________________
હતી. પોતાના પ્યારા શ્રીકૃષ્ણના સાત સાત ભાઈઓના હત્યારાની એ જ દશા થવી ઘટે ! પિતૃઢેષીને આવું જ પારિતોષિક મળવું ઘટે, કામ પૂરું થયું હતું; હવે મથુરામાં પડી રહેવાની કંઈ જરૂર ?
ને મથુરાની દોમદોમ સાહ્યબીમાંથી બંત ખોતરવાની એક સળી પણ લીધા વિના આ બધા ગોપ પાછા ફર્યા હતા. એમના નાનકડા નેતા શ્રીકૃષ્ણની એ આજ્ઞા હતી, નિષ્કામ કર્મ એનું સૂત્ર હતું !
પણ જેમ ઈશાન ખૂણાની વીજ ળીમાં તોફાનની આગાહી બેઠી હોય છે, એમ સહુના હૈયાના એક ખૂણે અજ્ઞાત ભય બેઠો હતો અને તે સો કંસદેવ જેવા એક રાજા જરાસંધનો !
ભલભલા મરદ જરાસંધનું નામ સાંભળી મેદાન છોડી ચાલ્યા જતા. જમ સાથે બાથ ભીડવી અને જરાસંધ સાથે લડવું બંને સરખું હતું ! એના બળ-પરાક્રમની કંઈ કંઈ ગાથાઓ ગવાતી.
સહુ જાણતું હતું કે નાગ નાથી લેવાયો છે, પણ હજી એની ઝેરની દાઢ નીકળી શકી નથી ! ઝેરી ઝાડવું છેદાઈ ગયું છે પણ એનાં ઝેર ભરેલાં મૂળિયાં હજુ સાબૂત રહ્યાં છે. આ વેરવિમોચનનો ખેલ રચાયો કે વેરબંધનનો, એ હજુ સમજાતું નહોતું!
સહુ પોતપોતાની રીતે ચિંતામાં હતાં ત્યારે નિર્ભેળ પ્રીતિના જીવ નેમની અકળામણ સાવ જુદી હતી !
પ્રીતિની પ્રતિષ્ઠાના રસિયા એ જીવને આ કલહ ન રુચતો. એની નીલસમુંદર જેવી ઊંડી અતાગ આંખો જોનારને ભાસ થતો કે એ કંઈક જુદું જ માગી રહ્યો છે.
સંસાર તો પોતાના ચાલુ ચીલે ધોધના વેગથી વહી રહ્યો હતો. નાનકડા નેમને એ વહેણ વાળવાં હતાં વેરની વસુંધરા પર નહિ, પ્રીતિની ધરા પર ! એમના અંતરમાં પોકાર ઊઠતો : ‘માણસ જે ટલો પારકાનું ભૂંડું કરવામાં રસ ધરાવે છે, એટલો પારકાના ભલા માટે રસ કાં ન ધરાવે ?'
ફિલસૂફ પિતાનો ફિલસૂફ પુત્ર કંઈ અજબ ગજબ વિચારો સેવતો.
પાટ પૃથ્વીની કરી, રાજ વસુધાનું શા માટે ન રચવું ? એમાં અમલ આત્માનો ચાલે. દાસત્વ દશ ઇન્દ્રિયો કરે, સજા સંતાપને થાય, જેલ જડત્વને થાય.
નાનો નેમ કોઈક વાર આવી આવી અવનવી કલ્પનાઓ કહેતો ત્યારે એની માતા શિવાદેવી દોડીને બાળકને ખોળામાં લઈ લેતાં ને કહેતાં :
| ‘વત્સ ! તું ક્ષત્રિય, આ વિચારો તો સંન્યાસી કે સાધુના હોય, તેનાથી તારે દૂર રહેવાની જરૂર છે. સંઘર્ષ એ ક્ષત્રિયનો આત્મા છે. રાજની, સુંદરીની, સુવર્ણની સંપ્રાપ્તિ એ તારો ધ્રુવતારક છે !'
26 D પ્રેમાવતાર
તેમના ફિલસૂફ પિતા સમુદ્રવિજય તો પહેલાં જેટલા નિવૃત્ત હતા, એટલા કંસદેવની હત્યા પછી પ્રવૃત્તિમગ્ન બની ગયા હતા.
