ્યાં આગળ વધી. જુવાનના કપાળે જળની શીતળ અંજલિઓ છાંટતી એ બોલી, ‘ભાઈ ! મારો નાનકડો નેમ તારું કલ્યાણ કરો ! મુજ અબુધને બુદ્ધ કરનાર એ છે. જય કાલી ! જય કાલી ! તેરા વચન ન જાય ખાલી !!
વરોચ્યાએ છેલ્લા શબ્દો ઉચ્ચાર્યા અને જાણે દિશાઓએ ઝીલ્યા - એક વાર, બે વાર અને ત્રણ વાર પડછંદા પડ્યા !
ને જાણે એ શબ્દોનો પડઘો હોય તેમ - દિશાઓને ચીરતો એક નાગ ત્યાં ધસી આવ્યો.
એ પણ કાલીય ! કાલીય ! ઉચ્ચાર કરતો હતો. વૈરોટ્યાએ એને જમીન પર પડેલા જુવાનને દેખાડ્યો.
આગંતુકે તરત ડંખની જગ્યા માં લીધી ને ચૂસવા લાગ્યો. ચૂસી ચૂસીને ઓકવા લાગ્યો !
લીલી કાચ બનેલી દેહમાંથી ધીરે ધીરે લીલું ઝેર બહાર નીકળવા લાગ્યું, પણ ઝેર ઘણું વ્યાપી ગયું હતું. નાગે કમર પર રહેલો છરો કાઢ્યો. યુવાનની પીઠ પરની એક નેસ કોરી કાઢીને એ નસને પોતાના મોંમાં લઈને એ જોશથી ચૂસવા લાગ્યો.
મગજ પરથી ઝેરની અસર ઓછી થતાં જુવાન ખેમરાજે એકવાર આંખો ઉઘાડી ને વળી મીંચી દીધી. ફરી ઉઘાડી ! ફરી મચી !
પેલો નાગ તો ઝેરનું કણે કણ ચૂસી રહ્યો હતો અને જેમ ઝેર ચુસાતું હતું તેમ જુવાન જાગી રહ્યો હતો, મોતમાંથી જીવનમાં આવી રહ્યો હતો, એની નજર પ્રથમ નાગ પર ગઈ, એની ચૂસવાની ક્રિયા પર ગઈ.
52 પ્રેમાવતાર
નાગના પ્રાણ છટકવા ચાહતા હતા. નાગે કહ્યું, | ‘વૈરોચ્યા બહેન ! અમારા નાગરાજા કાલીયનું તાજું ફરમાન થયું છે કે ક્યાંય પણ કોઈ આર્ય નાગદંશથી પીડાતો હોય, અને તમને સાદ કરે, તો તમારે એ ઘડીએ
ત્યાં પહોંચી જવું ને નાગ-આર્ય વચ્ચે સ્થપાયેલો પ્રેમશાસનને અનુકૂળ વર્તન કરવું. તમારો સાદ આવ્યો. મેં એ સાંભળ્યો ને હું તરત અહીં હાજર થયો. ફરજપાલન વખતે મને યાદ ન રહ્યું કે ગઈ કાલે જ ઇશુની વાડીમાં શેરડી ખાતાં મારી જીભ કપાઈ ગયેલી ! અમારું ઝેર અમને નડ્યું ! પણ નાગરાજાને સંદેશો મોકલજો કે તમારો અનુચર મંદોદર અહીં તમારી આજ્ઞાનું પાલન કરતો સ્વર્ગે સિધાવ્યો છે !'
‘નહીં ભાઈ ! સ્વર્ગમાં હમણાં જવું નથી. પૃથ્વીને સ્વર્ગ બનાવવા અહીં તારો ખપ છે. તારું ઝેર હું ચૂસી લઈશ !'
‘ના બહેન, હું જાણું છું. તને એ વિદ્યા આવડતી નથી. નાગકુળ સિવાય આ વિદ્યા કોઈને ગમ્ય નથી. અને નાગસુંદરી હીના હવે પ્રસૂતિની છેલ્લી પથારીએ છે. જય જય બહેન !
જે ઝેર આર્ય જુવાન ખેમરાજ ઠીક ઠીક સમય સુધી જીરવી શક્યો, એ ઝેર ખુદ નાગ ન જીરવી શક્યો. એ થોડી વારમાં ત્યાં નિર્જીવ શબ થઈને પડ્યો.
‘ચાલો, આવા પરમાર્થીની ભસ્મ પર મંદિર ચણીશું. સાચા પ્રેમના ઘંટનાદ ત્યાંથી જાગશે, હેવાન બનેલા, વેરમાં અંધ બનેલા લોકો શાંતિના સમિર ત્યાંથી પામશે.” ખેમરાજે કહ્યું. પોતે પોતાના જીવનદાતાને બચાવવા માટે કંઈ કરી ન શક્યો, તો હવે એના મૃત્યુને ઉજમાળ કરવા એણે પ્રયત્ન આદર્યા.
પ્રીત કરી તે કેવી? | 53