________________
બીજી સરિતા. ભાભી ! આવાં લગ્નથી શું વળે ? ન સ્ત્રીનું મન-કમળ સંતુષ્ટ થાય, ન પુરુષનાં પદ પદ્મ પુરસ્કાર પામે !' નેમકુમારે હૈયાનો દાબડો હળવેથી ખોલ્યો.
મારી બહેન એવી નથી. રાજ્યશ્રી તો રમત વાતમાં આખો ભવ પુરો કરી નાખે તેવી છે. જુઓ ને, એને રમકડામાંય રમવા માટે સિંહબાળ ગમે છે. તમારા રાહનો એ કાંટો નહિ બને, એ તો તમારા જખમી પગોની રૂઝ બની રહેશે. એ સરિતા જરૂર છે, પણ હોંશે હોંશે સાગરમાં સમાઈ જનારી !'
‘ભાભી ! ભલા થઈને એ મારગે મને લઈ ન જાઓ. મારું નિર્માણ જુદું લાગે છે.' તેમ જાણે વિનંતિ કરી રહ્યા.
‘નિર્માણનો પડદો અગોચર છે ! નેમકુમાર ! બીજા બધા તમને ગમે તે કારણે સંસારમાં બાંધવા માગતા હોય, હું તો રાજ્યશ્રીને અનુરૂપ તમને જોઈને કહેવા આવી છું. તમારું રાજ્ય જુદું છે ને યાદવોની રાજ્યની વ્યાખ્યા જુદી છે, તે પણ હું જાણું છું. અને અમારી સ્ત્રીઓની સંસારની વ્યાખ્યા તો વળી સાવ વિચિત્ર હોય છે. એ પણ મારા ખ્યાલમાં છે.' સત્યારાણીએ પોતાનું અંતર ખોલ્યું. નેમ એવો પ્રેમાવતાર હતો કે હૈયાનાં કમાડ આપોઆપ ઊઘડી જાય !
‘જાણું છું, યાદવો મને વૈભવવિલાસની બેડીઓના બંધનમાં નાખવા ચાહે છે, કમજોર કરવા માટે કામિની તરફ પ્રેરે છે !' નેમે કહ્યું.
પણ રાજ્યશ્રી એવી કામિની નથી, એની હું ખાતરી આપું છું. એ તમારા પગની બેડી નહીં, પાવડી બનશે. તમારા વ્યોમવિહારની પાંખ બનીને જીવશે.’
સત્યારાણી સાથે દિયર નેમકુમાર હૃદયની વાત કરી રહ્યા હતા, ત્યાં તો વેણી અને વસ્ત્રોથી સજ્જ થઈને બીજી અંગનાઓ ત્યાં આવી પહોંચી. તેઓએ આજે લાબંધન ફગાવી દીધાં હતાં. એમણે નેમકુમારને આંગળીએ ઝાલી ઊભા કર્યા, ને પોતાના ઘેરામાં લઈને ઘુમાવવા માંડ્યા.
રાણી રુકિમણીએ પોતાનો કોકિલકંઠ છૂટો મૂકી દીધો ને નેમકુમારની હડપચી ઝાલી ગાતાં ગાતાં કહ્યું :
‘નારી વિનાનું આંગણું, દેવર મીરા જી !
જેમ અલૂણું ધાન, દેવર મોરા જી !'
ત્યાં તો બીજી યાદવ સુંદરીએ ગીતને આગળ ચલાવ્યું :
‘નારી ખાણ રતન તણીજી, વરલાડા જી !
તેનું મૂલ કેમે નવ થાય, મ કરો બંધ દરવાજા જી !'
એક નવી પરણેલી નવોઢા આવીને નેમકુમારનો હાથ પકડી, ગોળ કુંડાળે 260 – પ્રેમાવતાર
ફેરવતી ગાવા લાગી :
‘વિવહ માનો નેમજી ! વ૨લાડા જી !
મને ગાણાના બહુ શોખ, વરલાડા જી !'
અને પછી તો અનેક ગોપાંગનાઓ રમતી-ઝૂમતી આવી પહોંચી. નેમકુમારને
ઘેરીને કૂંડાળે ફરવા લાગી; ફરતી ફરતી ગાવા લાગી.
‘નારી જો ઘરમાં વસે, દેવર મોરા જી ! તો પામે પરોણા માન, દેવર મોરા જી !
નારી વિના નર હાળી જુસા, દેવર મોરા જી ! વળી વાંઢા કહીને દેશે ગાળ, દેવર મોરા જી ! નારી માંહેથી નર નીપજ્યા, દેવર મોરા જી ! તુમ સરીખા ભાગ્યવાન, દેવર મોરા જી ! એકવીસ તીર્થંકર થયા, દેવર મોરા જી !
સર્વે પરણ્યા નાર, દેવર મોરા જી !’
રાસ ભારે ચગ્યો. નેમકુમાર અંદર નિરાંતવા ફરી રહ્યા હતા. આજે સર્વ રમણીઓએ પહેલી વાર જાણ્યું કે નેમ નારીનો સુગાળવો જીવ નહોતો, બલ્કે રસિક જીવ હતો.
નેમકુમારે રમતાં રમતાં રાજ્યશ્રીનો હાથ ગ્રહી લીધો, ને એને રાસ લેતી યાદવ રમણીઓની વચમાં ખેંચી લીધી. રૂપભરી નારીઓનાં વૃંદની મધ્યમાં નેમ અને રાજ્યશ્રી સૂર્ય અને શશીની જેમ શોભી રહ્યાં. સ્ત્રીઓ ભારે ચગી, તેઓએ નવું ગીત ઉપાડ્યું.
‘ગોરા ગોરા તમે ડોલર ફૂલ, રાજેશ્રી નાર |
કેમ કરીને આવા વરને પરણશો જી ?'
સુંદરીઓએ પોતે જ આ સવાલ પૂછીને એનો જવાબ પણ પોતે જ આપવા
માંડ્યો.
‘કાળા કાળા તે શ્રીકૃષ્ણજી રે લોલ,
ગોરાં ગોરાં તે સત્યાદે નાર,
હોંશે તે આવા વરને પરણજો રે !'
સુંદરીઓ બરાબર ખીલી હતી. એમના સ્વરોની માધુરી જળ-સ્થળ પર થઈને દિગન્તમાં પડઘા પાડતી હતી. વચ્ચે નેમ અને રાજ્યશ્રી પણ આંકડેઆંકડા ભિડાવી
રથનેમિ અને રાજ્યશ્રી – 261