મથુરા પાસે શૌરીપુરના એ રાજવી. આમ તો પોતાના વીરબંધુ વસુદેવને મથુરા મોકલીને એ સંતોષ અનુભવતા હતા. વાડ વિના વેલો ન ચડે ! અને વાડે જ વેલાને આમંત્રો ! ભાઈ વાસુદેવ કંસદેવની બહેન દેવકી સાથે લગ્નગ્રંથિથી જોડાય છે; એ સમાચારે એમના હૃદયમાં દિવાળીના દીવા પ્રગટાવ્યા : પણ એક દહાડો જે સમાચાર મળ્યા તે સમાચારે તેમને વ્યથિત કરી નાખ્યા.
રાજસેવા તો આકાશની વીજળી જેવી છે. આમ તો અભ્રછાયા આકાશમાં એ ભારે દમામદાર લાગે છે, ભૂલેલી અભિસારિકાઓને માર્ગ પણ ચીંધે છે, પણ એક વાર પણ નીચે પડી તો સો વર્ષની સેવાને ધૂળમાં મેળવી નાખે છે ! કેટલાય વિનસંતોષીઓને આ પ્રકારનો સંબંધ ઇષ્ટ ન લાગ્યો, રખેને પોતાનું ચલણ ઓછું થઈ જાય. સારા માણસોએ પણ તેમાં સાથ આપ્યો. તેઓએ માન્યું કે આ સંબંધથી કંસદેવ વધુ બળવાન બનશે, અને તેના જુલમનો આરોવારો નહિ રહે !
ખરાબ માણસોને કંસદેવ સારા માણસોનો સંગાથ કરે એ ગમતું નહિ, એટલે સારાનરસા બધાએ મળીને એક અજબ કાવતરું રચ્યું ! સામાન્ય રીતે કોઈ રાજાને સારો રહેવા દેતું નથી. રાજકીય પુરુષોએ વિદ્યાવાન લોકોનો સાથ લીધો, ને એ લોકોએ પોતાની વિદ્યાનો કસબ બનાવ્યો, જ્ઞાનતંતુના યુદ્ધમાં કંસદેવને નાખી દીધો. વહેમી કંસદેવના મનમાં ઠસાવી દીધું કે જેને તું ઓટલો વખાણી રહ્યો છે, એ તો સોનાની પાળી (છરી) છે, એને ભેટમાં ખોસાય પેટમાં ન ઘલાય. અમારું જ્ઞાન એવું કહે છે કે એ બહેન અને બનેવીના ૨જ-વીર્યનું ફળ તારો ઘાત કરશે.
ઘણા બળવાન માણસો બહુ વહેમી હોય છે. બીજાને મૃત્યુની ભેટ કરનાર પોતે મૃત્યુથી સદા ડરતો હોય છે. રાજા કેસ ઝટ આ કાવતરામાં કેદ થઈ ગયો, જ્ઞાનતંતુના યુદ્ધનો ભોગ થઈ ગયો. જે એક વાર બહેનના લગ્નરથનો સારથિ બન્યો હતો, એણે જ ઊઠીને પોતાનાં બહેન-બનેવીને કારાગારમાં પૂરી દીધાં; આસન કેદ કર્યો ! અને વહેમના આવેગમાં ભાન એટલું ભૂલ્યો કે બહેન જે બાળકને જન્મ આપે તે બાળકની હત્યા કરવા લાગ્યો.
વહેમી માણસના દિલનો કોઈ ભરોસો નહિ. જ્ઞાનતંતુના યુદ્ધમાં યુદ્ધ દેખાય નહિ, ને હત્યા થઈ જાય.
સહુપ્રથમ જુવાન બંધુ વસુદેવની રક્ષા વિચારવાની હતી. રાજા કંસદેવ એમ વિચારે કે વસુદેવને જ હણી નાખું. વાંસ ખતમ થશે, વાંસળી બજશે નહિ. એક વાર વસુદેવને કારાગારમાંથી મુક્ત કરવાનું કાવતરું યોજ્યું, પણ વધુ
જ્ઞાનતંતુનાં યુદ્ધ 1 27.