________________
આવલિ પણ ત્યાં ઊતરી પડી હતી; ને એ ભ્રમરો આખરે પુરુષ હોવાથી પુરુષનો જ પક્ષ લેતા હતા.
રસિકાઓનાં કેસરઅર્ચિત વક્ષસ્થળોને કમલકોશ માની ભોગી ભ્રમર ત્યાં આસ્વાદ લેવા દોડતા. રસિકાઓ તેનાથી બચવા રસિકોની સોડમાં ભરાઈ જઈને બોલી ઊઠતી, “બચાવો, આ ભ્રમરોથી !'
આજે કોઈ પુષ્પને ભ્રમરથી બચવાનો હક નથી !' એક યુવાને કહ્યું,
‘તો અમે કહીએ છીએ કે કોઈ ભ્રમરને પુષ્પથી અળગા રહેવાનો પણ અધિકાર નથી.’ ને રાણી સત્યા એકદમ આગળ વધ્યાં, એમણે કાંઠે એકલવાયા બેસીને ઉદાસીનભાવે આ રમત નીરખી રહેલા નેમકુમારને હાથ પકડીને ખેંચ્યા !
જે હસ્ત દ્વારકાના ભલભલા મહારથીઓથી પણ તસુભર પણ વિચલિત નહોતો થયો, એ હસ્ત એક રસિકાના આંચકાથી આખા દેહ સાથે ખેંચાઈ આવ્યોઃ ને નેમ ધડામ કરતાં પાણીમાં !
‘સખીઓ ! આ ભ્રમરનો ભ્રમ તમે દૂર કરો. એ પુષ્પવિમુખ ભ્રમર છે !' રાણી સત્યાએ સખીઓને નમકુમારને હેરાન કરવાનો આદેશ કર્યો.
પછી તો રસિકાઓનું વૃંદ છૂટું ! તેઓ તેમની ફિલસૂફી પર દાઝે બળી રહી હતી. તેઓને સમજાતું નહોતું કે કુંવારા રહેવાના તે વળી કોડ કેવા ? કોડ હોય તો લગ્નના હોય !
એક સ્ત્રીએ પોતાના કંઠમાં રહેલો લાંબો હાર નેમકુમારના કંઠમાં નાખી દીધો. બીજી એક રમણી પાછળથી આવી. એનું વક્ષસ્થળ ભાલાના જેવું હતું. જેમકુમારને એનાથી ધક્કો મારી એણે મોંએ રંગ લગાડી દીધો.
એટલામાં વળી એક નવયૌવના તરતી આવીને નેમકુમારના ખભા પર બેસી ગઈ. કદલીદલ જેવા પોતાના ખુલ્લા માંસલ પગોથી એ તેમને આશ્લેષ આપી રહી. પછી તો એ નવયૌવનાઓ ખૂબ ગેલમાં આવી ગઈ અને લજ્જા મૂકીને નવરાવવાના મિથે નેમને સંતાપવા લાગી. રમણીઓનાં સુલલિત અંગોનો માર જાણે તેમના અંગપ્રત્યંગ પર ચાલી રહ્યો..
નેમ અકળાઈને બૂમ પાડી, ‘રે, મને બચાવો !?
‘તમને કોઈ બચાવી શકે તો તે એકમાત્ર રાજ્યશ્રી ! શાણા હો તો એનું શરણ શોધો, ભોળા નેમકુમાર !' રાણી રુકિમણીએ મિષ્ટ સ્વરે કહ્યું. ‘રાજ્યશ્રી ! માણસનો પહેલો ગુણ દયા છે !' નેમકુમારે જાણે આજીજી કરી. ઓહ ! પાંચજન્ય શંખના વગાડનાર અપ્રતિરથ યોદ્ધાને પણ આખરે સ્ત્રીનું
શરણું શોધવું પડ્યું અને દયાની યાચના કરવી પડી !' રાણી સત્યાએ આબાદ ઘા ર્યો.
રાજ્યશ્રી આ વખતે સરોવરના એક કાંઠે બેસી, એના કુંતલકલાપમાં ઇંગુદી રસ સીંચી રહી હતી, અને કમળ નાળથી -કેશપાશને ગૂંથી રહી હતી. એનો એક ગૌર માંસલ પગ અડધો પાણીમાં હતો અને પાસે રેવતગિરિ પરથી આણેલું સિંહબાળ ગેલ કરતું બેઠું હતું.
રાજ્યશ્રીએ સિંહચર્મનું એક અંગવસ્ત્ર ધારણ કર્યું હતું, ને યોદ્ધાઓ જેમ બખ્તર સીવે એમ એને દેહપ્રમાણ સીવ્યું હતું. એ સિહચર્મ રાજ્યશ્રીના લાવણ્યને વિશેષ મોહક બનાવતું હતું.
રાજ્યશ્રીએ નેમકુમારની આજીજી સાંભળી, ને તરત પાણીમાં પડી તરતી તરતી નેમકુમારના પડખે જઈને ઊભી રહી : અને હાથથી પાણીની છાલકો મારીને સ્ત્રીઓને પાછી હઠાવવા લાગી.
અરે ! હવે તેમ એકલા નથી. બેકલાંને ત્રાસ આપવાનો રિવાજ નથી. રસિકાઓની સેના હવે સત્વરે પાછી ફરે. સેનાપતિની અદાથી સત્યારાણીનો સાદ આવ્યો.
સ્ત્રીઓની સેના પાછી ફરી ગઈ.
આખરે નાનક્રીડા સમાપ્ત થઈ; અને રસિયાઓ બહાર નીકળવા લાગ્યા. રસિકાઓના કેશપાશ સાવ અવ્યવસ્થિત બની ગયા હતા, રસિકો એ કામગીરીમાં ગૂંથાઈ ગયા !
નેમકુમાર પણ જળની બહાર નીકળ્યા, ને શાંત બનીને એક વૃક્ષની ડાળને અઢેલીને ઊભા રહી ગયા. રાજ્યશ્રી તો સિંહબાળ અકળાતું હતું, એટલે એની ખબર લેવા દોડી ગઈ.
નેમકુમાર ! કહો, હવે શું વિચાર છે ?” રાણી સત્યાએ નેમકુમારની પાસે આવતાં કહ્યું.
નેમકુમાર ફરી ગંભીર બની ગયા. જોકે એમની આંખ હજી પણ રાજ્યશ્રી તરફ ઘૂમતી હતી.
| ‘ભાભી !'ને એટલું બોલતાં નેમકુમાર મંગા થઈ ગયા, જાણે કહેવાનું ઘણું હતું છતાં જીભ ચાલતી ન હતી.
‘નેમ ! બોલતાં કાં અટકી ગયા ?' ‘પુરુષ અગમ-અગોચરનો જીવ ને સ્ત્રીનું મન સંસારમાં : એક સાગર અને
રથનેમિ અને રાજ્યશ્રી [ 259,
258 | પ્રેમાવતાર