________________
શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ
સ્વરૂપસ્થિતિ – પોતાનાં સ્વરૂપમાં સ્થિર થવું,
એકાગ્ર બનવું. સ્વાધ્યાય તપ - સ્વાધ્યાય એટલે પોતા સંબંધી જ્ઞાન મેળવવું. તેના પાંચ ભેદ છે - વાંચવું, પૂછવું, અનુપ્રેક્ષા કરવી, આમ્નાય અને ધર્મોપદેશ.
હસ્તાક્ષર, પાંચ – અ, &, લુ આદિ લઘુ સ્વરો. હાસ્ય નોકષાય – કારણ વગર, મશ્કરી રૂપે, તુચ્છકારથી કે અન્ય કોઈ કારણથી જ્યારે હસવાનું થાય છે ત્યારે હાસ્ય નોકષાય ઉદિત થાય છે.
હુંડાવસર્પિણી - અનકે કલ્પો પછી જે ભયંકર
કાળ આવે છે તે, જેમાં ધર્મની વિશેષ હાનિ થઇ, અનેક પ્રકારના મિથ્યા ધર્મો પ્રચાર
પામે છે. ક્ષપકશ્રેણિ - જે જીવ ક્ષપક શ્રેણીએ આગળ
વધે છે, તે જીવ ઉદિત થતાં અને ઉદિત થવાનાં સર્વ કર્મનો ક્ષય કરતો કરતો પ્રગતિ કરે છે; તે અપ્રમાદી રહી આઠ, નવ, દશ ગુણસ્થાને આવી, બારમા ગુણસ્થાને કૂદકો મારે છે. બારમાના અંતે ઘાતકર્મોનો પૂર્ણ ક્ષય કરી તેરમા ગુણસ્થાને આવે છે. આ શ્રેણીમાં કોઈ પણ કર્મને દબાવવાનો અવકાશ જ નથી, માત્ર ક્ષય કરવો જ અનિવાર્ય છે.
ક્ષમાં –
હાસ્ય ષટકુ - હાસ્ય, રતિ, અરતિ, ભય,
શોક, જુગુપ્સા એ છ નોકષાય હાસ્યષટકુ
કહેવાય છે. હિંસા - સ્થળ હિંસા એટલે એક જીવને તેનાં
જીવન ના શરીરથી છૂટો પાડી દેવો, અર્થાત્ જીવને જે અતિપ્રિય છે તેવા દેહનો વિયોગ કરાવી, તેને ખૂબ જ દુ:ખ પહોંચાડવું. હિંસાનું સૂક્ષ્મ સ્વરૂપ એટલે એક જીવ દ્વારા બીજા જીવની સૂક્ષ્મ પણ દૂભવણી કરવી. ટૂંકામાં અન્ય જીવને દૂભવવો
એ હિંસાનું કાર્ય છે. હિંસા પાપસ્થાનક - જેનાથી પાપબંધ થાય એ
પ્રકારની હિંસા કરવી તે. હીનવીર્ય - હીનવીર્ય એટલે ઓછી શક્તિવાળો.
અંતરાય કર્મ આત્માના વીર્યને ગોપવે છે, તે આત્માને હીનવીર્ય કરી નાખે છે. હીનવીર્ય બનેલો જીવ અન્ય કર્મો સામે જીત મેળવી શકતો નથી, તેથી વિશેષ વિભાવમાં જઈ નવાં કર્મો ઉપાર્જન કરે છે.
(અ) ક્ષમા કરવી એટલે બીજા જીવોને
અપરાધ બદલ શિક્ષા કરવાની વૃત્તિથી છૂટતા જવું; અથવા પોતાના સ્વાર્થની લોલુપતા માટે અન્યને કષ્ટમાં મૂકતાં
અટકવું. (બ) ક્ષમા કરવી એટલે જતું કરવું. પોતે
બીજા કોઈનો અપરાધ કર્યો હોય તો પશ્ચાત્તાપ સહિત ક્ષમા માગવી એ એક; અને બીજા જીવે પોતાનો અપરાધ કર્યો હોય તેવા પ્રસંગે તે જીવ પ્રતિ બદલો લેવાની વૃત્તિ ન કરવી, તેના પ્રતિ કષાય ન કરવા, હિંસાદિ પ્રવૃત્તિ ન કરવી અને ક્ષમા આપવી આ બીજી; એમ બંને અપેક્ષાએ “ક્ષમા” નો ગુણ સમજવાનો છે.
૭૦