________________
શિખરો વીંધીને એ બીજી બાજુ રણમાં ઊતરી ગયેલો લાગ્યો. બધા પર્વત ઓળંગી રણમાં આવ્યા.
રણ ભેંકાર હતું ને રણને કાંઠે ભયંકર જંગલી જીવો રહેતા હતા. જે જેને લાગ ફાવ્યો, એ એનું ભક્ષણ કરી જાય. નરભક્ષી જાતિનું ભક્ષ નગરમાં રહેતા સુકોમળ લોકો હતા. શ્રીકૃષ્ણ અને એમની ટુકડી સાવચેતીથી આગળ વધી રહી!
શ્રીકૃષ્ણ જાણે મોતને મૂઠીમાં લઈને નીકળ્યા હતા : જીવન જ અકારું બન્યું હતું. એ તો સાપના રાફડામાં કે સિંહની બોડમાં મિણની શંકાથી હાથ નાખતા ! એમના સાથીઓને મણિ વિશે એવી ચિંતા નહોતી; માત્ર શ્રીકૃષ્ણને એકલા જવા દઈએ તો લોક મહેણાં મારે એવી સંસારી શરમ હતી. એટલે શ્રીકૃષ્ણ જ્યારે જોખમમાં પગ મૂકતા, ત્યારે એ બધા તેઓને વારતા.
બધા એક વનમાંથી ચાલ્યા જતા હતા, ત્યાં એકાએક સિંહની ત્રાડ સંભળાણી. આખી ધરતી ગાજી ઊઠી.
ત્યાં બીજી ત્રાડ આવી.
સહુએ અનુમાન કર્યું કે નક્કી સિંહે કોઈ જીવ પર તરાપ મારી.
શ્રીકૃષ્ણ એકદમ એ દિશામાં આગળ વધ્યા. સિંહ તો સિંહ ! મળી જાય તો મનની થોડીક ખીડ તો ઉતારું !
પણ સાથીઓએ એમને રોક્યા. વળી ત્રાડ સંભળાણી.
જાણકારોએ જાણી લીધું કે સિંહે શિકાર હાથ કર્યો છે, ને એના આનંદની આ ત્રાડ છે એટલે હવે ઓછું જોખમ છે, એમ સમજી સહુ એ દિશામાં આગળ વધ્યા. ભૂખ્યું જાનવર ભયંકર હોય છે. ભર્યા પેટના જાનવરનો જુસ્સો ઘટી જાય છે; એ આલસ્યમાં ગરકાવ થઈ જાય છે.
બધા ત્યાં જઈ પહોંચ્યા, પણ એ પહેલાં વનરાજ પોતાનો શિકાર પૂરો કરીને, માંસની મિજબાની પાછળ રાખી, લોહીનું મધુર પીણું પી પાછો ફરી ગયો હતો. પણ જે દુર્ભાગી જીવ શિકાર બન્યો હતો એ એક નર હતો, અને તેની પડેલી દેહ પરથી એ નગરનિવાસી લાગતો હતો.
શ્રીકૃષ્ણ એની પાસે સર્યા, ઝીણી નજરથી જોયું અને બૂમ પાડી, ‘રે ! આ તો યાદવ પ્રસેન છે !'
‘હો, હો, જૂઠાનું જલદી પકડાય. આખરે જીવતો નહિ તો મૂએલો પણ એ પકડાયો ખરો ! ચોરનો ભાઈ ઘંટીચોર. તપાસ કરો એનાં વસ્ત્રોમાં, મણિ જરૂ૨ હોવો જોઈએ. સાથીઓએ આનંદમાં આવી જઈને કહ્યું. તેઓનો પ્રવાસ ખાસ કંઈ તકલીફ
200 E પ્રેમાવતાર
વગર આમ સરળતાથી સમેટાઈ જતો જોઈ એ આનંદમાં આવી ગયા. દ્વારિકાના સુખચેનથી ભરેલા આવાસો ને ઉત્તમ પાનાગારોની યાદ એમને સતાવતી હતી. મરેલા પ્રસેનનાં તમામ વસ્ત્રોની ઝડતી લેવામાં આવી; એની બધે તપાસ કરી, પણ મણિ ન લાધ્યો.
શ્રીકૃષ્ણ વિચારમાં પડી ગયા : ‘શું પ્રસેન પાસે ણિ નહિ હોય ? તો શું મહેનત બધી માથે પડશે ?’
યાદવ સાર્થીઓ બોલ્યા, “મણિ પ્રસેને ચોર્યો, એ વાત પણ મણિ ચોરાયાની વાતની જેમ બનાવટી લાગે છે. દ્વારિકામાં પાછા ફરી ત્યાં જ એની ખોજ કરીએ. કાંખમાં છોકરું ને ગામમાં ગોત્યું એવું ન થાય !'
શ્રીકૃષ્ણ પ્રસેનના શબ સામે જોતા, વિચારમગ્ન ઊભા રહ્યા. યાદવ સાથીઓ પાછા ફરવાની ઉતાવળ કરતા હતા.
થોડી વારે શ્રીકૃષ્ણ પ્રસેનની ચૂંથાયેલી દેહ સામે જોતાં બોલ્યા, ‘રે ! પણ પ્રસેનનો જમણો હાથ ક્યાં ?'
‘સિંહ પોતાના ભોજન માટે લઈ ગયો હશે !' સાથીઓ બોલ્યા.
“એ હાથમાં મિણ હોવો જોઈએ. ચાલો, સિંહનો પીછો કરીએ.' શ્રીકૃષ્ણે અનુમાન કરતાં કહ્યું.
‘માત્ર અનુમાન ઉપર દોડાદોડ કરવી ઠીક નહિ !' યાદવો બોલ્યા. એ હાર્યાના ગાઉં ગણતા હતા.
ભૂતકાળમાં શ્રીકૃષ્ણના અનુમાન અને તર્ક પર લેશ પણ વિચાર કર્યા વગર યાદવોએ દોટ દીધી હતી, પણ અત્યારનું અનુમાન ન રુચ્યું.
પણ શ્રીકૃષ્ણ કાર્ય પાસે રુચિ-અરુચિનો વિચાર કરવા થોભે એવા નહોતા. એ
આગળ વધ્યા.
કેટલાક યાદવો બોલ્યા, ગમે તેમ તોય પ્રસેન એક યાદવ છે, એના શબને રખડવા ન દેવાય. અમે અગ્નિસંસ્કાર કરીને આવી પહોંચીએ છીએ.’ થોડાક યાદવો એમને અનુસર્યા, થોડાક પાછળ રોકાઈ ગયા.
શ્રીકૃષ્ણ તો કંઈ પણ કહ્યા-સાંભળ્યા વગર આગળ વધ્યા. આજ એ એકલમલ્લ હતા. એમની નજર સિંહનાં પગલાં ઢૂંઢતી હતી.
પણ સિંહની શોધ ખરેખર ભારે પડી ! સિંહ કંઈ માણસની જેમ કેડા પર ચાલનારું પ્રાણી નથી. એનો કેડો લેવો એ ભારે દુષ્કર કામ છે. પણ શ્રીકૃષ્ણ કર્મને કર્મ સમજનારા સાચા કર્મયોગી હતા. દુષ્કરતા કે દુર્દમ્યતા એમને દમી શકતી નહિ. ણિની શોધમાં | 201