________________
મારું નામ જાંબુવાન ! ત્યારે આવો, આપણે લડીએ !'
ને બંને કુસ્તીએ ચડ્યા. બંનેએ અટપટા દાવપેચ લેવા માંડ્યા. શ્રીકૃષ્ણ ખૂબ શ્રમિત હતા. પણ દિલમાં ઊંડી દાઝ હતી. એ જાંબુવાન પર પોતાની બધી દાઝ ઉતારી રહ્યા !
પણ જાંબુવાન ભારે બળિયો નીકળ્યો; શ્રીકૃષ્ણને ધોળે દિવસે તારા દેખાડ્યા. પણ શ્રીકૃષ્ણ મરણિયા બનીને આવ્યા હતા. એક મરણિયો સોને ભારે!
શ્રીકૃષ્ણ વિચાર્યું કે પેલા સિંહને મારનાર આ જ શંબર હોવો જોઈએ. શંબર ગર્યો, ‘રે તું કોણ છે ?' ‘હું કૃષ્ણ છું, આ મણિની શોધમાં આવ્યો છું.’ ‘આ મણિ મારો છે.' શંબરે કહ્યું. ‘ના, એ મણિ મારો છે.' શ્રીકૃષ્ણ જવાબ આપ્યો. ‘કેવી રીતે ?'
શ્રીકૃષ્ણ શંબરના મનનો વિગતવાર જવાબ આપ્યો, પોતે દ્વારિકાના યાદવ છે, ને મણિ એમનો છે, એમ કહ્યું.
આ દુનિયામાં કોઈ વસ્તુ કોઈની માલિકીની નથી, પરાક્રમથી જે મેળવે તેની તે વસ્તુ છે !' શંબરે સાદી વાત સમજાવી. ‘જુઓ ! પહેલાં આ વસ્તી બીજાની હતી; બીજો એનો માલિક હતો. મેં લડાઈ આપી, અને પરાક્રમથી હું જીત્યો અને આ પૃથ્વીનો ધણી બન્યો.'
‘તો શંબરરાજ ! તમારું કહેવું એવું છે કે જે બળવાન એની પૃથ્વી !' ‘હાસ્તો, નહિ તો શું નમાલાની પૃથ્વી ?' ‘ભલા માણસ ! આ મણિ પહેલાં મારો હતો.'
‘અરે કૃષ્ણ ! તું આવી સાદી વાત પણ નથી સમજતો ? તારી દ્વારિકા શું મૂળથી તારી હતી કે પરાક્રમથી તારી થઈ ?'
આ સોદા તત્ત્વજ્ઞાનની વાતથી શ્રીકૃષ્ણને અંતરમાં શંબરની માણસાઈ તરફ માન જાગ્યું. એમણે શંબરને કહ્યું :
‘હું મણિ લેવા આવ્યો છું. મારે શું કરવું ?” ‘પરાક્રમ,’ ‘એટલે ?'
‘મારી સાથે યુદ્ધ કર ! મને જીતીશ તો આ મણિ પણ તારો, હું પણ તારો અને આ પૃથ્વી પણ તારી ! આદિ કાળથી સર્વ સમૃદ્ધિ વિજેતાને જ વરતી આવી
‘સાચી વાત છે તારી શંબર ! પરાક્રમ કરતાં એક વસ્તુ બળવાન છે, અને તે છે પ્રેમ. પણ અત્યારે એ શક્ય નથી. પ્રેમ માટે તપ જોઈએ. એક વાર હું કાલીય નાગને કાલિંદીમાંથી કાઢવા ગયો હતો. એણે મને એ જ કહ્યું કે મારી સાથે લડ, મને જીત. વિજેતાની સર્વ ઇચ્છાઓને અમે વશ છીએ. હું લડ્યો ને મેં નાગને જીત્યો. શંબર ! તારું નામ ? હું લડવા તૈયાર છું.’
204 1 પ્રેમાવતાર
મણિની શોધમાં 1 205